રાષ્ટ્રપતિ અશરફ ગનીનો દાવો- પાકિસ્તાન અફઘાનિસ્તાનમાં ફેલાવી રહ્યું છે આતંક, તાલિબાનની મદદ માટે મોકલ્યા જેહાદી લડવૈયા

અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ કહ્યું છે કે પાકિસ્તાન તાલિબાનને મદદ કરી રહ્યું છે. વડા પ્રધાન ઇમરાન ખાનની સામે તેમણે આ વાતો કહી છે.

રાષ્ટ્રપતિ અશરફ ગનીનો દાવો- પાકિસ્તાન અફઘાનિસ્તાનમાં ફેલાવી રહ્યું છે આતંક, તાલિબાનની  મદદ માટે મોકલ્યા જેહાદી લડવૈયા
પાકિસ્તાન પર ભડક્યા અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ
TV9 GUJARATI

| Edited By: Utpal Patel

Jul 17, 2021 | 10:08 PM

તાલિબાનના વધતા જતા ખતરા વચ્ચે પાકિસ્તાન (pakistan) અને અફઘાનિસ્તાન (Afghanistan) વચ્ચે શાબ્દિક યુદ્ધ યથાવત્ છે. હવે અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન અને ત્યાંની સેના પર તાલિબાનને ટેકો આપવા માટે ભડક્યાછે. અશરફ ગનીએ ઉઝબેકિસ્તાનની રાજધાની તાશ્કંદમાં આયોજિત આંતરરાષ્ટ્રીય શિખર સંમેલનમાં જણાવ્યું હતું કે ગત મહિને પાકિસ્તાનમાંથી 10,000 થી વધુ જેહાદી લડવૈયાઓ અફઘાનિસ્તાનમાં પ્રવેશ્યા છે.

એક મીડિયા રિપોર્ટ અનુસાર, શુક્રવારે જ્યારે ગનીએ આ વાત મધ્ય અને દક્ષિણ એશિયા પ્રાદેશિક સંપર્ક સંમેલનમાં કહી હતી, ત્યારે ઇમરાન ખાન પણ ત્યાં હાજર હતા. ગનીએ કહ્યું કે, વડા પ્રધાન ઇમરાન ખાન અને તેમના જનરલ દ્વારા વારંવાર ખાતરી આપવામાં આવી છે કે અફઘાનિસ્તાન પર તાલિબાનનો કબજો પાકિસ્તાનના હિતમાં નથી. તેમણે તાલિબાનને વાટાઘાટોના માટે વાત કરી હતી પરંતુ કંઈ થઇ શક્યું ના હતું. હવે તાલિબાનને સમર્થન આપતી સંસ્થાઓ અફઘાન લોકો અને દેશની સંપત્તિના વિનાશની ખુલ્લેઆમ ઉજવણી કરી રહી છે.

ઉપરાષ્ટ્ર્પતિ પણ  પાકિસ્તાન પર ભડક્યા રાષ્ટ્રપતિએ કહ્યું કે અફઘાનિસ્તાન ત્યાં સુધી તાલિબાન અને તેના સમર્થકોને સાથે લડી લેવા તૈયાર છે જ્યાં સુધી તેમને ખ્યાલ ન આવે કે રાજકીય સમાધાન જ એ એકમાત્ર રસ્તો છે. ગુરુવારે આ પહેલા દેશના ઉપરાષ્ટ્રપતિ અમ્રુલ્લાહ સાલેહે કહ્યું હતું કે પાકિસ્તાનની વાયુસેના મિસાઇલ અફઘાન સેનાને મિસાઈલ એટેક કરવાની ધમકી આપી રહી છે. પાકિસ્તાનની સેનાએ કહ્યું છે કે જો અફઘાન સૈનિકો સ્પિન બોલ્ડક વિસ્તારમાંથી તાલિબાનને હાંકી કાઢવાનો પ્રયાસ કરશે તો પાકિસ્તાન તેમની સામે બદલો લેશે.

ઇમરાન ખાને આરોપને નકારી દીધા

પાકિસ્તાન પર હંમેશાં અફઘાનિસ્તાનમાં આતંક ફેલાવવાનો અને તાલિબાનોની મદદ કરવાનો આરોપ છે. એક દિવસ પહેલા ઇમરાન ખાને કહ્યું હતું કે અફઘાનિસ્તાનમાં જે થઈ રહ્યું છે અને જે પણ તાલિબાન કરી રહ્યું છે તેના માટે પાકિસ્તાનને જવાબદાર માનવું યોગ્ય નથી. નોંધપાત્ર વાત એ છે કે, અફઘાનિસ્તાનમાં 20 વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે અને હવે વિદેશી સૈનિકો પીછેહઠ કરી રહ્યા છે. તાલિબાન વિદેશી સૈનિકોની પાછી ખેંચીને તેમની જીત માને છે અને દેશ પર કબજો કરી રહ્યો છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati