નેપાળમાં પેસેન્જર પ્લેન ગુમ, વિમાનમાં 4 ભારતીયો, 3 જાપાની સહિત 22 મુસાફરો સવાર : અહેવાલ

નેપાળમાં પેસેન્જર પ્લેન ગુમ, વિમાનમાં 4 ભારતીયો, 3 જાપાની સહિત 22 મુસાફરો સવાર : અહેવાલ
નેપાળમાં પેસેન્જર પ્લેન ગુમ
Image Credit source: taraair.com

નેપાળમાં (Nepal) એક નાનું પેસેન્જર પ્લેન જેમાં 22 લોકો સવાર હતા, જેમાં ચાર ભારતીયોનો સમાવેશ થાય છે, તેનો એર ટ્રાફિક કંટ્રોલ સાથે સંપર્ક તૂટી ગયો છે,

TV9 GUJARATI

| Edited By: Utpal Patel

May 29, 2022 | 1:00 PM

નેપાળમાં (Nepal) એક નાનું પેસેન્જર પ્લેન (PLAN) જેમાં 22 લોકો સવાર હતા, જેમાં ચાર ભારતીયોનો સમાવેશ થાય છે, તેનો એર ટ્રાફિક કંટ્રોલ સાથે સંપર્ક તૂટી ગયો છે, સમાચાર એજન્સી ANIએ અધિકારીઓને ટાંકીને અહેવાલ આપ્યો છે.

તાજા અહેવાલો અનુસાર, તારા એર 9 NAET ટ્વીન-એન્જિન એરક્રાફ્ટ પોખરાથી જોમસોમ જઈ રહ્યું હતું ત્યારે તે ગુમ થયું હતું. મુખ્ય જિલ્લા અધિકારી નેત્ર પ્રસાદ શર્માએ એએનઆઈને જણાવ્યું હતું કે, “વિમાનને મુસ્તાંગ જિલ્લામાં જોમસોમના આકાશમાં જોવામાં આવ્યું હતું અને પછી તે માઉન્ટ ધૌલાગિરી તરફ વળ્યું હતું, ત્યારબાદ તે સંપર્કમાં આવ્યું ન હતું,” મુખ્ય જિલ્લા અધિકારી નેત્ર પ્રસાદ શર્માએ ANIને જણાવ્યું હતું.

આ વિમાનમાં 4 ભારતીય અને 3 જાપાની નાગરિકો હતા. બાકીના નેપાળી નાગરિકો હતા અને વિમાનમાં ક્રૂ સહિત 22 મુસાફરો હતા, તેવો સ્ટેટ ટેલિવિઝનનો અહેવાલ જણાવે છે. એરપોર્ટ અધિકારીએ જણાવ્યું કે પ્લેન પોખરાથી જોમસોમ માટે સવારે 9:55 વાગ્યે ઉડાન ભરી હતી.

ગૃહ મંત્રાલયના પ્રવક્તા ફદિન્દ્ર મણિ પોખરેલે જણાવ્યું હતું કે મંત્રાલયે ગુમ થયેલા વિમાનને શોધવા માટે મુસ્તાંગ અને પોખરાથી બે ખાનગી હેલિકોપ્ટર તૈનાત કર્યા છે. શોધ માટે નેપાળ આર્મીના હેલિકોપ્ટરને પણ તૈનાત કરવાની તૈયારી કરવામાં આવી રહી છે.

છેલ્લે જોમસોમ ઉપર આકાશમાં જોવા મળ્યું હતું

મુખ્ય જિલ્લા અધિકારી નેત્ર પ્રસાદ શર્માએ જણાવ્યું હતું કે, “વિમાનને મુસ્તાંગ જિલ્લાના જોમસોમના આકાશમાં જોવામાં આવ્યું હતું અને પછી ધૌલાગિરી પર્વત તરફ વાળવામાં આવ્યું હતું, ત્યારબાદ તેનો સંપર્ક થયો ન હતો.” તે જ સમયે, તારા એરના પ્રવક્તા સુદર્શન બરતૌલાએ કહ્યું કે કેપ્ટન પ્રભાકર પ્રસાદ ઘિમીરે, કો-પાઈલટ ઉત્સવ પોખરેલ અને એર હોસ્ટેસ કિસ્મી થાપા ફ્લાઈટમાં સવાર હતા.

વિમાનની શોધ માટે બે હેલિકોપ્ટર રવાના થયા છે

એરક્રાફ્ટના ત્રણ પાઈલટના નામ કેપ્ટન પ્રભાકર ઘીમીરે, ફ્લાઈટ એટેન્ડન્ટ કિસ્મત થાપા અને ઉત્સવ પોખરેલ છે. શોધ માટે નેપાળ આર્મીના હેલિકોપ્ટરને પણ તૈનાત કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. તે જ સમયે નેપાળી સેનાના પ્રવક્તા નારાયણ સિલવાલે કહ્યું કે નેપાળી સેનાનું એક Mi-17 હેલિકોપ્ટર મસ્તાંગ માટે રવાના થયું છે. આ હેલિકોપ્ટર ગુમ થયેલા વિમાનની શોધ કરશે.

નેપાળ, વિશ્વના સૌથી ઊંચા પર્વતનું ઘર છે, તેના વ્યાપક સ્થાનિક હવાઈ નેટવર્ક પર અકસ્માતોનો રેકોર્ડ ધરાવે છે, જેમાં પરિવર્તનશીલ હવામાન અને મુશ્કેલ પર્વતીય સ્થળોએ એરસ્ટ્રીપ્સ છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati