Blast In Pakistan : પાકિસ્તાનની કરાચી યુનિવર્સિટીમાં વિસ્ફોટ, 4 ચીની નાગરિકોના મોત, ત્રણ ઘાયલ
પાકિસ્તાનમાં કરાંચી યુનિવર્સિટી પાસે વિસ્ફોટ થયો
Blast In Pakistan :પાકિસ્તાનની કરાચી યુનિવર્સિટી (Karachi University)માં વિસ્ફોટ થયો છે.પાકિસ્તાનની કરાચી યુનિવર્સિટી બ્લાસ્ટ(Karachi University Blast)માં એક કારમાં વિસ્ફોટ થયો છે. આ અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે, જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ વિસ્ફોટમાં માર્યા ગયેલા ચારેય લોકો ચીનના નાગરિક છે. આ વિસ્ફોટ યુનિવર્સિટીના કન્ફ્યુશિયસ ઈન્સ્ટિટ્યૂટ પાસે થયો હતો. વિસ્ફોટ (Blast) સમયે કારમાં ચાર લોકો હતા, જેમાં ચાઈનીઝ શિક્ષક અને ડ્રાઈવરનો સમાવેશ થાય છે. બ્લાસ્ટ બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. જણાવવામાં આવ્યું છે કે, આ કાર ચીનની સંસ્થાની છે. હાલમાં, સુરક્ષા દળો કેમ્પસમાં હાજર છે.
Baloch Liberation Army (BLA) takes responsibility for the Karachi University Attack. See the video of suicide attacker. #Karachi#KarachiBlast#Pakistan#KarachiUniversityBlast pic.twitter.com/tH5yxN0fxt
— Anwar Ansari (@Anwar2398Ansari) April 26, 2022
મૃતકોમાં બે મહિલા અને એક પુરુષનો સમાવેશ
પ્રાથમિક માહિતી અનુસાર, વિસ્ફોટમાં ઘાયલ ત્રણ લોકોમાં એક વિદેશી નાગરિક, એક રેન્જર અધિકારી અને એક સુરક્ષા ગાર્ડનો સમાવેશ થાય છે. તેઓને સારવાર માટે હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે. મૃતકોમાં બે મહિલા અને એક પુરુષનો સમાવેશ થાય છે. સ્થાનિક સમય અનુસાર 1.52 કલાકે કન્ફ્યુશિયસ ઈન્સ્ટિટ્યૂટ પાસે એક કારમાં વિસ્ફોટ થયો હતો. કન્ફ્યુશિયસ સંસ્થા એ કરાચી યુનિવર્સિટીમાં ચીની ભાષા શીખવવાનું કેન્દ્ર છે. બ્લાસ્ટની જાણ થતાં જ બચાવ દળ અને સુરક્ષાકર્મીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. હાલમાં આ વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને લોકોને અહીંથી દૂર રહેવા માટે કહેવામાં આવ્યું છે.
આતંકવાદી હુમલાની તપાસ
જિયો ન્યૂઝે પોલીસ સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે બ્લાસ્ટ સમયે કારમાં સાતથી આઠ લોકો હતા. પ્રાથમિક રિપોર્ટમાં કહેવાયું છે કે બ્લાસ્ટ ગેસ સિલિન્ડરને કારણે થયો હતો. જોકે, હજુ સુધી પોલીસ તરફથી બ્લાસ્ટ પાછળનું સાચું કારણ વિશે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. સૂત્રોએ વધુમાં જણાવ્યું કે, પીડિતો ઈન્સ્ટિટ્યૂટ ઑફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (IBA)માંથી કન્ફ્યુશિયસ ઈન્સ્ટિટ્યૂટમાં પરત ફરી રહ્યા હતા. કરાચીના ઈસ્ટર્ન ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (ડીઆઈજી) મુકદ્દાસ હૈદરે પત્રકારોને જણાવ્યું કે અત્યારે કંઈ કહી શકાય તેમ નથી. દરમિયાન, ગુલશનના પોલીસ અધિક્ષક (SP) એ કહ્યું કે વિસ્ફોટ આતંકવાદી હુમલો હતો કે માત્ર એક અકસ્માત હતો તે અંગે તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો :
Jammu Kashmir: બારામુલામાં સુરક્ષા દળોને મોટી સફળતા, જૈશ-એ-મોહમ્મદના બે આતંકવાદીઓની બંદૂક અને ગ્રેનેડ સાથે ધરપકડ