Israel Gaza Attack Breaking : ઇઝરાયલની ચેતવણી -‘હમાસે યુદ્ધ શરૂ કર્યું, અમે ખતમ કરીશું’,કાઉન્ટર ઓપરેશન શરૂ કર્યું, જુઓ video
ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે ભીષણ યુદ્ધ ફાટી નીકળ્યું છે. સૌ પ્રથમ શનિવારે સવારે પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથ હમાસે ગાઝાથી ઈઝરાયેલ પર હુમલો કર્યો અને આડેધડ રોકેટ ફાયર કરીને સનસનાટી મચાવી દીધી. તે પછી હમાસ જૂથના આતંકવાદીઓ ઈઝરાયેલમાં ઘૂસી ગયા અને રક્તપાત શરૂ કર્યો. જવાબમાં ઇઝરાયેલે ચાર્જ સંભાળ્યો અને યુદ્ધની જાહેરાત કરી. ઈઝરાયેલે હવે ગાઝા પર ઝડપી બોમ્બમારો શરૂ કર્યો છે.
ઈઝરાયેલ પેલેસ્ટાઈન વચ્ચે ભીષણ યુદ્ધ ફાટી નીકળ્યું છે. સૌ પ્રથમ શનિવારે સવારે પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથ હમાસે ગાઝાથી ઈઝરાયેલ પર હુમલો કર્યો અને આડેધડ રોકેટ ફાયર કરીને સનસનાટી મચાવી દીધી. તે પછી હમાસ જૂથના આતંકવાદીઓ ઈઝરાયેલમાં ઘૂસી ગયા અને રક્તપાત શરૂ કર્યો. જવાબમાં ઇઝરાયેલે ચાર્જ સંભાળ્યો અને યુદ્ધની જાહેરાત કરી. ઈઝરાયેલે હવે ગાઝા પર ઝડપી બોમ્બમારો શરૂ કર્યો છે.
આ હુમલામાં 44 લોકોના મોત થયા છે. તે જ સમયે, ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહૂએ આ હુમલાને યુદ્ધ ગણાવ્યું છે. તેમણે કહ્યું કે હમાસના આતંકવાદીઓએ ઈઝરાયેલ પર હુમલો કર્યો છે. અમે યુદ્ધ માટે તૈયાર છીએ અને તેમને તેની ભારે કિંમત ચૂકવવી પડશે. તમને જણાવી દઈએ કે હમાસ આતંકવાદીઓના આ હુમલાને લઈને ભારત સરકારે પોતાના નાગરિકો માટે એડવાઈઝરી પણ જાહેર કરી છે.
ફાઈટર જેટને યુદ્ધના મેદાનમાં ઉતાર્યા છે
ઈઝરાયેલે પેલેસ્ટાઈનને પાઠ ભણાવવા માટે પોતાના ફાઈટર જેટને યુદ્ધના મેદાનમાં ઉતાર્યા છે. ઈઝરાયેલની સેનાએ ગાઝા પટ્ટીમાં હમાસ વિરુદ્ધ ‘ઓપરેશન આયર્ન સ્વોર્ડ્સ’ શરૂ કર્યું છે. ગાઝા પર હવાઈ હુમલા શરૂ થઈ ગયા છે. ઈઝરાયેલની વાયુસેનાના ડઝનબંધ ફાઈટર પ્લેન ગાઝા પટ્ટીમાં ઘણી જગ્યાએ આતંકી સંગઠન હમાસના ઠેકાણાઓ પર હુમલો કરી રહ્યા છે. આ વિસ્તાર બોમ્બથી ભરાઈ ગયો છે.
ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુએ મોટું નિવેદન આપ્યું
આ દરમિયાન ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુએ મોટું નિવેદન આપ્યું છે. તેણે સ્પષ્ટ કહ્યું કે અમે યુદ્ધમાં ઉતર્યા છીએ. આ કોઈ ઓપરેશન નથી. હમાસે ઈઝરાયેલ અને તેના નાગરિકો પર ઘાતક હુમલો કર્યો છે. મેં પહેલા ઘૂસણખોરી કરનારા આતંકવાદીઓની વસાહતો ખાલી કરવાનો આદેશ આપ્યો છે. આ સિવાય મોટા પાયે હથિયારો એકત્ર કરવા માટે કહેવામાં આવ્યું છે. દુશ્મનને એવી કિંમત ચૂકવવી પડશે કે તેણે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય.
હમાસે ગાઝા પટ્ટીથી શ્રેણીબદ્ધ રોકેટ હુમલા કર્યા હતા
તમને જણાવી દઈએ કે શનિવારે સવારે પેલેસ્ટિનિયન હથિયાર જૂથ હમાસે ગાઝા પટ્ટીથી શ્રેણીબદ્ધ રોકેટ હુમલા કર્યા હતા. આ હુમલા ઈઝરાયેલ પર કરવામાં આવ્યા હતા. હમાસે હુમલાની જવાબદારી સ્વીકારી છે અને તેને ઈઝરાયેલ વિરુદ્ધ લશ્કરી કાર્યવાહી ગણાવી છે. હમાસે લગભગ 20 મિનિટમાં ગાઝા પટ્ટી પરથી 5,000 રોકેટ છોડ્યા હતા. એટલું જ નહીં, તેઓએ ઈઝરાયેલમાં ઘૂસણખોરી કરી અને કેટલાક સૈન્ય વાહનોને કબજે કર્યા. આ સિવાય પાંચ ઈઝરાયેલ સૈનિકોનું અપહરણ કરવામાં આવ્યું છે. હુમલામાં લગભગ 5 લોકોના મોત થયા છે અને 100થી વધુ લોકો ઘાયલ થયા છે. જેના જવાબમાં ઈઝરાયેલે પણ ચાર્જ સંભાળી લીધો છે.
Hamas terrorists’ attack on Israel | “We are at war,” tweets #Israel PM Benjamin Netanyahu #TV9News pic.twitter.com/5Z9PAdsJNS
— Tv9 Gujarati (@tv9gujarati) October 7, 2023
ભારતે પોતાના નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરી
ભારત સરકારે ઈઝરાયેલમાં હાજર ભારતીય નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરી છે. સરકારે ભારતીય નોગરીકોને દરેક પરિસ્થિતિ પર નજર રાખવા અને એલર્ટ રહેવા માટે કહ્યું છે. સ્થાનિક અધિકારીઓના સૂચનોનું પાલન કરો, બિન-જરૂરી કામ માટે બહાર ન જશો અને સલામતી આશ્રયસ્થાનોની નજીક રહો. ભારતીય નાગરિકોને ઈઝરાયેલ હોમ ફ્રન્ટ કમાન્ડની વેબસાઈટ જોવા માટે કહેવામાં આવ્યું છે. કટોકટીના કિસ્સામાં, તમને તેલ અવીવમાં ભારતીય દૂતાવાસનો સંપર્ક કરવા કહેવામાં આવ્યું છે. એમ્બેસી હેલ્પલાઈન નંબર +97235226748 છે અને ઈમેલ આઈડી consl.telaviv@mea.gov.in છે.