પાકિસ્તાનમાં પ્રજા ત્રાહીમામ, ઘી, લોટ અને દાળ પર 30 ટકા ડિસ્કાઉન્ટ છતા 150 રૂપિયે વેચાય છે પેટ્રોલ અને ખાંડ

આ વધારો એવા સમયે કરવામાં આવ્યો છે જ્યારે ઇમરાન ખાને બુધવારે દેશના સૌથી મોટા 120 અબજ રૂપિયાના સબસિડી પેકેજની જાહેરાત કરી હતી.

પાકિસ્તાનમાં પ્રજા ત્રાહીમામ, ઘી, લોટ અને દાળ પર 30 ટકા ડિસ્કાઉન્ટ છતા 150 રૂપિયે વેચાય છે પેટ્રોલ અને ખાંડ
Imran khan

ગરીબ દેશ પાકિસ્તાન(Pakistan)માં મોંઘવારી વધતી જ જઇ રહી છે. પાકિસ્તાનમાં એક પછી એક વસ્તુઓના ભાવ(Price) વધી રહ્યા છે. તાજેતરમાં જ પાકિસ્તાન સરકાર ઇમરાન ખાને(Imran khan) પેટ્રોલ (Petrol)અને ખાંડ(Sugar)ના ભાવમાં વધારો ઝીંક્યો છે. પાકિસ્તાનમાં પેટ્રોલ અને ખાંડના ભાવ રુ. 150ની આસપાસ પહોંચી ગયા છે.

ખાંડના ભાવમાં વધારો પાકિસ્તાનની આર્થિક રાજધાની કરાચીમાં ખાંડના ભાવમાં 25 રૂપિયાનો વધારો થયો છે, ત્યારબાદ ખાંડની કિંમત હવે 140 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. અરાઈ ન્યૂઝના અહેવાલ મુજબ રિટેલ માર્કેટમાં એક કિલો ખાંડની કિંમત 145 રૂપિયાને વટાવી ગઈ છે. બીજી તરફ ઈમરાન ખાનની સરકારે પણ પેટ્રોલના ભાવમાં વધારો કર્યો છે.

લાહોરમાં ખાંડની છૂટક કિંમત હાલમાં 140 રૂપિયા પ્રતિ કિલો છે. બીજી તરફ સુગર ડીલર્સ એસોસિએશને જણાવ્યું હતું કે મિલરો દ્વારા ખાંડનો પુરવઠો સ્થગિત કરવામાં આવ્યો છે. અરાઈ ન્યૂઝે વધુમાં અહેવાલ આપ્યો છે કે જથ્થાબંધ બજારમાં ખાંડના ભાવમાં પ્રતિ કિલો રૂ. 9નો ​​વધારો થયો છે અને ગઈકાલના રૂ. 126 પ્રતિ કિલોની સરખામણીએ રૂ. 135 પ્રતિ કિલો વેચાઈ રહ્યો છે.

પેટ્રોલના ભાવમાં પણ વધારો પાકિસ્તાનમાં નાણા મંત્રાલયના નોટિફિકેશન મુજબ 8 રૂપિયાના વધારા સાથે પેટ્રોલની નવી કિંમત 145 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. એ જ રીતે, 8 રૂપિયાના વધારા પછી, હાઇ-સ્પીડ ડીઝલ (HSD) ની નવી કિંમત 142 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. પાકિસ્તાનમાં તેનો સૌથી વધુ ઉપયોગ થાય છે. નોટિફિકેશન મુજબ નવી કિંમતો આજથી લાગુ થઈ ગઈ છે.

એક તરફ રાહત આપી બીજ તરફ બોજો! પાકિસ્તાન સરકારે આ વધારો એવા સમયે કર્યો છે જ્યારે ઇમરાન ખાને બુધવારે દેશના સૌથી મોટા 120 અબજ રૂપિયાના સબસિડી પેકેજની જાહેરાત કરી હતી. આ અંતર્ગત 13 કરોડ લોકોને મદદ કરવા ઘી, લોટ અને દાળ પર 30 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું.

વિપક્ષની ટીકા નેશનલ એસેમ્બલીમાં વિપક્ષના નેતા શાહબાઝ શરીફે વડા પ્રધાન ઇમરાન ખાનની ટીકા કરી અને કહ્યું કે, દેશ ખાંડના સંકટમાંથી પસાર થઈ રહ્યો છે કારણ કે તેનો વર્તમાન સ્ટોક માત્ર 15 દિવસ વધુ ચાલશે. શરીફે કહ્યું, “કટોકટી હોવા છતાં, વડા પ્રધાન પાસે ભાષણ આપવા સિવાય કંઈ નથી. ખાંડના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. પીએમ ઈમરાન ખાનના રાહત પેકેજને નકારી કાઢતા વિપક્ષના નેતાએ કહ્યું કે, રાહત અને પીટીઆઈ બે વિરોધાભાસી વસ્તુઓ છે. દરમિયાન પીપીપી નેતા સઈદ ગનીએ કહ્યું કે ખાંડના ભાવ સતત વધી રહ્યા છે જ્યારે પેટ્રોલના ભાવમાં ચોથી વખત નિર્ધારિત સમયગાળામાં વધારો કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Surat : દિવાળી ગિફ્ટમાં નવી પહેલ : સુરતના કાપડ વેપારીઓએ 35 કર્મચારીઓને આપ્યા ઇલેક્ટ્રિક સ્કૂટર

આ પણ વાંચો: Maharashtra: મની લોન્ડરિંગ કેસમાં અનિલ દેશમુખનો પુત્ર આજે ED સમક્ષ નહીં થાય હાજર થશે, 7 દિવસનો માંગી શકે છે સમય

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati