Island News: ડોમિનિકન રિપબ્લિકમાં જોરદાર વિસ્ફોટ, કલાકો સુધી ભભૂકી આગ, 11ના મોત, 50થી વધુ ઘાયલ
ડોમિનિકન રિપબ્લિકમાં એક મોટો અકસ્માત થયો હતો. અહીંના એક નાના શહેરમાં વિસ્ફોટ બાદ 11 લોકોના મોત થયા છે. હાર્ડવેર સ્ટોર, વેટરનરી ક્લિનિક અને પ્લાસ્ટિક ફેક્ટરી સહિત વિસ્તારના કેટલાક વ્યવસાયોને વિસ્ફોટથી અસર થઈ હતી.
Explosion In Dominican Republic: હાલમાં જ ડોમિનિકન રિપબ્લિકમાં જોરદાર વિસ્ફોટ થયો હતો જેમાં આ વિસ્ફોટમાં મૃત્યુ પામેલા મૃતકોમાં ચાર મહિનાનું બાળક પણ સામેલ છે. વિસ્ફોટનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. હાર્ડવેર સ્ટોર, વેટરનરી ક્લિનિક અને પ્લાસ્ટિક ફેક્ટરી સહિત વિસ્તારના કેટલાક વ્યવસાયોને વિસ્ફોટથી અસર થઈ હતી. અનેક વાહનો બળીને રાખ થઈ ગયા હતા. ગુમ થયેલા લોકોની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહી છે જેથી તેમની ઓળખ થઈ શકે.
ડોમિનિકન રિપબ્લિકમાં એક મોટો અકસ્માત થયો હતો. અહીંના એક નાના શહેરમાં વિસ્ફોટ બાદ 11 લોકોના મોત થયા છે, જ્યારે 10 લોકો ગુમ છે અને ડઝનેક લોકો ઘાયલ થયા છે. રાષ્ટ્રપતિ લુઈસ એબિનાડેરે આ સમગ્ર માહિતી આપી હતી. આ વિસ્ફોટ રાજધાની સેન્ટો ડોમિંગોથી 30 કિલોમીટરથી ઓછા અંતરે થયો હતો. વિસ્ફોટથી સાન ક્રિસ્ટોબલના વ્યાપારી વિસ્તારને હચમચાવી નાખ્યો હતો. આ વિસ્તારમાં કલાકો સુધી આગ ભભૂકી હતી અને ચારે તરફ ધુમાડો ફરી વાળ્યો હતો.
ઉપરી અધિકારીઓએ જણાવ્યા અનુસાર જુઆન મેન્યુઅલ મેન્ડેઝે મંગળવારે સાંજે મૃત્યુઆંક જાહેર કર્યો, કહ્યું કે અધિકારીઓ વધુ અવશેષોને ઓળખવા માટે કામ કરી રહ્યા છે. તેમણે કહ્યું, ’11 મૃતદેહોની ઓળખ થઈ છે, પરંતુ વધુ મૃતદેહો છે જેની ઓળખ થઈ નથી.’ અધિકારીઓએ જણાવ્યું કે ઘાયલ 59 લોકોમાંથી 37 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અગાઉના દિવસે, અબિન્દર વિસ્ફોટ સ્થળની મુલાકાતે ગયો હતો અને તેના સંબંધીઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો : India-China: ભારતનું શસ્ત્ર બળ થશે વધુ મજબૂત, ચીન સામે લડવા માટે 7300 કરોડના નવા શસ્ત્રોનો સમાવેશ
આ બાબતે જવાબદાર અધિકારીઓએ જણાવ્યુ કે, “અમે ગુમ થયેલા લોકોને શોધવા માટે શક્ય હોય તે બધું જ કરી રહ્યા છીએ,” ખાસ કરીને મૃતકોમાં ચાર મહિનાનું બાળક પણ સામેલ હોવાનું જણાવ્યુ હતું. વિસ્ફોટનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. હાર્ડવેર સ્ટોર, વેટરનરી ક્લિનિક અને પ્લાસ્ટિક ફેક્ટરી સહિત વિસ્તારના કેટલાક વ્યવસાયોને વિસ્ફોટથી અસર થઈ હતી. અનેક વાહનો બળીને રાખ થઈ ગયા હતા. ગુમ થયેલા લોકોની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહી છે જેથી તેમની ઓળખ થઈ શકે.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો