ચીનની ધમકીથી ડરી ગયું પાકિસ્તાન ! કરાચી બ્લાસ્ટ બાદ પાકિસ્તાન-ચીનના સંબધો વણસવાના એંધાણ
પાકિસ્તાનની (Pakistan) કરાચી યુનિવર્સિટીમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં ત્રણ ચીની નાગરિકોના મોત થયા છે. આ ઘટના બાદ ચીને પાકિઆતંકવાદ વિરુદ્ધ પગલાં ભરવાની પાકિસ્તાન સામે માગણી કરી છે.
પાકિસ્તાનની કરાચી યુનિવર્સિટી બ્લાસ્ટમાં (Karachi University Blast) મંગળવારે એક મહિલાએ પોતાની જાતને પણ હોમી દીધી હતી. આ બ્લાસ્ટમાં ત્રણ ચીની નાગરિકો સહિત ચાર લોકોના મોત (Chinese Killed in Karachi Blast) થયા છે. ઉલ્લેખનીય છે કે, બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA) એ આ હુમલાની જવાબદારી લીધી છે. તેની મહિલા આત્મઘાતી બોમ્બરે ચાઈનીઝ વાન પાસે આ બોમ્બ વિસ્ફોટ કર્યો હતો. આ ઘટના બાદથી ચીન-પાકિસ્તાનના સંબંધો(China Pakistan Relation) ફરી એકવાર ચોકઠા પર આવી ગયા છે. પાકિસ્તાનને (Pakistan) ઉશ્કેરતા ચીને તેને આતંકવાદ વિરુદ્ધ પગલાં ભરવા કહ્યું છે, ત્યારથી પાકિસ્તાન આર્મી પર ઘણું દબાણ છે.
મળતી માહિતી મુજબ, પાકિસ્તાની સેના બલૂચિસ્તાનમાં BLA વિરુદ્ધ ઓપરેશન શરૂ કરવાની તૈયારી કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અહીં તેમની સેના અને એરફોર્સ જમીન અને હવાઈ હુમલા કરશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાની સેના ઓપરેશન જરબ-એ-અઝબની તર્જ પર BLA વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી શરૂ કરી શકે છે.
ચીની ભાષા કેન્દ્ર નજીક વિસ્ફોટ
ચીને બુધવારે પાકિસ્તાનને વિનંતી કરી કે તે તેના પ્રોજેક્ટ્સ અને કર્મચારીઓ પર આતંકવાદી હુમલાઓ(Terrorist attacks) સામે તાત્કાલિક પગલાં લે.તમને જણાવવુ રહ્યું કે, યુનિવર્સિટીમાં ચાઈનીઝ લેંગ્વેજ સેન્ટર પાસે આ બ્લાસ્ટ થયો હતો. ચીનના સરકારી સંચાલિત ગ્લોબલ ટાઈમ્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમે પાકિસ્તાની પક્ષને પાકિસ્તાનમાં ચીની સંસ્થાઓ, પ્રોજેક્ટ્સ અને કર્મચારીઓની સુરક્ષા માટે વધુ કરવા અને ચીની લોકોને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહેલા સંગઠનોને સમજાવવા માટે હાકલ કરીએ છીએ.”
ચીને આંતકવાદીને પકડવાની માંગ કરી
રાજ્ય સમાચાર એજન્સી સિન્હુઆએ પ્રવક્તાના હવાલાથી જણાવ્યું હતું કે ચીને આ હુમલાની સખત નિંદા કરી હતી અને માર્યા ગયેલા લોકોને લઈને સંવેદના વ્યક્ત કરી હતી, તેમજ ઈજાગ્રસ્તો અને પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચીનના સહાયક વિદેશ મંત્રી વુ જિયાંગોએ તરત જ ચીનમાં પાકિસ્તાની રાજદૂતને બોલાવીને આ હુમલા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આ દરમિયાન વુએ કહ્યું કે પાકિસ્તાની પક્ષે તાત્કાલિક ઘટનાની સંપૂર્ણ તપાસ કરવી જોઈએ અને સાથે તેણે પાકિસ્તાનમાં ચીની નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માંગ કરી છે.
આ પણ વાંચોઃ
દલાઈ લામાએ ‘પંચેન લામા’ તરીકે પસંદ કરેલ છોકરો 1995થી ગાયબ, હવે વર્ષો બાદ ડ્રેગને કર્યો મોટો ખુલાસો
આ પણ વાંચોઃ