AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બેરોજગારી કે બીજું કઈ ? શા માટે ભારતીયો અમેરિકામાં ગેરકાયદેસર રીતે સ્થળાંતર કરી રહ્યા છે ?

Canada-US Border પર એક ગુજરાતી પરિવારના (Gujarati Family) ચાર સભ્યોના મૃત્યુની દુ:ખદ ઘટના બાદ અમેરિકા (America) જવાની ઘેલછા ઉપર ફરી સવાલો ઊભા થયા છે.

બેરોજગારી કે બીજું કઈ ? શા માટે ભારતીયો અમેરિકામાં ગેરકાયદેસર રીતે સ્થળાંતર કરી રહ્યા છે ?
US-Canada Border (Image-AP)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 25, 2022 | 7:01 PM
Share

Canada-US Border પર એક ગુજરાતી પરિવારના (Gujarati Family) ચાર સભ્યોના મૃત્યુની દુ:ખદ ઘટના બાદ અમેરિકા(America) જવાની ઘેલછા ઉપર ફરી સવાલો ઊભા થયા છે. વિદેશ જઈને સારું જીવન જીવવાના સપનામાં ઘણા ભારતીયો શરણાર્થીઓ બનીને ખતરનાક મુસાફરી પર નીકળી પડે છે. યુએસ-કેનેડા બોર્ડર પર કલોલના ડિંગુચા ગામના એક પરિવારના ચાર જણનું કથિત રીતે મૃત્યુ થઈ ગયું હોવાના સમાચાર બહાર આવ્યા હતા.

રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસના જણાવ્યા અનુસાર એક પરિવારના ચાર સભ્યોના ઠંડીના કારણે મોત થયા હતા. બરફમાંથી આ ચારના મૃતદેહ બહાર કઢાયા અને મૃત્યુ પામેલાઓમાં એક નવજાત બાળક પણ સામેલ હતું. પ્રાથમિક અહેવાલ અનુસાર તેઓ હ્યૂમન સ્મગલિંગ ઓપરેશનનો ભોગ બન્યા હતા, જેમાં એક સ્ટીવ શેન્ડને ધરપકડ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો.

ડેટા દર્શાવે છે કે ચાર જણનું આ કુટુંબ, સરહદો પર પોતાનો જીવ જોખમમાં મૂકીને અમેરિકામાં પ્રવેશવા માટે ખતરનાખ પગલાં લેનાર એકમાત્ર ભારતીય પરિવાર નથી. ઇકોનોમિક ટાઇમ્સમાં પ્રકાશિત થયેલા એક અહેવાલ મુજબ “લેટિન અમેરિકાના(Latin America) દેશો બાદ, ભારતીયોની જ યુએસની દક્ષિણી સરહદ પર અટકાયત કરવામાં આવે છે.” વર્ષ 2018 માં મેક્સિકોને અડીને આવેલી યુએસની દક્ષિણી સરહદ પર અત્યાર સુધીની સૌથી વધુ અટકાયત નોંધાઈ છે. 4,67,000 લોકોની અટકાયત કરાઇ હતી જેમાંથી (યુએસ કસ્ટમ્સ અને બોર્ડર પ્રોટેક્શનના ઉપલબ્ધ ડેટા અનુસાર, લગભગ 9,000 ભારતીયો હતા.

ડેટા જણાવે છે કે દક્ષિણ-પશ્ચિમી સરહદેથી યુ.એસ.માં ગેરકાયદેસર રીતે પ્રવેશતા માઈગ્રન્ટ્સમાં ભારતીયો પાંચમા ક્રમ પર આવે છે. 2016માં ભારતમાંથી 3,668 જેટલા ગેરકાયદેસર માઈગ્રન્ટ્સ યુ.એસ.માં પ્રવેશ્યા હતા, 2017માં 3,135 અને 2018માં સંખ્યા 9,234.

જ્યારે આટલી મોટી સંખ્યામાં ભારતીય લોકો ગેરકાયદેસર રીતે યુ.એસ.માં સ્થળાંતર કેમ કરી રહ્યાના સવાલ ઉપર અમેરિકી વિશ્લેષકો અને વકીલો બે મુખ્ય કારણ આપે છે- સારી આર્થિક તકો અને સતાવણીનો(Persecution) ડર

સતાવણીનો ડર

ઇકોનોમિક ટાઇમ્સ સાથે વાત કરતી વખતે, યુએસ સ્થિત વકીલ દીપક આહલુવાલિયાએ જણાવ્યું હતું કે “પંજાબ, દિલ્હી, હરિયાણા, યુપી અને હિમાચલ પ્રદેશના લોકો સાથેનો તેમનો અનુભવ દર્શાવે છે કે રાજકીય અસંતુષ્ટો, લઘુમતીઓ, LGBTQ સમુદાયના સભ્યો, અને આંતર-જ્ઞાતિય લગ્ન કરનારા જોખમ અનુભવી રહ્યા છે અને મધ્ય અને લેટિન અમેરિકન દેશો દ્વારા યુ.એસ.માં આશ્રય મેળવવા માટે લાંબી અને કઠિન મુસાફરી કરી રહ્યા છે.”

Number of Indians attempting illegal entry into US border rises

આર્થિક તક

ધ ગાર્ડિયન અનુસાર, તૈયબ મહમુદ, જેઓ Seattle યુનિવર્સિટી સ્કૂલ ઓફ લોમાં કાયદાના પ્રોફેસર છે, તેઓ દલીલ કરે છે કે “સતાવણી નઈ પરંતુ વૈશ્વિક સ્થળાંતરને અર્થતંત્ર ચલાવી રહ્યું છે.” ઇમિગ્રેશન એટર્ની John Lawit, મહમૂદ જેવો જ અભિપ્રાય ધરાવે છે અને કહે છે કે તેમના મોટાભાગના ભારતીય ગ્રાહકો કે જેઓ યુ.એસ.માં પ્રવેશવા ઇચ્છતા હતા તેઓ શીખ ખેડૂતો હતા જેમને કોર્પોરેટ ફાર્મ્સની એન્ટ્રી બાદ તેમનો વ્યવસાય ગુમાવ્યા હતો.

સ્થળાંતરના કારણને ધ્યાનમાં લીધા વિના, ઘણા કિસ્સાઓ અત્યંત જોખમી અને જીવલેણ બની રહે છે. હ્યુમન સ્મગલર્સ જે આ ભાગી રહેલા પરિવારોની પરિસ્થિતિમાંથી નફો મેળવવા માગે છે તેઓ સમસ્યાને વધુ વધારશે. છેવટે જે ગુજરાતી પરિવારનું મૃત્યુ નીપજ્યું તે એવી આશામાં જ -34 ડિગ્રી સેલ્સિયસમાં જઝૂમી રહ્યા હતા કે કોઈ તેમને આઈને ત્યાંથી લઈ જશે.

(ધ ક્વિન્ટ, ધ ઇકોનોમિક ટાઇમ્સ અને ધ ગાર્ડિયનના ઇનપુટ્સ સાથે)

આ પણ વાંચો :

UK: PM બોરિસ જોન્સન ફરી વિવાદમાં, લોકડાઉન દરમિયાન જન્મદિવસની પાર્ટી કરી, ખુલાસા બાદ રાજીનામું આપવાનું દબાણ વધ્યું

આ પણ વાંચો:

લોકેશન શેરિંગ બંધ કર્યા પછી પણ Google યુઝર્સના લોકેશન કરે છે શેર ! કંપની સામે લાગ્યા આરોપ

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">