Maharashtra: મની લોન્ડરિંગ કેસમાં અનિલ દેશમુખનો પુત્ર આજે ED સમક્ષ નહીં થાય હાજર થશે, 7 દિવસનો માંગી શકે છે સમય

ઇડીએ કોર્ટને જણાવ્યું કે તે મની લોન્ડરિંગના ગુનામાં અનિલ દેશમુખ સંડોવાયેલ છે. આ ગુનાનો સીધો ફાયદો તેમને થયો છે. 100 કરોડની વસૂલાતના આરોપ સાથે જોડાયેલા કેસોમાં મહત્વની કડી છે.

Maharashtra: મની લોન્ડરિંગ કેસમાં અનિલ દેશમુખનો પુત્ર આજે ED સમક્ષ નહીં  થાય હાજર થશે, 7 દિવસનો  માંગી શકે છે સમય
File photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 05, 2021 | 1:23 PM

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખના ( Anil Deshmukh) પુત્ર હૃષિકેશ દેશમુખને ઈડીએ (ED) શુક્રવારે મની લોન્ડરિંગ કેસમાં (money laundering case) પૂછપરછ માટે તેમની ઓફિસમાં બોલાવ્યા હતા, પરંતુ હૃષિકેશ દેશમુખ આજે ઈડી સમક્ષ હાજર થઈ શકશે નહીં. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ઋષિકેશ ED પાસે 7 દિવસનો સમય માંગી શકે છે. વાસ્તવમાં EDએ દેશમુખના પુત્રને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા હતા. મની લોન્ડરિંગ કેસ સંબંધિત તેમની પૂછપરછ અને જવાબ આપવાનો હતો.

તે જ સમયે, મની લોન્ડરિંગ કેસમાં મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખની ધરપકડ પછી EDએ ગુરુવારે મુંબઈની સરકારી જેજે હોસ્પિટલમાં તેમનું સ્વાસ્થ્ય તપાસ કરાવી હતી. હેલ્થ ચેકઅપ રિપોર્ટ મુજબ દેશમુખની તબિયત ઠીક છે. સોમવારે મોડી રાત્રે ED દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી.

મની લોન્ડરિંગ કેસમાં તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. NCP નેતા દેશમુખને ગુરુવારે ED ઓફિસમાંથી લગભગ 12 વાગ્યે દક્ષિણ મુંબઈની જેજે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. બપોરે 12.30 થી 1.30 વાગ્યા સુધી તેમની તપાસ કરવામાં આવી હતી. આ પછી તેને ફરીથી EDની ઓફિસમાં લઈ જવામાં આવ્યા હતા.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

ED દ્વારા અનેક સમન્સ મોકલવામાં આવ્યા બાદ પણ પૂર્વ મંત્રી તપાસ એજન્સી સમક્ષ પૂછપરછ માટે હાજર રહ્યા ન હતા. ગયા અઠવાડિયે બોમ્બે હાઈકોર્ટે આ સમન્સ રદ કરવાનો ઇનકાર કર્યા પછી દેશમુખે સોમવારે તપાસ એજન્સી સમક્ષ હાજર થવું પડ્યું હતું. આ દરમિયાન લગભગ 12 કલાક સુધી પૂછપરછ અને જવાબ આપ્યા બાદ ED દ્વારા દેશમુખની ધરપકડ કરવામાં આવી હતી. આ પછી, તેને મંગળવારે વિશેષ અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાંથી તેને 6 નવેમ્બર સુધી ED રિમાન્ડ પર સોંપવામાં આવ્યા હતા.

ઇડીએ કોર્ટને જણાવ્યું કે તે મની લોન્ડરિંગના ગુનામાં સીધો સંડોવાયેલો છે. આ ગુનાનો સીધો ફાયદો તેમને થયો છે. 100 કરોડની વસૂલાતના આરોપ સાથે જોડાયેલા કેસોમાં એનસીપી નેતા મહત્વની કડી છે. આમાં વિદેશી એંગલની પણ શક્યતા નકારી શકાય તેમ નથી. મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ દ્વારા લગાવવામાં આવેલા 100 કરોડ રૂપિયાની ખંડણીના આરોપોને પગલે EDએ દેશમુખ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો.

આ પણ વાંચો : શું સિદ્ધાર્થ શુકલાનું શહનાઝ ગિલ સાથે થઇ ગયું હતું બ્રેકઅપ ? એક્ટ્રેસે જણાવી સચ્ચાઈ

આ પણ વાંચો : PM Modi Kedarnath: PM મોદીએ કર્યો અયોધ્યા, કાશી અને મથુરાનો ઉલ્લેખ, કહ્યું- સદીઓ પછી હવે પાછુ મળી રહ્યુ છે ગૌરવ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">