ટૂંક સમયમાં ઘટી શકે છે પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો શું છે કારણ

વૈશ્વિક બજારમાં કાચા તેલની કિંમતો હાલમાં 7 સપ્તાહના સૌથી નીચા સ્તરે છે. ઓક્ટોબર પછી આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત સૌથી નીચી સપાટીએ પહોંચી ગઈ છે.

ટૂંક સમયમાં ઘટી શકે છે પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો શું છે કારણ
Symbolic Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 22, 2021 | 1:56 PM

તાજેતરમાં ભારતમાં પેટ્રોલ(Petrol) અને ડીઝલ(Diesel)ના ભાવમાં ઘણો વધારો થઇ રહ્યો છે. જો કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ(Crude oil) સસ્તું થવાની આશા છે. વૈશ્વિક બજાર(Global market)માં કાચા તેલની કિંમતો પર નજર કરીએ તો તે હાલમાં 7 સપ્તાહના સૌથી નીચા સ્તરે છે. આ કારણે દેશના સ્થાનિક બજારોમાં પેટ્રોલ અને ડીઝલ પણ સસ્તું થઈ શકે છે.

ઓઈલ કંપનીઓએ તાજેતરના સમયમાં સપ્લાયમાં વધારો કર્યો છે. બીજી તરફ જાપાને કહ્યું છે કે તે કોવિડ મહામારીને કારણે યુરોપમાં સર્જાયેલી ગેસની અછતને દૂર કરવા માટે તેની ગેસ ભંડાર ખોલશે. જેના કારણે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ટૂંક સમયમાં ઘટાડો થઇ શકે છે.

ભારતમાં ઘટી શકે છે ભાવ એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, ”વૈશ્વિક બજારમાં બ્રેન્ટ અને યુએસ વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિયેટ (WTI)ના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. આ બંને બેન્ચમાર્કમાં ઓક્ટોબર પછીનો સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. આ અર્થમાં, વિશ્વના બાકીના બજારોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે. આવી જ સ્થિતિ ભારતમાં પણ જોવા મળી શકે છે.”

જાપાનને ઈમરજન્સી રિઝર્વ ખોલવા વિનંતી અમેરિકાએ જાપાનને તેલ અને ગેસની વધતી કિંમતોને ધ્યાનમાં રાખીને ઈમરજન્સી રિઝર્વ ખોલવા વિનંતી કરી છે જેથી ઝડપથી વધી રહેલી કિંમતોને કાબુમાં લઈ શકાય. અમેરિકાની આ માંગ બાદ જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદાએ સંકેત આપ્યા છે કે તેલ અને ગેસના ભંડારમાંથી સપ્લાય વધારી શકાય છે. જો ક્રૂડ ઓઈલનો પુરવઠો વધે અને જાપાન ગેસના ભંડાર ખોલે તો ભવિષ્યમાં સમગ્ર વિશ્વમાં તેની સારી અસર જોવા મળશે. જો કે, સમગ્ર વિશ્વ માટે ચિંતા છે કે કોવિડની આગામી લહેર ફરીથી તેલની માંગને અસર કરી શકે છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

કોરોના વધવાથી પરિસ્થિતિ વણસી જશે કોરોના મહામારીના કારણે જો વિશ્વના દેશોમાં લોકડાઉન થશે અને અવરજવર પર પ્રતિબંધ થશે તો તેલની માગમાં ઘટાડો થશે. માગ ઘટવાથી પુરવઠો ઘટશે અને તેના કારણે વિશ્વ બજારોમાં તેલની કૃત્રિમ અછત સર્જાઈ શકે છે. હાલ કોરોના પહેલાની સ્થિતિની જેમ જ્યારે તેલની માગ સ્થિર છે, ત્યારે કાચા તેલના ભાવ પણ સ્થિર રહેવાની સંભાવના છે.

હાલમાં જર્મની અને ઓસ્ટ્રિયામાં સંક્રમણ ઝડપથી ફેલાવાની સંભાવના છે. જેથી બંને દેશમાં લૉકડાઉન કરવાની સંભાવના છે. ઑસ્ટ્રિયાએ પણ આ મહિનાની શરૂઆતમાં ટ્રાફિક પર સંપૂર્ણ પ્રતિબંધ લાદ્યો હતો, જે પછીથી ફરીથી ખોલવામાં આવ્યો હતો. હવે ફરી લોકડાઉનની સ્થિતિ જોવા મળી રહી છે. આયર્લેન્ડ અને નેધરલેન્ડ્સમાં કર્મચારીઓને ઘરેથી કામ કરવાનું કહેવામાં આવ્યું છે.

અમેરિકાએ ઓપેકના સભ્ય દેશો સાથે કરી વાત હાલમાં જ અમેરિકાએ વિશ્વની મોટી આર્થિક મહાસત્તાઓ સાથે બેઠક યોજી હતી અને કહ્યું હતું કે તેલનો ઈમરજન્સી સપ્લાય શરૂ કરવામાં આવે જેથી અછતનો અંત લાવી શકાય. અમેરિકાએ આ માટે ઓપેકના સભ્ય દેશો સાથે પણ વાત કરી છે. જાપાન આ માટે સહમત છે. જો કે, જાપાનમાં, કુદરતી આફત આવે ત્યારે જ કટોકટી ભંડારમાંથી તેલનો પુરવઠો શરૂ કરવામાં આવે છે. હાલમાં આપત્તિની સ્થિતિ ન હોય તો પણ પુરવઠો શરૂ કરવાનું વિચાર્યું છે.

ઉપર મુજબની સ્થિતિ ઊભા થવાના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ સસ્તું થઇ શકે છે. જેની ભારતના બજારમાં પણ અસર થઇ શકે અને પેટ્રોલ-ડીઝલમાં ભાવ ઘટાડો નોંધાઇ શકે છે.

આ પણ વાંચો: ડુંગળીના પાકમાં દેશી દારૂનો ઉપયોગ કેટલો અસરકારક! જાણો આ દેશી ઉપાયથી ફાયદો થાય છે કે નુકસાન?

આ પણ વાંચો: કેવી રીતે એક નાનો અણુ એક કોષને મોટા વૃક્ષમાં ફેરવે છે ? વૈજ્ઞાનિકોએ ઉકેલ્યું છોડની વૃદ્ધિનું 50 વર્ષ જૂનું રહસ્ય

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">