Video: PM નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસ પહેલા ચર્ચામાં સ્પેશિયલ ‘મોદી જી થાલી’
શેફ શ્રીપાદ કુલકર્ણી દ્વારા બનાવવામાં આવેલ 'મોદી જી થાલી'માં ભારતીય વિવિધ વાનગીઓનો સમાવેશ થાય છે. એટલું જ નહીં, રેસ્ટોરન્ટના માલિક ટૂંક સમયમાં બીજી થાળી શરૂ કરવાની તૈયારી કરી રહ્યા છે, જે વિદેશ મંત્રી એસ જયશંકરને સમર્પિત કરવામાં આવશે.
PM Modi US Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુએસ પ્રમુખ જો બાયડન અને ફર્સ્ટ લેડી જીલ બાયડનના આમંત્રણ પર અમેરિકા જશે. પીએમ મોદી બુધવાર 21 થી શનિવાર 24 જૂન સુધી અમેરિકાના પ્રવાસે હશે. પીએમ મોદીની આ મુલાકાત પહેલા ન્યુ જર્સીની એક રેસ્ટોરન્ટે ‘મોદી જી થાલી’ નામની પ્લેટ તૈયાર કરી છે. આ પ્લેટનો એક વીડિયો (Video) સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
શેફ શ્રીપાદ કુલકર્ણી દ્વારા બનાવવામાં આવેલ ‘મોદી જી થાલી’માં ભારતીય વિવિધ વાનગીઓનો સમાવેશ થાય છે. એટલું જ નહીં, રેસ્ટોરન્ટના માલિક ટૂંક સમયમાં બીજી થાળી શરૂ કરવાની તૈયારી કરી રહ્યા છે, જે વિદેશ મંત્રી એસ જયશંકરને સમર્પિત કરવામાં આવશે. રેસ્ટોરન્ટના માલિકનું કહેવું છે કે એસ જયશંકર ભારતીય અમેરિકન સમુદાયમાં પણ ખૂબ લોકપ્રિય છે.
#WATCH | A New Jersey-based restaurant launches ‘Modi Ji’ Thali for PM Narendra Modi’s upcoming State Visit to the US. Restaurant owner Shripad Kulkarni gives details on the Thali. pic.twitter.com/XpOEtx9EDg
— ANI (@ANI) June 11, 2023
શું છે ખાસ ‘મોદી જી થાલી’માં?
ખીચડી
રસગુલ્લા
સરસોનું શાક
દમ આલૂ
ઈડલી
ઢોકળા
છાશ
પાપડ
સૌથી મોટી વાત એ છે કે ભારત સરકાર દ્વારા વર્ષ 2019માં કરાયેલી ભલામણ બાદ તાજેતરમાં જ સંયુક્ત રાષ્ટ્રએ 2023ને ‘આંતરરાષ્ટ્રીય મિલેટ યર’ તરીકે જાહેર કર્યું છે. આ સિદ્ધિની ઉજવણી કરવા અને બાજરી વિશે જાગૃતિ લાવવા માટે, રેસ્ટોરન્ટે બાજરીનો ઉપયોગ કરીને વાનગીઓ તૈયાર કરી છે.
#WATCH | Washington, DC: Ahead of PM Narendra Modi’s visit to US, members of the Indian-American community say they are excited to welcome PM Modi
PM Modi will visit the US for an official state visit from June 21 to 24. pic.twitter.com/wj0IEeN2BM
— ANI (@ANI) June 11, 2023
આ પણ વાંચો : ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ- યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટ ભ્રષ્ટ છે, પ્રમુખપદની રેસમાં જો બાઈડન કરતાં આગળ છુ
22 જૂન ગુરુવારે પીએમ મોદીના ડિનરનું આયોજન
તમને જણાવી દઈએ કે જો બાયડન અને તેમની પત્ની જીલ બાયડન 22 જૂન ગુરુવારે પીએમ મોદીના ડિનરનું આયોજન કરશે. પીએમ મોદીના માત્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ મોટી સંખ્યામાં ચાહકો છે.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો