Russia Ukraine War : તુર્કીમાં શાંતિ મંત્રણા માટે આજે રશિયા અને યુક્રેન આમને-સામને આવશે, શું થંભી જશે યુદ્ધ ?

યુક્રેનના એક વાટાઘાટકાર અને રાજકારણી ડેવિડ અરાખમિયાએ સોશિયલ મીડિયા પર રશિયા અને યુક્રેન (Russia Ukraine) વચ્ચેની શાંતિ વાટાઘાટોની માહિતી આપી છે.

Russia Ukraine War : તુર્કીમાં શાંતિ મંત્રણા માટે આજે રશિયા અને યુક્રેન આમને-સામને આવશે, શું થંભી જશે યુદ્ધ ?
Russia Ukraine Peace Talks
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 28, 2022 | 8:55 AM

Russia Ukraine War :  રશિયા અને યુક્રેન (Russia-Ukraine) વચ્ચે શરૂ થયેલા યુદ્ધને 32 દિવસ થઈ ગયા છે. છતાં હજુ સુધી બંને પક્ષો વચ્ચેની વાતચીતનું કોઈ ફળદાયી પરિણામ આવ્યું નથી. ત્યારે હવે વધુ એક વખત રશિયા  (Russia) અને યુક્રેનના (Ukraine) પ્રતિનિધિમંડળ વચ્ચે આગામી 28 થી 30 માર્ચ સુધી તુર્કીમાં(Turkey)  મંત્રણા થવા જઈ રહી છે.ઉલ્લેખનીય છે કે, યુક્રેનના એક વાટાઘાટકાર અને રાજકારણી ડેવિડ અરાખમિયાએ સોશિયલ મીડિયા (Social media) પર આ માહિતી આપી હતી. રશિયાના મુખ્ય વાટાઘાટકાર વ્લાદિમીર મેડિન્સકીએ આગામી શાંતિ વાટાઘાટો માટે તુર્કીને પસંદ કર્યાની પુષ્ટિ કરી હતી.

વ્લાદિમીર મેડિન્સકીએ (Vladimir Medinsky) કહ્યું કે શાંતિ વાટાઘાટો 29 માર્ચથી શરૂ થશે અને 30 માર્ચના રોજ સમાપ્ત થશે. બીજી તરફ તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોઆને જણાવ્યુ કે રશિયા અને યુક્રેન વાટાઘાટોના છમાંથી ચાર મુદ્દા પર સહમત થયા છે.જેમાં યુક્રેન NATOમાં ન જોડાવું, યુક્રેનમાં રશિયન ભાષાનો ઉપયોગ, નિઃશસ્ત્રીકરણ અને સુરક્ષાનો સમાવેશ થાય છે. જો કે યુક્રેનના વિદેશ પ્રધાન દિમિત્રો કુલેબાએ કહ્યું કે રશિયા સાથે મુખ્ય મુદ્દાઓ પર “કોઈ સમજૂતી” થઈ નથી. આ મુદ્દાઓ પર બંને દેશો વચ્ચે અગાઉ પણ વાટાઘાટો થઈ ચૂકી છે.

રશિયા યુક્રેનમાં નફરતના બીજને ઉત્તેજન આપી રહ્યું છે: ઝેલેન્સકી

યુક્રેનના પ્રમુખ વોલોડીમિર ઝેલેન્સકીએ મોસ્કોને ચેતવણી આપી છે કે, તે યુક્રેનિયનોમાં રશિયા માટે ઊંડી નફરતના બીજ વાવી રહ્યું છે, કારણ કે આર્ટિલરી હુમલાઓ અને હવાઈ બોમ્બમારો દ્વારા શહેરોને કાટમાળમાં ફેરવવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે આના કારણે નાગરિકો મરી રહ્યા છે અને અન્ય લોકો આશ્રયની શોધમાં છે. ઝેલેન્સકીએ શનિવારની મોડી રાત્રે એક વીડિયો સંદેશમાં કહ્યું કે, તમે તે બધું કરી રહ્યા છો જેનાથી અમારા લોકો પોતે રશિયન ભાષા છોડી દેશે, કારણ કે રશિયન ભાષા હવે ફક્ત તમારા માટે જ છે, તમે કરેલા વિસ્ફોટો અને તમે કરેલા ખૂન અને ગુનાઓ.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

લ્વિવ પર રશિયાનો હુમલો

યુક્રેન પર ચાલી રહેલા રશિયન હુમલામાં માર્યા ગયેલા લોકોની સંખ્યા સતત વધી રહી છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન પડોશી પોલેન્ડની મુલાકાતે હતા ત્યારે શનિવારે યુક્રેનના પશ્ચિમી શહેર લ્વિવ પર રશિયન રોકેટોએ હુમલો કર્યો. રશિયાએ દાવો કર્યો છે કે તે દેશના પૂર્વમાં હુમલાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે, પરંતુ લ્વિવ પરના હુમલાએ યાદ અપાવ્યું કે મોસ્કો યુક્રેનમાં ગમે ત્યાં હુમલો કરી શકે છે.અવિરત રશિયન હવાઈ હુમલાઓએ શહેરને હચમચાવી નાખ્યું છે, જ્યાં લગભગ 200,000 લોકોએ તેમના વતન છોડીને સુરક્ષિત સ્થળે આશ્રય લીધો છે

આ પણ વાંચો : Russia Ukraine War: યુદ્ધમાં 16600 રશિયન સૈનિકો માર્યા ગયા અને 582 ટેન્ક નાશ પામ્યા, યુક્રેનનો દાવો

આ પણ વાંચો : સરકારને ઉથલાવી દેવાના કાવતરાથી માંડીને પોતાના માટેના ખતરા સુધી, ઈમરાને ઈસ્લામાબાદની રેલીમાં વિપક્ષ પર કર્યા પ્રહાર

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">