Positive News : બ્રિટન આપશે અફઘાની નાગરીકોને શરણ, મહિલાઓ અને બાળકીઓને અપાશે પ્રાથમિકતા

અફઘાનિસ્તાનમાં યૂકેની ટીમ બ્રિટિશ નાગરીકો અને વધુમાં વધુ લોકોની મદદ કરવા માટે નાજુક પરિસ્થિતીઓ વચ્ચે 24 કલાક કામ કરી રહી છે.

Positive News : બ્રિટન આપશે અફઘાની નાગરીકોને શરણ, મહિલાઓ અને બાળકીઓને અપાશે પ્રાથમિકતા
Britain to give asylum to Afghan nationals
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 17, 2021 | 10:31 AM

તાલિબાન દ્વારા અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ હવે યૂકે એવા અફઘાની નાગરીક માટે પુનર્વસનની યોજના શરૂ કરશે કે જેમને મદદની સૌથી વધુ જરૂર હશે. આ યોજનમાં મોટેભાગે મહિલાઓ અને બાળકીઓને પ્રાથમિકતા આપવામાં આવશે. આને લઇને જલ્દી જ પ્રધાનમંત્રી બોરિસ જૉનસન (Boris Johnson) જાહેરાત કરશે.

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં હાલ જે ગંભીર હાલત છે તેવામાં બ્રિટનના સૈનિકો પોતાના નાગરીકો અને એવા અફઘાની નાગરીકોને બહાર કાઢી રહ્યા છે કે જેમણે બ્રિટન સરકાર માટે કામ કર્યુ હોય. જૉનસનના ડાઉનિંગ સ્ટ્રીટ કાર્યાલયના એક પ્રવક્તાએ સોમવારે જણાવ્યુ કે અફઘાનિસ્તાનમાં યૂકેની ટીમ બ્રિટિશ નાગરીકો અને વધુમાં વધુ લોકોની મદદ કરવા માટે નાજુક પરિસ્થિતીઓ વચ્ચે 24 કલાક કામ કરી રહી છે.

આતંરરાષ્ટ્રીય સમુદાયોને સાથે લાવવાના પ્રયત્નો

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યુ કે, સરકાર દ્વારા અફઘાનિસ્તાન માટે એક પુનર્વસન યોજના બનાવવામાં આવવાની આશા છે. આ યોજના બ્રિટનની શરણ પ્રણાલી કરતા અલગ હશે. સરકારના પ્રવક્તાએ કહ્યુ કે, જૉનસન અફઘાનિસ્તાનમાં માનવીય સંકટને રોકવા માટે આંતરરાષ્ટ્રીય સમુદાયને એકમત કરવા માટે પણ કામ કરી રહ્યા છે. જૉનસને સોમવારે ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમૈનુએલ મેક્રોં સાથે વાત કરી અને આવનાર સમયમાં વિશ્વના અન્ય નેતાઓ સાથે પણ આ મુદ્દે ચર્ચા કરશે.

અફઘાનિસ્તાનના લોકોને આપણી મદદની જરૂર

પ્રવક્તાએ જણાવ્યુ કે પાછલા 20 વર્ષોમાં દેશને એક સારી જગ્યા બનાવવા માટે જે લોકોએ ખૂબ મહેનત કરી છે તે અફઘાની નાગરીકોને હવે આપણી મદદની જરૂર છે. અમે તેમના માટે જે પણ કરી શક્તા હોઇશું તે કરીશું. જૉનસન આવનાર દિવસોમાં સાત દેશોના સમૂહના નેતાઓની એક વર્ચ્યુલ મિટિંગને હોસ્ટ કરશે.

આ પણ વાંચો –

IPO Allotment Status : શું તમે CarTrade Tech IPO માં રોકાણ કર્યું છે? આ રીતે જાણો તમને શેર મળ્યા કે નહીં

આ પણ વાંચો –

તાલિબાનીઓને લઇને અમેરીકી ટેક કંપનીઓના વલણ સામે સવાલ, આતંકવાદીઓ વાપરી રહ્યા છે સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">