Afghanistan : શરણાર્થીઓની આડમાં નથી જોઇતા આતંકવાદી – વ્લાદિમીર પુતિન

રશિયાએ કહ્યું છે કે તે શરણાર્થીઓની આડમાં તેના દેશમાં આતંકવાદીઓનો પ્રવેશ ઇચ્છતા નથી. રશિયાના (Russia) રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને (Vladimir Putin) કહ્યું, 'અમે નથી ઈચ્છતા કે અફઘાનિસ્તાનથી આતંકવાદીઓ શરણાર્થીઓની આડમાં અમારા દેશમાં ઘૂસે.

Afghanistan : શરણાર્થીઓની આડમાં નથી જોઇતા આતંકવાદી - વ્લાદિમીર પુતિન
Vladimir Putin (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 25, 2021 | 3:52 PM

રશિયાએ (Russia) અફઘાનિસ્તાનથી ભાગી રહેલા લોકોને આશ્રય આપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. રશિયાએ કહ્યું છે કે તે શરણાર્થીઓની આડમાં તેના દેશમાં આતંકવાદીઓનો પ્રવેશ ઇચ્છતા નથી. રશિયાના (Russia) રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને (Vladimir Putin) કહ્યું, ‘અમે નથી ઈચ્છતા કે અફઘાનિસ્તાનથી આતંકવાદીઓ શરણાર્થીઓની આડમાં અમારા દેશમાં ઘૂસે.’

અમે આ પહેલા પણ આ બધાનો સામનો કર્યો છે. તેથી હવે અમે જૂની વાતોનું પુનરાવર્તન કરવા માંગતા નથી. અમે અફઘાનિસ્તાનમાં સ્થિરતા માટે અમારા પશ્ચિમી સાથીઓ સાથે કામ કરીશું પરંતુ અમારા દેશમાં તેમના લોકોને શરણ આપી ન શકીએ. વ્લાદિમીર પુતિન  યુનાઈટેડ રશિયા પાર્ટીના પ્રતિનિધિમંડળને સંબોધિત કરી રહ્યા હતા.

તેમણે કહ્યું, વાત માત્ર અફઘાનિસ્તાન વિશે જ નથી. અમે અફઘાનિસ્તાનથી અથવા કોઇ પણ દેશના મિલિટેંટને અમારા દેશમાં ઇચ્છતા નથી. પુતિને કહ્યું, ‘1990 ના દાયકાથી 2000 ના દાયકા વાળી  પરિસ્થિતિનું ફરી પુનરાવર્તન કરવા માંગતા નથી.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

હકીકતમાં, તે સમયે અમે ઉત્તર કાકેશસમાં લડી રહ્યા હતા અને ઘણા મિલિટેંટ શરણાર્થીઓની આડમાં દેશમાં પ્રવેશ્યા હતા. જેમણે દેશમાં ઘણો આતંક મચાવ્યો હતો. હવે અમે તેવુ જ દ્રશ્ય અફઘાનિસ્તાનમાં જોઇ રહ્યા છીએ. અત્યારે અમારા દેશમાં શાંતિ છે. અમે શરણાર્થીઓને સ્થાયી કરીને આ શાંતિ ગુમાવવા માંગતા નથી.

એક રિપોર્ટ પ્રમાણે અમેરિકા અને યુરોપમાં વિઝાની પ્રક્રિયા શરુ કરવામાં આવી રહી છે. અમેરિકાએ પોતાની સરકાર માટે કામ કરનારા અફઘાનોને અસ્થાયી રુપથી રહેવા માટે કેટલાક દેશો સાથે ગુપ્ત વાર્તા કરી છે. બીજી તરફ તાલિબાન પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદનો દાવો છે કે બગલાન પ્રાંતના પુલ- એ હિસાલ, બન્નૂ , દેહ સાલેહ જિલ્લાઓને ફરી કબ્જે કરી લીધા છે.

નોર્થન એલાયંસના લડાકુઓએ તેને ખાલી કરાવી લીધા હતા. તાલિબાનનો દાવો છે કે તેમના લડાકુઓ નોર્થન એલાયંસના લડાકુઓને ત્યાંથી પાછા મોકલી દીધા છે. આ સાથે તાલિબાને અમેરિકાને ધમકી પણ આપી છે કે, બાઇડન સરકારે અફઘાનિસ્તાનથી પોતાના સૈનિકોને 31 ઑગષ્ટ સુધી પાછા ન બોલાવ્યા તો ગંભીર પરિણામ ભોગવવા પડશે.

આ પણ વાંચોઅફઘાનિસ્તાનમાં કથળતી પરિસ્થિતિઓ પછી કેન્દ્રનો નિર્ણય, અફઘાનીઓ ઇ-વિઝા પર જ ભારત આવી શકશે

આ પણ વાંચોકાબુલથી ભારત આવેલા 78 માંથી 16 લોકો કોરોના પોઝિટિવ, કેન્દ્રીય પ્રધાન હરદીપ સિંહ પુરી આવ્યા હતા સંપર્કમાં

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">