VIDEO : પાકિસ્તાનમાં સત્તા પરિવર્તન બાદ અશાંતિ, PTI-PPPના કાર્યકરોની મારપીટનો વીડિયો વાયરલ

પાકિસ્તાનમાં (Pakistan) PPP અને PTI કાર્યકર્તાઓ વચ્ચેની લડાઈનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ એકબીજા પર ભોજન અને પ્લેટ ફેંકતા જોવા મળે છે.

VIDEO : પાકિસ્તાનમાં સત્તા પરિવર્તન બાદ અશાંતિ, PTI-PPPના કાર્યકરોની મારપીટનો વીડિયો વાયરલ
File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 13, 2022 | 9:08 AM

પાકિસ્તાનમાં (Pakistan)  સત્તા પરિવર્તન બાદ પણ સ્થિતિ સામાન્ય થઈ નથી. તાજેતરમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (Pakistan Tehreek-i-Insaf) અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના (Pakistan Peoples Party) કાર્યકર્તાઓ એકબીજા સાથે લડતા જોવા મળે છે. અસંતુષ્ટ પીટીઆઈ નેતા નૂર આલમ ખાનને પક્ષ બદલવા માટે પીપીપી કાર્યકર દ્વારા બોલાવવામાં આવ્યા હતા, જેનાથી તેઓ ખૂબ નારાજ થયા હતા. ઈસ્લામાબાદની એક હોટલમાં બંને વચ્ચે બોલાચાલી થઈ હતી જે બાદમાં લડાઈમાં ફેરવાઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, ઇમરાનના (Imran Khan) ઘણા સાથી પક્ષો વિપક્ષમાં સામેલ થયા હતા.

લડાઈનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

અહેવાલો અનુસાર, પીપીપી નેતાઓ મુસ્તફા નવાઝ ખોખર, નદીમ અફઝલ ખાન અને ફૈઝલ કરીમ હોટલમાં ઈફ્તાર પાર્ટી માટે કુંડી આવ્યા હતા. જ્યાં પીટીઆઈ કાર્યકરો પણ હાજર હતા. વીડિયોમાં એક વૃદ્ધ વ્યક્તિને બોટલ ફેંકીને માર મારવામાં આવે છે, ત્યારબાદ તેને ધક્કો મારે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો શેર થઈ રહ્યો છે. આ દર્શાવે છે કે પાકિસ્તાનમાં એક પક્ષના લોકો બીજા પક્ષના લોકો માટે કેટલું સન્માન ધરાવે છે. ટ્વિટર પર પણ એક પ્રકારની ચર્ચા છેડાઈ છે. કેટલાક પીટીઆઈ કાર્યકરને યોગ્ય ઠેરવી રહ્યા છે તો કેટલાક પીપીપી કાર્યકરનુ સમર્થન કરતા જોવા મળી રહ્યા છે.

Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો

જુઓ વીડિયો

પાકિસ્તાનમાં સત્તા પરિવર્તન

આ ઘટના એવા સમયે બની છે જ્યારે પાકિસ્તાનમાં તાજેતરમાં સત્તા પરિવર્તન થયું છે. શાહબાઝ શરીફની આગેવાની હેઠળની નવી સરકાર સામે વિરોધ કરવા માટે સેંકડો પીટીઆઈ કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા હતા,જ્યારે બીજી બાજુ પીપીટીના કાર્યકરો અવિશ્વાસ પ્રસ્તાવમાં વિજયની ઉજવણી કરે છે. પીટીઆઈના લોકોએ સોમવારે પણ સિંધના ઘણા શહેરોમાં વિરોધ પ્રદર્શન કર્યું હતુ.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો : Pakistan: ભારતમાં શાંતિ ભંગ કરવા માટે પાકિસ્તાને શરૂ કર્યું દુષ્પ્રચાર અભિયાન, ટ્વીટર દ્વારા ફેલાઈ રહી છે માહિતી

આ પણ વાંચો : Russia Ukraine War: યુદ્ધ વચ્ચે પુતિનનું મોટું નિવેદન, જ્યાં સુધી હેતુ પૂરો નહીં થાય ત્યાં સુધી યુક્રેનમાં સૈન્ય કાર્યવાહી ચાલુ રહેશે

g clip-path="url(#clip0_868_265)">