Bushra Bibi: ઈમરાન ખાનનું ઘર ફરી યુદ્ધનું મેદાન બનશે! હવે બુશરા બીબીની પણ થઈ શકે છે ધરપકડ

Imran Khan-Bushra Bibi: ઈમરાન ખાનની ધરપકડના થોડા દિવસો પછી હવે તેની પત્ની બુશરા બીબીની પણ ધરપકડ થઈ શકે છે. ઈમરાન ખાનની પત્ની લાહોરના જમાન પાર્ક ખાતે આવેલા ઘરમાં રહે છે. બુશરા અલ કાદિર ટ્રસ્ટની પણ માલિક છે. આ કેસમાં ઈમરાનની ધરપકડ કરવામાં આવી છે.

Bushra Bibi: ઈમરાન ખાનનું ઘર ફરી યુદ્ધનું મેદાન બનશે! હવે બુશરા બીબીની પણ થઈ શકે છે ધરપકડ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 11, 2023 | 6:26 PM

Bushra Bibi: પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પત્ની બુશરા બીબી પર પણ ધરપકડની તલવાર લટકી રહી છે. બુશરાની ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે. હાલમાં તે લાહોરના જમાન પાર્ક સ્થિત તેના ઘરે હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. અહીં એકવાર હિંસા પણ થઈ ચૂકી છે. ઈમરાન ખાનનું ઘર યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગયું છે. ત્યારબાદ અહીં પીટીઆઈ કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે હિંસક અથડામણ જોવા મળ્યુ હતું. હવે એવું જાણવામાં આવી રહ્યું છે કે જમન પાર્ક ફરી એકવાર યુદ્ધના મેદાનમાં ફેરવાઈ શકે છે.

પાકિસ્તાન નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યુરોએ 9 મેના રોજ ઈમરાન ખાનની ધરપકડ કરી હતી. જેમાં ઈમરાન ખાન પર આરોપ છે કે તેણે 50 કરોડથી વધુની જમીન અલ-કાદિર ટ્રસ્ટને આપી હતી. ઈમરાન ખાન, બુશરા બીબી સહિત અન્ય લોકો પણ આ ટ્રસ્ટમાં માલિકી હક્ક ધરાવે છે. માનવામાં આવી રહ્યું છે કે આ કેસમાં બુશરાની ધરપકડ થવાની શક્યતા છે.

આ પણ વાંચો: Pakistan Crisis: કોરમાથી લઈને સલાડ સુધી બધું લૂંટી ગયા ઈમરાન ખાનના સમર્થકો, વીડિયો જોઈને તમે પણ કહેશો કે ગજબ છે આ પાકિસ્તાનીઓ !

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

આ દરમિયાન જમન પાર્કમાં ઈમરાનના સમર્થકો એકઠા થયા છે. જો પોલીસ કે પેરા મિલિટ્રી બુશરાની ધરપકડ કરવા આવે તો અહીં હિંસા થવાની જ છે. અત્યાર સુધીમાં ઈમરાન ખાનના 1400 સમર્થકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. મૃત્યુઆંકનો ચોક્કસ આંકડો આપવો મુશ્કેલ છે.

ઈમરાન ખાનની ધરપકડ સુપ્રીમ કોર્ટે ગેરકાયદેસર ગણાવી

પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ બાદથી પાડોશી દેશ પાકિસ્તાન સળગી રહ્યો છે. ચારે બાજુ અરાજકતા છે. હવે ઈમરાન ખાનની ધરપકડ પર પાકિસ્તાની સેનાને મોટો ઝટકો લાગ્યો છે. આજે આ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે ઈમરાન ખાનની ધરપકડ ગેરકાયદેસર છે. કોર્ટે કહ્યું કે ઈમરાનની ધરપકડ કરતા પહેલા નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યુરો (NAB)એ હાઈકોર્ટના રજિસ્ટ્રાર પાસેથી પરવાનગી લેવી જોઈતી હતી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

આંતરરાષ્ટ્રીય સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">