AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે પુતિનનું મોટું એલાન, iPhoneના ઉપયોગ પર લગાવ્યો પ્રતિબંધ ! જાણો કારણ

રશિયામાં, પુતિનની સરકારે આગામી વર્ષની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લેનારા અધિકારીઓને માર્ચના અંત સુધીમાં iPhonesનો ઉપયોગ બંધ કરવાની સૂચના આપી છે.

રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે પુતિનનું મોટું એલાન, iPhoneના ઉપયોગ પર લગાવ્યો પ્રતિબંધ ! જાણો કારણ
Image Credit source: Google
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 21, 2023 | 3:39 PM
Share

યુક્રેન સામેના યુદ્ધની વચ્ચે રશિયાની પુતિન સરકારે તેના કેટલાક કર્મચારીઓને માર્ચના અંત સુધીમાં Apple iPhonesનો ઉપયોગ બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે. પુતિન સરકારે આઈફોનનો ઉપયોગ બંધ કરવા પાછળ જાસૂસીની શક્યતા વ્યક્ત કરી છે.

રશિયન અખબાર કોમર્સન્ટે સોમવારે અહેવાલ આપ્યો હતો કે, 2024ની રાષ્ટ્રપતિની ચૂંટણીની તૈયારીમાં સામેલ તમામ રશિયન અધિકારીઓને માર્ચના અંત સુધીમાં iPhonesનો ઉપયોગ બંધ કરવા સૂચના આપવામાં આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આઇફોન દ્વારા પશ્ચિમી દેશોને માહિતી શેર થઈ શકે છે.

આ પણ વાચો: વૈશ્વિક નેતા બનવાની લાગી હોડ! બાયડેનની યુક્રેન મુલાકાત બાદ જિનપિંગ રશિયા પહોંચ્યા, સરહદ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા થશે

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, રશિયામાં રાષ્ટ્રપતિ વહીવટના પ્રથમ નાયબ વડા સર્ગેઈ સુરોવિકિને આ મહિનાની શરૂઆતમાં મોસ્કોમાં એક સેમિનાર દરમિયાન ચૂંટણી અધિકારીઓને iPhonesનો ઉપયોગ ન કરવા સૂચના આપી હતી. તેમણે કહ્યું હતું કે, આવા અધિકારીઓએ 1 એપ્રિલ સુધીમાં પોતાનો આઈફોન બદલી નાખે.

અધિકારીઓ મળી શકે છે અલગ ફોન

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સામેલ અધિકારીઓને સરકાર દ્વારા અલગ-અલગ ઓપરેટિંગ સિસ્ટમના ફોન પણ આપવામાં આવશે. જો કે, સરકારે સ્પષ્ટ કર્યું છે કે અધિકારીઓ એન્ડ્રોઇડ અથવા ચાઇનીઝ ફોનનો ઉપયોગ કરી શકે છે અને તેના પર કોઈ પ્રતિબંધ નથી.

ગયા વર્ષે ફેબ્રુઆરીમાં એપલે યુક્રેનના આક્રમણ બાદ રશિયામાં સત્તાવાર રીતે iPhones વેચવાનું બંધ કરી દીધું હતું. આ પછી, ઘણા મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે, રશિયન નાગરિકોને આયાત કાર્યક્રમ દ્વારા iPhone 14 મળી રહ્યો છે. જો કે સરકાર દ્વારા આ અંગે કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.

જાસૂસી અંગે ગુપ્તચર એજન્સીઓ એલર્ટ

રશિયા શરૂઆતથી જ પોતાના દેશની સુરક્ષા અને ગોપનીય માહિતીને લઈને ખૂબ જ સજાગ છે. ખાસ કરીને ઈન્ટેલિજન્સ એજન્સીઓ ફોન અને તેમાં ઈન્સ્ટોલ કરાયેલી એપ્લીકેશનને લઈને ઘણી સતર્ક રહે છે. હાલમાં યુક્રેનમાં યુદ્ધ ચાલી રહ્યું છે, ત્યારે અધિકારીઓને વધુ સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.

જિનપિંગ રશિયાની મુલાકાતે

ચીનના રાષ્ટ્રપતિની મોસ્કોની આ મુલાકાતને ‘વિઝિટ ફોર પીસ’ ગણાવી છે અને કહ્યું છે કે જિનપિંગ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં મધ્યસ્થીની ભૂમિકા ભજવવા માંગે છે. જો કે જિનપિંગ આમાં કેટલા સફળ થાય છે તે તેમની મુલાકાત બાદ જ ખબર પડશે. આખું વિશ્વ ઇચ્છે છે કે રશિયા અને યુક્રેન વચ્ચે એક વર્ષથી વધુ સમયથી ચાલી રહેલું યુદ્ધ બંધ થાય અને શાંતિ પ્રવર્તે.

શી જિનપિંગની રશિયા મુલાકાત પર પશ્ચિમી દેશો પણ નજર રાખી રહ્યા છે. પશ્ચિમી દેશોને લાગે છે કે જિનપિંગ રશિયા અને યુક્રેન વચ્ચેની શાંતિ મંત્રણાને આગળ વધારી શકે છે. વોલ સ્ટ્રીટ જર્નલે પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે શી જિનપિંગ પ્રથમ વખત યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકી સાથે ફોન પર વાત કરવાની પણ યોજના બનાવી શકે છે.

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">