વડાપ્રધાન મોદી જ અટકાવી શકે છે રશિયા-યૂક્રેન વચ્ચેનું યુદ્ધ: અમેરિકા

|

Feb 11, 2023 | 7:03 AM

Russia Ukraine War: જોન કિર્બીએ વડાપ્રધાન મોદીના તે નિવેદનનો ઉલ્લેખ કર્યો કે તેમને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની સાથે વાતચીત દરમિયાન કહ્યું હતું કે આ યુદ્ધનો યુગ નથી.

વડાપ્રધાન મોદી જ અટકાવી શકે છે રશિયા-યૂક્રેન વચ્ચેનું યુદ્ધ: અમેરિકા
vladimir putin and Volodymyr Zelenskyy
Image Credit source: File Image

Follow us on

વ્હાઈટ હાઉસે શુક્રવારે ફરી કહ્યું કે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધને રોકવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કોઈપણ પ્રયાસને અમેરિકા આવકારશે. રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના પ્રવક્તા જોન કિર્બીએ કહ્યું કે મને લાગે છે કે પુતિનની પાસે યુદ્ધને રોકવા માટે હજુ સમય છે અને આવુ કરવા માટે તેમને વડાપ્રધાન મોદી મનાવી શકે છે. કિર્બીએ કહ્યું કે અમેરિકા વડાપ્રધાન મોદીના કોઈ પણ પ્રયાસનું સ્વાગત કરશે. જેથી યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધનો અંત આવી શકે.

આ દરમિયાન જોન કિર્બીએ વડાપ્રધાન મોદીના તે નિવેદનનો ઉલ્લેખ કર્યો કે તેમને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની સાથે વાતચીત દરમિયાન કહ્યું હતું કે આ યુદ્ધનો યુગ નથી. કિર્બીએ કહ્યું કે આ નિવેદનનું અમેરિકાએ સ્વાગત કર્યુ હતું અને યૂરોપમાં તે ખુબ જ સકારાત્મક રીતે જોવા મળ્યું.

આ પણ વાંચો: Pakistan Crisis: શું નાદાર થઈને જ રહેશે પાકિસ્તાન, 10 દિવસની મહેનત પછી પણ કટોરો ખાલી

એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે

આજનો યુગ યુદ્ધનો નથી

શંઘાઈ સહયોગ સંગઠનના શિખર સંમેલન પહેલા વડાપ્રધાન મોદીએ પુતિનને કહ્યું હતું કે આજનો યુગ યુદ્ધનો નથી અને મેં તેના વિશે તમારા સાથે ફોન પર વાત કરી. આજે પણ આપણને આ વિશે વાત કરવાનો અવસર મળશે કે આપણે કયા રસ્તે આગળ વધી શકીએ છીએ. વડાપ્રધાને ઉઝ્વેકિસ્તાનના સમરકંદમાં દ્વિપક્ષીય બેઠક દરમિયાન આ વાત કહી. આ નિવેદનને વિશ્વના નેતાઓએ સ્વીકાર કર્યો અને આંતરરાષ્ટ્રીય મીડિયાએ તેના વખામ કર્યા.

રશિયા-યૂક્રેન યુદ્ધ માટે પુતિન જવાબદાર

ત્યારે જોન કિર્બીએ રશિયા-યૂક્રેન યુદ્ધ માટે રાષ્ટ્રપતિ પુતિનને જવાબદાર ગણાવ્યા. તેમને કહ્યું કે યૂક્રેનના લોકો પર જે વીતી રહ્યું છે તેના માટે વ્લાદિમીર પુતિન એક માત્ર વ્યક્તિ જવાબદાર છે અને તે હજુ પણ રોકી શકે છે. તેના બદલે તે ઉર્જા અને વીજળીના માળખા પર ક્રુઝ મિસાઈલો ચલાવી રહ્યો છે અને લાઈટને ખત્મ કરવા અને ગરમીને ખત્મ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે, જેથી યુક્રેનિયન લોકો પહેલા કરતાં વધુ પીડાય.

યૂક્રેનના લોકોને સફળ થવામાં મદદ

યૂક્રેનને અમેરિકી સૈન્ય સહાય વિશે બોલતા તેમને કહ્યું કે રાષ્ટ્રપતિ પુતિન આ કરવા માટે ઈચ્છુક નથી. સ્પષ્ટ રીતે અમારે એ સુનિશ્ચિત કરવું પડશે કે અમે યુદ્ધના મેદાનમાં યૂક્રેનના લોકોને સફળ થવામાં મદદ કરી શકીએ.

Next Article