હજ યાત્રીઓ માટે સારા સમાચાર, સાઉદી સરકારે 2023 સીઝન માટે હટાવ્યા આ પ્રતિબંધો

મીડિયા અહેવાલો અનુસાર, આ વર્ષે કોઈ પ્રતિબંધો ના હોવાને કારણે, આગામી સિઝનમાં સાઉદી અરેબિયામાં હજ યાત્રીઓની સંખ્યા કોરોના મહામારીના પહેલાના સ્તરની બરાબર હશે.

હજ યાત્રીઓ માટે સારા સમાચાર, સાઉદી સરકારે 2023 સીઝન માટે હટાવ્યા આ પ્રતિબંધો
Hajj And Umrah 2023 ( file photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 10, 2023 | 9:59 AM

દર વર્ષે ભારતમાંથી મોટી સંખ્યામાં લોકો હજ યાત્રા પર સાઉદી અરેબિયા પહોંચે છે. આવી સ્થિતિમાં, સાઉદી અરેબિયાની સરકારે વિશ્વભરમાંથી હજ પર જનારા હજયાત્રીઓને લઈને એક મોટું પગલું ભર્યું છે. સાઉદી સરકારના આ પગલાથી હજ માટે આવતા કરોડો લોકોને ફાયદો થશે. જણાવી દઈએ કે સાઉદી અરેબિયાએ 2023 સીઝન માટે હજ યાત્રીઓની સંખ્યા પરનો પ્રતિબંધ હટાવી દીધો છે. મીડિયા અહેવાલો અનુસાર, આ વર્ષે કોઈ પ્રતિબંધો ના હોવાને કારણે, આગામી સિઝનમાં સાઉદી અરેબિયામાં હજ યાત્રીઓની સંખ્યા કોરોના મહામારીના પહેલાના સ્તરની બરાબર હશે. સાઉદી અરબના હજ મંત્રીના જણાવ્યા અનુસાર, સાઉદી અરેબિયા 2023માં યાત્રાળુઓ પર વય મર્યાદા સહિત કોઈ પ્રતિબંધ લાદશે નહીં.

હજ એક્સ્પો 2023નું ઉદ્ઘાટન

સાઉદીના હજ અને ઉમરાહ મંત્રી તૌફિક અલ-રબિયાએ હજ એક્સ્પો 2023ના ઉદઘાટન દરમિયાન જાહેરાત કરી હતી કે, આ વખતે હજયાત્રીઓની સંખ્યા, કોરોના મહામારીના સમયગાળા પહેલાની સંખ્યા પર આવી જશે. સ્થાનિક મીડિયા અનુસાર, જો કે, હજ અને ઉમરાહ મંત્રાલયે અગાઉ કહ્યું હતું કે, આ વર્ષે નોંધણી માટે પ્રાથમિકતા એ લોકોને આપવામાં આવશે જેમણે અગાઉ હજયાત્રા કરી નથી.

26 જૂનથી હજ યાત્રા શરૂ થશે

26 જૂન 2023થી હજયાત્રા શરૂ થવાની ધારણા છે. હજ યાત્રા એ ઇસ્લામના પાંચ સ્તંભોમાંનું એક છે, જે તમામ સક્ષમ મુસ્લિમોએ ઓછામાં ઓછું એક વાર કરવું જરૂરી છે. 2019 માં, કોરોના મહામારીના કારણે વિશ્વવ્યાપી પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા. તે પહેલાં, લગભગ 2.6 મિલિયન લોકોએ હજયાત્રા કરી હતી.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

સાઉદી સરકારે નિયમોમાં ફેરફાર કર્યો છે

સાઉદી અરેબિયાએ 2022 માં 10 લાખ વિદેશી યાત્રાળુઓને આવકારતા પહેલા તેના મર્યાદિત સંખ્યામાં રહેવાસીઓને મંજૂરી આપી છે. જો કે, 18 થી 65 વર્ષની વયજૂથના લોકો જ ગયા વર્ષે હજ કરવા સક્ષમ હતા. જેમણે કોવિડ સામે સંપૂર્ણ રસી અથવા રોગપ્રતિકારક શક્તિ મેળવી હોય અને કોઈ લાંબી બીમારીથી પીડિત ના હોય.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">