AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Good News: PM મોદીએ NRIને કહ્યું ‘H-1B વિઝા અમેરિકામાં જ રિન્યુ થશે’, અમદાવાદમાં ખુલશે કોન્સ્યુલેટ

PM Modi in America: નાણાકીય વર્ષ 2022માં, US દ્વારા જાહેર કરાયેલા કુલ અમેરિકન H-1B વિઝામાંથી લગભગ 4,42,000 વિઝામાંથી 73 ટકા માત્ર ભારતીયોને જ આપવામાં આવ્યા હતા.

Good News: PM મોદીએ NRIને કહ્યું 'H-1B વિઝા અમેરિકામાં જ રિન્યુ થશે', અમદાવાદમાં ખુલશે કોન્સ્યુલેટ
Image Credit source: Twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 24, 2023 | 9:32 AM
Share

America: યુએસ પ્રવાસના છેલ્લા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM MODI) વોશિંગ્ટનના રોનાલ્ડ રીગન સેન્ટરમાં ભારતીય ડાયસ્પોરાને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન તેમણે પોતાના ચાર દિવસીય પ્રવાસ સાથે જોડાયેલી ઘણી વાતો જણાવી હતી. PM મોદીએ કહ્યું કે અમેરિકાએ બેંગ્લોર અને અમદાવાદમાં બે કોન્સ્યુલેટ ખોલવાની જાહેરાત કરી છે. આ લોકો વચ્ચેના સંબંધોને પ્રોત્સાહન આપશે.

આ પણ વાંચો: PM Modi US Visit: અમેરિકા ભારતમાંથી ચોરાયેલી 100 હેરિટેજ વસ્તુઓ પરત કરશે, PM મોદીએ અમેરિકાનો માન્યો આભાર

આ સિવાય વડાપ્રધાન મોદીએ H-1B વિઝા સાથે જોડાયેલી બાબતો જણાવી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે H-1B વિઝાનું રિન્યુ અમેરિકામાં જ થશે. આ માટે તમારે બહાર જવાની જરૂર નથી. વિઝા રિન્યુઅલ માટે આ વર્ષે પાઈલોટ પ્રોજેક્ટ શરૂ થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે નવા વિઝા નિયમો ભારતીયો માટે યુએસમાં રહેવા અને કામ કરવાનું સરળ બનાવશે.

2022માં ભારતીયોને સૌથી વધુ H-1B વિઝા મળ્યા

પીએમ મોદીએ કહ્યું કે આવનારા સમયમાં પાયલોટ પ્રોજેક્ટને મોટી સંખ્યામાં વિસ્તારવામાં આવી શકે છે. નાણાકીય વર્ષ 2022માં, અમેરિકા દ્વારા જાહેર કરાયેલા કુલ H-1B વિઝામાંથી, લગભગ 4,42,000 વિઝામાંથી 73 ટકા ભારતીયોને જ આપવામાં આવ્યા હતા. દિલ્હીમાં અમેરિકન એમ્બેસીએ વિશ્વના સૌથી મોટા યુએસ રાજદ્વારી મિશનમાંનું એક છે. અમેરિકન એમ્બેસી ચાર કોન્સ્યુલેટ્સ (મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ અને હૈદરાબાદ) સાથે વિઝા સંબંધિત કાર્યનું સંકલન કરે છે. આ સુનિશ્ચિત કરે છે કે અમેરિકા-ભારત સંબંધો મજબૂત છે.

પીએમ મોદી 4 દિવસના અમેરિકા પ્રવાસ પર ગયા હતા

મહત્વનું છે કે વડા પ્રધાન મોદી ચાર દિવસના યુએસ પ્રવાસ પર ગયા હતા. આ તેમની રાજકીય મુલાકાત હતી. 22 જૂને વડા પ્રધાન મોદીનું વ્હાઇટ હાઉસમાં જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. જો બાઈડન અને તેમની વાઈફ જીલ બાઈડને PM મોદી માટે સ્ટેટ ડિનરનું આયોજન કર્યું હતું. વડા પ્રધાન મોદીએ બાઈડન સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી. વ્હાઇટ હાઉસમાં તેમના સંબોધન બાદ તેમણે અમેરિકી સંસદના સંયુક્ત સત્રને પણ સંબોધિત કર્યું હતું.

વ્હાઈટ હાઉસમાં સ્ટેટ ડિનર, અમેરિકાએ કોંગ્રેસને સંબોધિત

પ્રવાસના છેલ્લા દિવસે વડા પ્રધાન મોદીએ યુએસ-ઈન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમ પ્રોગ્રામને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે ભારત અને અમેરિકા વચ્ચેની ભાગીદારી દુનિયાનું ભાગ્ય બદલી શકે છે. તેમણે કહ્યું કે અમારી ભાગીદારી સારા ભવિષ્ય માટે છે. ભારતની મહત્વકાંક્ષા યુએસને બળ આપી રહી છે. તેમણે કહ્યું કે અમેરિકા ભારતને સૌથી વધુ સમર્થન આપે છે. બંને દેશો મજબૂત ભાગીદાર છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">