ભારતે ઓપરેશન સિંદૂરમાં નૂરખાન થી સરગોધા સુધી મચાવી તબાહી, 13 પાકિસ્તાની સૈનિકોના મોત, મુનીરે મેડલ આપી માનવુ પડ્યુ સત્ય
પાકિસ્તાને ભારત સાથે હાલના સંઘર્ષમાં 50 થી વધુ મોત થયા હોવાની વાત સ્વીકારી છે. પાકિસ્તાની સરકારે માનવુ પડ્યુ છે કે ભારતના હુમલામાં તેના 13 થી વધુ સૈનિકોના પણ મોત થયા છે. આ સત્ય ત્યારે સામે આવ્યુ છે જ્યારે મુનીરે તેમના વાર્ષિક એવોર્ડ સમારોહ દરમિયાન તેમને મરણોપરાંત મેડલ એનાયત કર્યા છે.

આ વર્ષે, ભારત અને પાકિસ્તાન વચ્ચે 7-10 મે દરમિયાન ભારે સૈન્ય સંઘર્ષ જોવા મળ્યો. પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં, ભારતે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું અને પાકિસ્તાનના પંજાબ અને POKમાં હવાઈ હુમલા કર્યા. આ પછી, પાકિસ્તાને પણ લશ્કરી કાર્યવાહી કરી અને બંને દેશો ચાર દિવસ સુધી યુદ્ધ જેવી સ્થિતિમાં રહ્યા. આ પછી, બંને દેશો 10 મેના રોજ સીઝફાયર (યુદ્ધવિરામ) પર સંમત થયા. આ ઘટના પછી ત્રણ મહિના સુધી, પાકિસ્તાને તેના સૈનિકોના મૃત્યુ છુપાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ હવે સત્ય સામે આવી ગયુ છે.
પાકિસ્તાનની સરકાર અને સેનાએ ઓપરેશન સિંદૂર દરમિયાન 9 થી 10 મે
પાકિસ્તાનની સરકાર અને સેનાએ 9-10 મેના રોજ ઓપરેશન સિંદૂર દરમિયાન ભારત દ્વારા કરવામાં આવેલા લશ્કરી હુમલામાં ભારે નુકસાન થવાની વાત સ્વીકારી છે. સૂત્રોએ એક આંતરરાષ્ટ્રીય ચેનલને જણાવ્યું હતું કે પાકિસ્તાની અધિકારીઓએ 13 લશ્કરી કર્મચારીઓ સહિત 50 થી વધુ લોકોના મોતની વાત સ્વીકાર છે. પાકિસ્તાને ભારતના ભોલારી એરબેઝ પરના હુમલામાં સ્ક્વોડ્રન લીડર ઉસ્માન યુસુફના મૃત્યુનો સ્વીકાર કર્યો છે. પાકિસ્તાની સેનાએ નૂર ખાન, સરગોધા, જેકોબાદ અને શેરકોટ બેઝ પર ભારતના હુમલામાં થયેલા મૃત્યુનો સ્વીકાર કર્યો છે.
મરણોપરાંત મેડલ એનાયત
ઓપરેશન સિંદૂર દરમિયાન, નૂર ખાન એરબેઝ પર અમેરિકન ટેકનિશિયન ઘાયલ થયા હતા. આ માહિતી પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા વાર્ષિક એવોર્ડ સમારોહ દરમિયાન સામે આવી હતી. ઓપરેસન સિંદૂર દરમિયાન મૃત્યુ પામનારા સૈન્ય કર્મીઓને રાષ્ટ્રપતિ ભવનમાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે મરણોપરાંત મેડલ એનાયત કર્યા છે.
પાકિસ્તાનમાં મરણોત્તર તમઘા-એ-બસાલતથી સન્માનિત કરાયેલા કર્મચારીઓમાં સ્ક્વોડ્રન લીડર ઉસ્માન યુસુફ, હવાલદાર મુહમ્મદ નવીદ, નાયક વકાર ખાલિદ અને લાન્સ નાયક દિલાવર ખાનનો સમાવેશ થાય છે. તમઘા-એ-જુરાત મેળવનારાઓમાં નાયક અબ્દુલ રહેમાન, લાન્સ નાયક ઇકરામુલ્લાહ અને સિપાહી આદિલ અકબરનો સમાવેશ થાય છે.
નુકસાન બાદ સીઝફાયરની કરી માંગ
પાકિસ્તાનમાં સૈનિકોના મૃત્યુથી ભારતના હુમલાઓથી થયેલા નુકસાનનું સ્તર દેખાય છે. આ કારણે, પાકિસ્તાને ચાર દિવસ પછી જ યુદ્ધવિરામ વિશે વાત કરવાનું શરૂ કર્યું, જેની ભારતે પણ સ્વીકારી લીધી. આ પછી, 10 મેના રોજ હુમલાઓ બંધ કરવામાં આવ્યા.
ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ 22 એપ્રિલે શરૂ થયો હતો, જ્યારે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલો થયો હતો. આ હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા. આ પછી ભારતે પાકિસ્તાનમાં નવ આતંકવાદી કેમ્પો પર બોમ્બમારો કર્યો હતો. આમાં આતંકવાદીઓને નિશાન બનાવવામાં આવ્યા હતા.
