AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sri Lankaના નવા PM વિક્રમસિંઘે 12 કલાક માટે કર્ફ્યુમાં આપી રાહત, ટૂંક સમયમાં નવી કેબિનેટની થશે રચના

ભારતે આ વર્ષે જાન્યુઆરીથી આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકાને (Srilanka) ત્રણ અબજ ડોલરથી વધુની લોન આપી છે. શ્રીલંકા 1948માં બ્રિટનથી આઝાદી મેળવ્યા બાદ સૌથી ખરાબ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. વડાપ્રધાન વિક્રમસિંઘેએ કહ્યું છે કે, 'મેં જે કામ હાથમાં લીધું છે તે હું કરીશ.'

Sri Lankaના નવા PM વિક્રમસિંઘે 12 કલાક માટે કર્ફ્યુમાં આપી રાહત, ટૂંક સમયમાં નવી કેબિનેટની થશે રચના
Curfew relaxed for 12 hours in Sri Lanka Image Credit source: PTI
TV9 Gujarati
| Edited By: | Updated on: May 14, 2022 | 6:42 PM
Share

ગંભીર આર્થિક સંકટથી પીડિત શ્રીલંકાના નવા વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘે (Ranil Wickremesinghe) દેશવ્યાપી કર્ફ્યુમાં 12 કલાકની છૂટછાટની જાહેરાત કરી છે. વડાપ્રધાને એવા સમયે કર્ફ્યુમાં (Sri Lanka Curfew) રાહત આપવાની જાહેરાત કરી છે, જ્યારે દેશમાં નવી કેબિનેટની રચનાની માંગ ઝડપથી વધી રહી છે. નાદારીની આરે ઊભું શ્રીલંકા અત્યાર સુધીના સૌથી ખરાબ આર્થિક સંકટમાંથી (Sri Lanka Crisis) પસાર થઈ રહ્યું છે. અહીં ઈંધણની ભારે અછત છે. ખાદ્યપદાર્થોના ભાવ આસમાને છે. શ્રીલંકાના કેટલાક નાગરિકોને દિવસમાં બે સમયનું ભોજન પણ નથી મળી રહ્યું. પાવર કટ પણ અહીં મોટી સમસ્યા છે.

પાંચ વખતના વડાપ્રધાન રહેલા વિક્રમસિંઘેને ગુરુવારે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે દ્વારા છઠ્ઠી વખત દેશના વડાપ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. વિક્રમસિંઘેએ શુક્રવારે ચેતવણી આપી હતી કે દેશની સૌથી ખરાબ આર્થિક કટોકટી સુધરતા પહેલા વધુ ખરાબ થવા જઈ રહી છે. શ્રીલંકાની અર્થવ્યવસ્થાને ‘તૂટેલી’ ગણાવતા, તેમણે કહ્યું કે શ્રીલંકાના લોકોને તેમનો સંદેશ છે ‘ધીરજ રાખો, હું ટૂંક સમયમાં વસ્તુઓ પાટા પર લઈ જઈશ’.

ભારત શ્રીલંકાને સતત મદદ કરી રહ્યું છે

નોંધનીય છે કે આર્થિક સંકટનો સામનો કરવામાં સરકારની નિષ્ફળતાથી નારાજ લોકોએ દેશમાં હિંસક પ્રદર્શનો કર્યા હતા, જે બાદ મહિન્દા રાજપક્ષેને સોમવારે વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપવાની ફરજ પડી હતી. દેશના 26માં વડાપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળનાર વિક્રમસિંઘેએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેઓ સુનિશ્ચિત કરશે કે દેશના તમામ પરિવારોને દિવસમાં ત્રણ વખત ભોજન મળે. શ્રીલંકામાં ચાલી રહેલા સંકટ વચ્ચે ભારત પીડિત દેશને સતત મદદ કરી રહ્યું છે અને જરૂરી વસ્તુઓ પૂરી પાડી રહ્યું છે.

ત્રણ અબજ ડોલરથી વધુની લોન આપી હતી

ભારતે આ વર્ષે જાન્યુઆરીથી આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકાને ત્રણ અબજ ડોલરથી વધુની લોન આપી છે. આ સિવાય ભારતે 65,000 ટન યુરિયાના તાત્કાલિક પુરવઠાની ખાતરી પણ આપી છે, જેનો ઉપયોગ ડાંગરની ખેતી માટે કરવામાં આવશે. શ્રીલંકા 1948માં બ્રિટનથી આઝાદી મેળવ્યા બાદ સૌથી ખરાબ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. વડાપ્રધાન વિક્રમસિંઘેએ કહ્યું છે કે ‘મેં જે કામ હાથ ધર્યું છે તે હું કરીશ.’ દરમિયાન શ્રીલંકામાં મોટાભાગના વિરોધ પક્ષોએ શુક્રવારે જાહેરાત કરી હતી કે તેઓ વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેની વચગાળાની સરકારમાં જોડાશે નહીં. જોકે દેવાથી ડૂબેલા દેશમાં સ્થિતિ સુધારવામાં મદદ કરવા માટે અમે બહારથી આર્થિક નીતિઓને સમર્થન આપીશું.

Follow Us
સુરતમાં હર્ષ સંઘવીનું ગૌહત્યા મામલે મોટું નિવેદન
સુરતમાં હર્ષ સંઘવીનું ગૌહત્યા મામલે મોટું નિવેદન
માસ CL પહેલાં જ સરકારનો મોટો આદેશ!
માસ CL પહેલાં જ સરકારનો મોટો આદેશ!
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો
નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો
ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા
ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા
g clip-path="url(#clip0_868_265)">