AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અફઘાનિસ્તાનમાં કથળતી પરિસ્થિતિઓ પછી કેન્દ્રનો નિર્ણય, અફઘાનીઓ ઇ-વિઝા પર જ ભારત આવી શકશે

આ નિર્ણય એવા અહેવાલોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે અફઘાન નાગરિકોના કેટલાક પાસપોર્ટ ખોવાઈ ગયા છે. આ સ્થિતિમાં અફઘાન નાગરિકોને અગાઉ જારી કરાયેલા વિઝા જે હાલમાં ભારતમાં નથી. તાત્કાલિક અસરથી અમાન્ય બની જાય છે.

અફઘાનિસ્તાનમાં કથળતી પરિસ્થિતિઓ પછી કેન્દ્રનો નિર્ણય, અફઘાનીઓ ઇ-વિઝા પર જ ભારત આવી શકશે
Kabul Airport (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 25, 2021 | 2:15 PM
Share

અફઘાનિસ્તાનમાં (Afghanistan) કથળતી પરિસ્થિતિ બાદ કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. આ નિર્ણય મુજબ અફઘાન નાગરિકો હવે માત્ર ઈ-વિઝા (E Visa) પર ભારતની મુસાફરી કરી શકશે. આ આદેશ દ્વારા, ઇ-આપાતકાલીન એક્સ-વિવિધ વિઝા રજૂ કરીને વિઝા પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

ખરેખર આ નિર્ણય એવા રિપોર્ટને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે અફઘાન નાગરિકોના કેટલાક પાસપોર્ટ ખોવાઈ ગયા છે. આ સ્થિતિમાં અફઘાન નાગરિકોને અગાઉ જારી કરાયેલા વિઝા જે હાલમાં ભારતમાં નથી, તાત્કાલિક અસરથી અમાન્ય બની જાય છે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ ભારત પોતાને અને અન્ય નાગરિકોને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યું છે.

અગાઉ ભારતે ઇમરજન્સી ઇ-વિઝા આપવાની જાહેરાત કરી હતી આ પહેલા પણ અફઘાનિસ્તાનની હાલની સ્થિતિને જોતા ભારતે 17 ઓગસ્ટના રોજ જાહેરાત કરી હતી કે, ભારત આવવા ઈચ્છતા અફઘાન નાગરિકોને ઈમરજન્સી ‘ઈ-વિઝા’ આપવામાં આવશે. કોઇ પણ ધર્મના તમામ અફઘાન નાગરિકો ‘ઇ-કટોકટી અને અન્ય વિઝા’ માટે ઓનલાઇન અરજી કરી શકે છે અને તેમની અરજીઓ પર નવી દિલ્હીમાં પ્રક્રિયા કરવામાં આવશે.

ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું કે, “ગૃહ મંત્રાલયે અફઘાનિસ્તાનની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વિઝા જોગવાઈઓની સમીક્ષા કરી છે. ભારતમાં પ્રવેશ માટે વિઝા અરજીઓ પર ઝડપી નિર્ણય લેવા માટે ‘ઇ-કટોકટી અને અન્ય વિઝા’ ની નવી શ્રેણી બનાવવામાં આવી છે.

અધિકારીઓએ કહ્યું કે અફઘાનિસ્તાનમાં ભારતના મિશન બંધ થવાના કારણે વિઝા ઓનલાઇન અરજી કરી શકાય છે અને નવી દિલ્હીમાં અરજીઓની ચકાસણી કરવામાં આવશે. તેમણે કહ્યું કે શરૂઆતમાં વિઝા છ મહિનાના સમયગાળા માટે આપવામાં આવશે. તેમણે કહ્યું કે અરજીઓની પ્રક્રિયા કરતી વખતે અને અફઘાન નાગરિકોને વિઝા આપતી વખતે સુરક્ષાના મુદ્દાઓ પર ધ્યાન આપવામાં આવશે. તમામ ધર્મોના અફઘાન નાગરિકો વિઝા માટે અરજી કરી શકે છે.

આ પણ વાંચો :કાબુલથી ભારત આવેલા 78 માંથી 16 લોકો કોરોના પોઝિટિવ, કેન્દ્રીય પ્રધાન હરદીપ સિંહ પુરી આવ્યા હતા સંપર્કમાં

આ પણ વાંચો :અફઘાનિસ્તાનમાંથી લોકોને હવાઇ માર્ગે બહાર કાઢવાનું કામ ચાલુ, કાબુલ એરપોર્ટ પર ખતરો

g clip-path="url(#clip0_868_265)">