Srilanka: શ્રીલંકામાં ભારતીય માછીમારના છુટકારાની કિંમત બે કરોડ રૂપિયા, કોર્ટનો નિર્દેશ
શ્રીલંકામાં એક ભારતીય માછીમારના છુટકારાની કિંમત સાંભળીને કોઈ પણ આશ્ચર્યચકિત થઈ જશે. શ્રીલંકાની અદાલતે દરેક ભારતીય માછીમારને છોડાવવાની કિંમત 2 કરોડ રૂપિયા નક્કી કરી છે. હાલમાં તેમની પાસે 85 ભારતીય બોટ છે.
srilanka: તામિલનાડુના રામનાથપુરમના માછીમારો શ્રીલંકા (Srilanka)ની અદાલત દ્વારા નક્કી કરાયેલી રકમથી ચોંકી ગયા છે. કોર્ટે દરેક ભારતીય માછીમાર (Indian fishermen)ની મુક્તિ માટે 2 કરોડ રૂપિયાની જામીન રકમ નક્કી કરી છે. ઓલ મિકેનાઇઝ્ડ બોટ એસોસિએશનના ટોચના સભ્યએ આ માહિતી આપી હતી. શ્રીલંકાની નૌકાદળે 23 માર્ચે 13 ભારતીય માછીમારોની તેમના દેશની જળસીમામાં માછીમારી કરવા બદલ ધરપકડ કરી હતી.ઓલ મિકેનાઇઝ્ડ બોટ એસોસિએશન (Boat Association)ના પ્રમુખ પી. જેસુરાજે જણાવ્યું હતું કે “અમને એ સાંભળીને આશ્ચર્ય થયું છે કે કોર્ટે દરેક માછીમારના છુટકારા માટે 2 કરોડ રૂપિયાની રકમ નક્કી કરી છે.
માછીમારો 2 કરોડ રૂપિયાની વ્યવસ્થા ક્યાંથી કરશે? જો તેની પાસે આટલી મોટી રકમ હોત તો તે આ વ્યવસાયમાં કેમ આવ્યા હોત, જેસુરાજના જણાવ્યા અનુસાર 85 ભારતીય બોટ હજુ પણ શ્રીલંકાના કબજામાં છે. અભિનેતા કમલ હાસનની પાર્ટી મક્કલ નિધિ મૈયમે પણ એક સંદેશમાં આશ્ચર્ય વ્યક્ત કર્યું કે કેવી રીતે શ્રીલંકાની અદાલતે ગરીબ માછીમારોની મુક્તિ માટે જામીન તરીકે 2 કરોડ રૂપિયાની રકમ નક્કી કરી છે.
ગયા મહિને ભારત સરકારે કહ્યું હતું કે તે શ્રીલંકાના નૌકાદળ દ્વારા તમિલનાડુના માછીમારોની અટકાયતનો મુદ્દો પાડોશી દેશ સાથે ઉચ્ચ સ્તરે ઉઠાવી રહી છે. જણાવી દઈએ કે આ મુદ્દે બંને દેશો વચ્ચે જોઈન્ટ વર્કિંગ ગ્રૂપની બેઠક પણ યોજાઈ હતી.
આ મુદ્દો લોકસભામાં પણ ઉઠાવવામાં આવ્યો હતો. ધારાશાસ્ત્રીઓએ કહ્યું હતું કે શ્રીલંકન નૌકાદળ દરિયાઈ ક્ષેત્રમાં તમિલનાડુના માછીમારોને હેરાન કરવાનું ચાલુ રાખે છે અને વર્ષોથી મોટી સંખ્યામાં માછીમારોની અટકાયત કરવામાં આવી છે અને તેમની બોટ જપ્ત કરવામાં આવી છે. વિદેશ રાજ્ય મંત્રીએ આ વિષય પર જણાવ્યું હતું કે ભારત સરકાર તેના નાગરિકોના હિતોનું સંપૂર્ણ ધ્યાન રાખે છે, પછી ભલે તે વિદ્યાર્થીઓ, કામદારો અથવા કોઈપણ ભારતીય નાગરિક હોય.
ભારતીય માછીમારોનો મુદ્દો શ્રીલંકા સરકાર સમક્ષ ઉઠાવવામાં આવ્યો છે. ઉચ્ચતમ સ્તરે આના પરિણામે મોટી સંખ્યામાં માછીમારોને મુક્ત કરવામાં અને પરત મોકલવામાં આવ્યા. મુરલીધરને એ પણ માહિતી આપી હતી કે, શ્રીલંકાની કસ્ટડીમાં રહેલા માછીમારોને મુક્ત કરવાના પ્રયાસો ચાલુ છે. તેમણે કહ્યું કે, અમારા માટે આ મામલો ગંભીર ચિંતાનો અને અત્યંત મહત્વનો છે.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો
આ પણ વાંચો : PM Narendra Modi ની આ યોજનાએ રેકોર્ડબ્રેક 34.42 કરોડથી વધુ લાભાર્થીઓને 18.60 લાખ કરોડ રૂપિયાની લોન આપી