Breaking News: યુક્રેન યુદ્ધ વચ્ચે રશિયામાં મોટો અકસ્માત, ગેસ સ્ટેશનમાં વિસ્ફોટ, 25ના મોત, 66 ઘાયલ
રશિયાના મખાચકલામાં એક ગેસ સ્ટેશન પર જોરદાર વિસ્ફોટ થયો. આ વિસ્ફોટમાં ત્રણ બાળકો સહિત 25 લોકોના મોત થયા છે જ્યારે 66 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.
રશિયા (Russia) ના મખાચકલામાં એક ગેસ સ્ટેશનમાં જોરદાર વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટ (Explosion) માં ત્રણ બાળકો સહિત 25 લોકોના મોત થયા છે જ્યારે 66 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. અધિકારીઓએ આ ઘટનાની જાણકારી આપી. તેમણે જણાવ્યું કે સોમવારે રાત્રે દાગેસ્તાનની રાજધાની મખાચકલામાં હાઈવે નજીક એક ઓટો રિપેરિંગની દુકાનમાં આગ લાગી હતી અને આગ ગેસ સ્ટેશન સુધી ફેલાઈ ગઈ હતી.
રશિયાના મખાચકલામાં ગેસ સ્ટેશનમાં વિસ્ફોટ
સમાચાર એજન્સી RIAએ જણાવ્યું કે આ ઘટનામાં 66 લોકો ઘાયલ થયા છે, જેમાંથી 10ની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. દાગેસ્તાનના સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે ઘાયલોમાં 13 બાળકો પણ સામેલ છે. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. મળતી માહિતી મુજબ, આગ 600 ચોરસ મીટર સુધી ફેલાઈ ગઈ હતી. આગ ઓલવવામાં ફાયર બ્રિગેડની ટીમને સાડા ત્રણ કલાકથી વધુ સમય લાગ્યો હતો.
Explosion at an oil depot in Makhachkala, russia 🔥👀
A response to the strike on the FOZZY hypermarket in Odesa? pic.twitter.com/7ErIwwypMz
— KOSAK 🇺🇦 (@DmytroSolenko) August 14, 2023
આ પણ વાંચો : ભારતનું મિશન LAC, ચીનના ઘમંડને તોડી નાખશે, જિનપિંગના કપાળ પર ચિંતાની રેખાઓ!
ફ્યુઅલ ટેન્કમાં વિસ્ફોટ થયો
દાગેસ્તાનના વડા સર્ગેઈ મેલિકોવે જણાવ્યું કે ઘાયલોને ત્યાંની નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે પીડિત પરિવારોને તમામ જરૂરી સહાય પૂરી પાડવામાં આવી રહી છે. રશિયન સમાચાર એજન્સી TASS અનુસાર, આઠમાંથી બે ફ્યુઅલ ટેન્કમાં વિસ્ફોટ થયો હતો. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે વિસ્ફોટનો અવાજ ખૂબ જ જોરદાર હતો.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો