Pakistan News: ત્રીજા લગ્નને લઈ ઈમરાન ખાનની મુશ્કેલીમાં વધારો, કોર્ટે 25 સપ્ટેમ્બરે હાજર થવાનો આપ્યો આદેશ
આરોપ અનુસાર ઈમરાન ખાનને તેની પત્ની બુશરા બીબી સાથે બિન-ઈસ્લામિક રીતે લગ્ન કર્યા હતા, જે પાકિસ્તાનમાં ગુનાહિત શ્રેણીમાં આવે છે. સિવિલ જજ કુદરતુલ્લા દ્વારા એટોક જેલના સુપરિન્ટેન્ડેન્ટને આપવામાં આવેલા આદેશ અનુસાર ઈસ્લામાબાદ હાઈકોર્ટે તેમને 25 સપ્ટેમ્બરે હાજર થવાનો આદેશ આપ્યો છે.

પાકિસ્તાનની (Pakistan) એક અદાલતે પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને (Imran Khan) તેમના કથિત બિન-ઈસ્લામિક ત્રીજા લગ્ન સંબંધિત કેસમાં હાજર થવાનો નિર્દેશ આપ્યો છે. આરોપ અનુસાર ઈમરાન ખાનને તેની પત્ની બુશરા બીબી સાથે બિન-ઈસ્લામિક રીતે લગ્ન કર્યા હતા, જે પાકિસ્તાનમાં ગુનાહિત શ્રેણીમાં આવે છે. સિવિલ જજ કુદરતુલ્લા દ્વારા એટોક જેલના સુપરિન્ટેન્ડેન્ટને આપવામાં આવેલા આદેશ અનુસાર ઈસ્લામાબાદ હાઈકોર્ટે તેમને 25 સપ્ટેમ્બરે તેમની સામે હાજર થવાનો આદેશ આપ્યો છે.
ધ એક્સપ્રેસ ટ્રિબ્યુનના અહેવાલ મુજબ, સિવિલ જજ કુદરતુલ્લાએ આ કેસમાં એટોક જેલને આદેશ જાહેર કર્યો છે. જેમાં ઈમરાન ખાનને કોર્ટમાં રજૂ કરવામાં આવે તે સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી છે.
ઈમરાન ખાન પર શું આરોપ છે ?
પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના (PTI) અધ્યક્ષ પર આરોપ છે કે, તેણે પોતાની ત્રીજી પત્ની બુશરા બીબી સાથે લગ્ન કર્યા જ્યારે તેની ‘ઈદ્દત’ ચાલી રહી હતી. ઈદ્દત એ એક ઇસ્લામિક પ્રથા છે જે છૂટાછેડા લીધા બાદ અથવા પતિના મૃત્યુ પછી કોઈ અન્ય સાથે લગ્ન કરતા પહેલા સ્ત્રી રાહ જોતા સમયનો ઉલ્લેખ કરે છે. થોડા સમય પહેલા ઈમરાન ખાન વિરુદ્ધ ગુનાહિત વર્તનનો આરોપ લગાવતી અરજી દાખલ કરવામાં આવી હતી.
9 પાનાનો ચુકાદો જાહેર કર્યો
અરજીમાં ઈમરાન ખાન અને તેની પત્ની પર તેમના પ્રારંભિક લગ્ન બાદ બુશરા બીબીના ઈદ્દતના સમયગાળા દરમિયાન સાથે રહેતા હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. 18 જુલાઈના રોજ, ઈસ્લામાબાદના ન્યાયિક મેજિસ્ટ્રેટ કુદરતુલ્લાએ 9 પાનાનો ચુકાદો જાહેર કરીને કહ્યું કે, ઈમરાન ખાન વિરુદ્ધ તેમના ‘ગેરકાયદે’ લગ્ન અંગે દાખલ કરવામાં આવેલી અરજી સ્વીકાર્ય છે.
આ પણ વાંચો : Pakistan News: ચીને પાકિસ્તાનને લગાવ્યો ચુનો, મિત્ર દેશે પાવર પ્લાન્ટમાં કરી અબજો રૂપિયાની છેતરપિંડી, હવે હંગામો
ન્યાયાધીશે ઈમરાન ખાન અને બુશરા બીબીને તેમની કોર્ટમાં હાજર થવાનો નિર્દેશ પણ આપ્યો છે. બીજી તરફ, આ બાબત અંગેની તેમની અરજીમાં ખાને કહ્યું હતું કે, વ્યક્તિગત ફરિયાદમાં ઉલ્લેખિત આરોપો પાકિસ્તાન પીનલ કોડની કલમ 496ના દાયરામાં અપરાધ નથી. પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના અધ્યક્ષ ઈમરાન ખાન તોશાખાના કેસમાં દોષિત જાહેર થયા બાદ જેલમાં છે. તેની 5 ઓગસ્ટના રોજ લાહોરમાં તેના જમાન પાર્ક સ્થિત નિવાસસ્થાનેથી ધરપકડ કરવામાં આવી હતી.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો