ફિઝિક્સના નોબલ પુરસ્કારની જાહેરાત, સ્યૂકુરો માનેબે, ક્લાઉસ હાસેલમેન અને જિયોર્જિયો પારિસિને મળ્યો એવોર્ડ

આ પહેલા મેડિસિન કેટેગરીમાં નોબેલ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી હતી. ફિઝિક્સમાં નોબેલ પુરસ્કારની જાહેરાત સ્વીડનની (Sweden)રાજધાની સ્ટોકહોમ (Stockholm)ના રોયલ સ્વીડિશ એકેડમી ઓફ સાયન્સ દ્વારા કરવામાં આવી છે.

ફિઝિક્સના નોબલ પુરસ્કારની જાહેરાત, સ્યૂકુરો માનેબે, ક્લાઉસ હાસેલમેન અને જિયોર્જિયો પારિસિને મળ્યો એવોર્ડ
File photo
TV9 GUJARATI

| Edited By: Kunjan Shukal

Oct 05, 2021 | 4:36 PM

ફિઝિક્સ (Physics) માટે વર્ષ 2021ના નોબેલ પુરસ્કાર (Nobel Prize 2021) ની જાહેરાત કરવામાં આવી છે. રોયલ સ્વીડિશ એકેડમી ઓફ સાયન્સે સ્યૂકુરો માનેબે (Syukuro Manabe), ક્લાઉસ હાસેલમેન (Klaus Hasselmann)અને જિયોર્જિયો પારિસિને (Giorgio Parisi) ફિઝિક્સમાં 2021ના નોબેલ પુરસ્કારથી સન્માનિત કર્યા છે. 3 લોકોને આ પુરસ્કાર જટિલ ફિઝિક્સ સિસ્ટમને આપણી સમજમાં અભૂતપૂર્વ યોગદાન માટે આપવામાં આવ્યો છે.

આ પહેલા મેડિસિન કેટેગરીમાં નોબેલ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી હતી. ફિઝિક્સમાં નોબેલ પુરસ્કારની જાહેરાત સ્વીડનની (Sweden)રાજધાની સ્ટોકહોમ (Stockholm)ના રોયલ સ્વીડિશ એકેડમી ઓફ સાયન્સ દ્વારા કરવામાં આવી છે.

અત્યાર સુધી ફિઝિક્સના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે 216 લોકોને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમાં 4 મહિલાઓ પણ સામેલ છે. ત્યારે 2020માં ફિઝિક્સનો નોબેલ પુરસ્કાર સંયુક્ત રીતે રોજર પેનરોજ (Roger Penrose), રેનહાર્ડ જેનજેલ (Reinhard Genzel)અને એન્ડ્રિયા ગેજ (Andrea Ghez)ને આપવામાં આવ્યો હતો.

એવોર્ડ જીતવા પર મળે છે આટલી રકમ

નોબેલ અસેમ્બલી મુજબ ફિઝિક્સ એવોર્ડનું એ ક્ષેત્ર હતું, જેનો ઉલ્લેખ અલ્ફ્રેડ નોબેલે (Alfred Nobel) 1895માં પોતાની વસીયતમાં પ્રથમવાર કર્યો હતો. તેમને કહ્યું કે 19મી સદીના અંતમાં ઘણા લોકો ફિઝિક્સને વિજ્ઞાનમાં સૌથી આગળ માનતા હતા અને અલ્ફ્રેડ નોબેલે પણ તેને આ રીતે જોયું. તેમની પોતાની રિસર્ચ પણ ફિઝિક્સ સાથે જોડાયેલી છે. આ પુરસ્કારને મેળવનાર વ્યક્તિને 1 ગોલ્ડ મેડલની સાથે 1.14 મિલિયન ડોલર રોકડા આપવામાં આવે છે. પુરસ્કારની રકમને અલ્ફ્રેડ નોબલની વસીયતમાંથી આપવામાં આવે છે.

મેડિસિન ક્ષેત્રમાં આ બે લોકોને મળ્યો નોબલ

ત્યારે આગામી થોડા દિવસોમાં કેમેસ્ટ્રી, સાહિત્ય, શાંતિ અને અર્થશાસ્ત્રના ક્ષેત્રમાં નોબલ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવશે. સોમવારે નોબેલ અસેમ્બલીએ ડેવિડ જૂલિયસ (David Julius)અને અર્દેમ પટાપાઉટિયન(Ardem Patapoutian)ને વર્ષ 2021 માટે મેડિસિનમાં નોબેલ પુરસ્કારથી સન્માનિત કર્યા.

ફિઝિયોલોજી અથવા મેડિસિન નોબલ પુરસ્કાર બંને લોકોને સંયુક્ત રીતે આપવામાં આવ્યા. બુધવારે કેમેસ્ટ્રીના નોબલ પુરસ્કાર વિજેતાઓના નામની જાહેરાત કરવામાં આાવશે. ત્યારબાદ સાહિત્ય, શાંતિ અને સૌથી છેલ્લે અર્થશાસ્ત્રના નોબલ પુરસ્કારની જાહેરાત થશે.

આ પણ વાંચો: અમેરિકા પ્રવાસની અપાર સફળતા પછી, પીએમ મોદી હવે યુરોપ જશે, જી -20 કોન્ફરન્સમાં ભાગ લેશે, જાણો કોણ કોણ થશે સામેલ

આ પણ વાંચો: થોમસ નામના ‘હેકર’ને કારણે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને વોટ્સએપ ઠપ્પ થઈ ગયા, એફબીઆઈ ટૂંક સમયમાં ગુનેગારને પકડશે

Latest News Updates

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati