AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Paris Olympics: ભારતીય મહિલા 4×400 મીટર રિલે ટીમે પેરિસ ઓલિમ્પિકની ટિકિટ મેળવી

ભારતીય મહિલા 4x400 મીટર રિલે ટીમે સોમવારના રોજ વિશ્વ એથલેટિક્સ રિલેમાં બીજા રાઉન્ડની હીટમાં બીજા સ્થાન પર રહ્યા બાદ પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાય કર્યું છે.

Paris Olympics: ભારતીય મહિલા 4x400 મીટર રિલે ટીમે પેરિસ ઓલિમ્પિકની ટિકિટ મેળવી
Follow Us:
| Updated on: May 06, 2024 | 12:19 PM

ભારતીય મહિલા 4×400 મીટર રિલે ટીમે સોમવારના રોજ વિશ્વ એથલેટિક્સ રિલેમાં બીજા રાઉન્ડની હીટમાં બીજા સ્થાન પર રહ્યા બાદ પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાય કર્યું છે. આ સાથે ભારતીય પુરુષની 4×400 મીટર રિલે ટીમે પણ નાસાઉ, બહામાસમાં વિશ્વ એથલેટિક્સ રિલેમાં બીજા રાઉન્ડની હીટ રેસ દરમિયાન પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાય કર્યું છે.

રુપલ ચૌધરી, એમ આર પૂવમ્મા, જ્યોતિકા શ્રી દાંડી અને સુભા વેંકટેશને 3 મિનિટ અને 29.35 સેકન્ડનો સમય લઈ હીટ નંબર એકમાં જમૈકા (3:28.54) બાદ બીજું સ્થાન મેળવ્યું છે. આ પહેલા ભારતીય ટીમ રવિવારના રોજ પહેલા રાઉન્ડની ક્વોલિફાય હીટમાં 3 મિનિટ અને 29.74 સેકન્ડના સમય સાથે પાંચમા સ્થાને રહી હતી.

Yoga Day : કસરત કરવાની નથી ગમતી ? બેઠા-બેઠા કરો આ યોગ મુદ્રાઓ
આજનું રાશિફળ તારીખ : 21-06-2025
યોગ કરતા પહેલા અને પછી આ વસ્તુઓ ખાઓ, થશે બેવડો ફાયદો
ફેશનમાં પરફેક્શન લાવવા તમારા ડ્રેસ સાથે ટ્રાય કરો આ નેઈલ આર્ટ- જુઓ લેટેસ્ટ ટ્રેન્ડ્સ
પાઇલટ બનવા માટે કેટલો ખર્ચ થાય છે, કયો કોર્ષ કરવો પડે ? જાણો
જેન્ડર ડિસફોરિયા શું છે ? શું તેની સારવાર શક્ય છે ?

બીજા સ્થાન પર પુરુષની ટીમ રહી

મોહમ્મદ અનસ યાહિયા, મોહમ્મદ અજમલ, આરોકિયા રાજીવ અને અમોજા જૈકબની પુરુષ ટીમે 3 મિનિટ 3.23 સેકન્ડની સાથે પોતાની હીટમાં અમેરિકા (2:59.95) બાદ બીજા સ્થાન પર ફિનિશ કર્યું હતુ. બીજા રાઉન્ડમાં 3 હીટમાં ટોપ પર રહેનારી ટીમ પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરશે. પેરિસ ઓલિમ્પિકનું આયોજન આ વર્ષ 26 જુલાઈ થી 11 ઓગસ્ટ સુધી કરવામાં આવ્યું છે.

અત્યાર સુધી 19 ટ્રૈક એન્ડ ફીલ્ડ એથલીટ કરી ચૂક્યા છે ક્વોલિફાય

પુરુષની ટીમ ક્વોલિફાય હીટ પહેલા રાઉન્ડમાં સમાપ્ત કરવામાં અસફળ રહી હતી કારણ કે, સેકન્ડ લેગ રનર રાજેશ રમેશને ક્રૈપ્સના કારણે બહાર થવું પડ્યું હતુ. આ કોટાની સાથે ભારતે પેરિસ ઓલિમ્પિકમાં 19 ટ્રૈક એન્ડ ફીલ્ડ એથલીટ થઈ ગઈ છે. જેમાં ટોક્યો ઓલિમ્પિકની ગોલ્ડ મેડલ વિજેતા ભાલા ફેંક એથલિટ નીરજ ચોપરા પણ સામેલ છે. પેરિસ ઓલિમ્પિકમાં એથલેટિક્સ ઈવેન્ટ 1 ઓગસ્ટથી શરુ થશે.

આ પણ વાંચો : IPL 2024: KKR vs LSG વચ્ચેની મેચમાં લખનૌને મળી કારમી હાર, પોઈન્ટ ટેબલમાં કિંગ ખાનની ટીમને મળ્યું પ્રથમ સ્થાન

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">