ચીનમાં ભારતની વૈશ્વિક તાકાત જોઈ ચિંતામાં પાકિસ્તાન ! પીએમ મોદી, જિનપિંગ અને પુતિનને એકસાથે જોઈને બળી ગયા શાહબાઝ
ચીનના તિયાનજિનમાં SCO સમિટમાં પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફને, ભારતના પીએમ મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન દ્વારા સદતર અવગણવામાં આવ્યા હતા. મોદી અને પુતિન વચ્ચે નિકટતા જોવા મળી હતી, જ્યારે શરીફ ચૂપચાપ ઉભા રહ્યા હતા. પીએમ મોદી અને શી જિનપિંગે દ્વિપક્ષીય વાટાઘાટોમાં સંબંધોમાં સકારાત્મક પ્રગતિ પર ભાર મૂક્યો હતો.

ચીનના તિયાનજિનમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) સમિટ દરમિયાન, એક એવી તસવીર જોવા મળી છે, જેનાથી પાકિસ્તાનનું ખૂબ અપમાન થયું છે. વાસ્તવમાં, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે એક અલાયદુ ટ્યુનિંગ જોવા મળ્યું હતું, પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ ચૂપચાપ ઊભા રહીને આ દ્રશ્ય જોતા રહ્યા. જ્યારે પીએમ મોદી અને પુતિન વાત કરતા આગળ વધી રહ્યા હતા, ત્યારે તેમણે શાહબાઝ તરફ જોયું પણ નહીં. બંને નેતાઓએ તેમને સંપૂર્ણપણે અવગણ્યા હતા.
SCO મીટિંગ દરમિયાન પીએમ મોદીએ પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફથી સંપૂર્ણપણે અંતર જાળવી રાખ્યું છે. ઓપરેશન સિંદૂર પછી આ પહેલી વાર છે જ્યારે શાહબાઝ શરીફ PM મોદી સાથે સામસામે આવ્યા છે, પરંતુ PM એ તેમને સંપૂર્ણપણે અવગણ્યા છે. જ્યારે શાહબાઝની ઉપસ્થિતિમાં જ પુતિન, PM મોદી અને શી જિનપિંગ એકબીજાને ઉષ્માભર્યા મળ્યા હતા.
દ્વિપક્ષીય બેઠક પહેલા પુતિન અને મોદી મળ્યા
રાષ્ટ્રપતિ પુતિન અને પીએમ મોદીએ એકબીજાને ગળે લગાવીને ઉષ્માભર્યું સ્વાગત કર્યું, ત્યારબાદ તેઓ SCO સભ્યોના પરિવારના ફોટા માટે સ્ટેજ તરફ આગળ વધ્યા. PM મોદીએ, પુતિન અને જિનપિંગ સાથે લગભગ બે મિનિટ સુધી વાત કરી. આ દરમિયાન ત્રણેય નેતાઓ હસતા જોવા મળ્યા. PM મોદી અને રાષ્ટ્રપતિ પુતિન વચ્ચેની આ વાતચીત તેમની દ્વિપક્ષીય બેઠક પહેલા થઈ હતી.
વડાપ્રધાન મોદીએ સમિટના સમાપ્તી સત્રને સંબોધિત કર્યું હતું. જેમાં તેમણે પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ ઉપર વાત કરી હતી. SCO સંદર્ભે ભારતના વિઝનની રૂપરેખા આપી હતી.. આ બેઠક પછી, તેઓ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. આજે તેઓ ભારત પાછા ફરવા માટે રવાના થશે.
PM મોદી અને જિનપિંગે શું ધ્યાન કેન્દ્રિત કર્યું?
PM મોદીએ SCO નેતાઓની સમિટ દરમિયાન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે દ્વિપક્ષીય વાતચીત કરી હતી. બંને નેતાઓએ ઓક્ટોબર 2024 માં બ્રિક્સ સમિટ દરમિયાન કાઝાનમાં તેમની છેલ્લી મુલાકાત પછી દ્વિપક્ષીય સંબંધોમાં સકારાત્મક ગતિ અને સ્થિર પ્રગતિનું સ્વાગત કર્યું. તેમણે ખાતરી આપી કે બંને દેશો વિકાસ ભાગીદાર છે, હરીફ નથી અને તેમની વચ્ચેના મતભેદો-વિવાદોમાં ફેરવાવા જોઈએ નહીં. પીએમ મોદી અને જિનપિંગે પરસ્પર આદર, પરસ્પર હિત અને પરસ્પર સંવેદનશીલતાના આધારે ભારત અને ચીન વચ્ચે સ્થિર સંબંધ અને સહયોગની હાકલ કરી, જે 21મી સદીના વલણોને અનુરૂપ બંને દેશો તેમજ બહુધ્રુવીય વિશ્વ અને બહુધ્રુવીય એશિયાના વિકાસ અને પ્રગતિ માટે જરૂરી છે.
ચીનના નાના મોટા મહત્વના તમામ સમાચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો