ભારતીય મૂળના વેદાંત પટેલે ભારતની છાતી ગૌરવથી ફુલાવી, વેદાંત દુનિયાભરમાં બન્યા ચર્ચાનો વિષય, જાણો શું છે કારણ
અમેરિકામાં રહેતા મૂળ ભારતીય વેદાંત પટેલે દુનિયામાં ડંકો વગાડ્યો છે. વેદાંત પટેલ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનનો ખૂબ જ ખાસ માણસ છે. હજુ તો વેદાંતની ઉંમર 32 વર્ષ જ છે અને આખી દુનિયામાં તેમના નામની ચર્ચા ચાલી રહી છે.
જ્યારે કોઈ ભારતીય (Indian) પોતાના કામના દમ પર દુનિયામાં ભારતનો ડંકો વગાડે છે. ત્યારે ન માત્ર તેનો પરિવાર પરંતુ 135 કરોડ ભારતીયોની છાતી ગદગદ ફુલી ઉઠે છે, દેશનું માન અને ગૌરવ ખૂબ વધી જાય છે. આજે અમે તમને આવા જ એક ભારતીય મૂળના અમેરિકી નાગરિક વેદાંત પટેલ (Vedant Patel) વિશે જણાવીશું. જે દરરોજ દુનિયાના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાના રાષ્ટ્રપતિ માટે કામ કરે છે. આ ગુજરાતી (Gujarati) યુવકની આજે આખી દુનિયામાં ચર્ચા ચાલી રહી છે. જાણો શું છે આ ગુજરાતી યુવક વેદાંત પટેલની ખાસિયત.
અમેરિકામાં રહેતા મૂળ ભારતીય વેદાંત પટેલે દુનિયામાં ડંકો વગાડ્યો છે. વેદાંત પટેલ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનનો ખૂબ જ ખાસ માણસ છે. હજુ તો વેદાંતની ઉંમર 32 વર્ષ જ છે અને આખી દુનિયામાં તેમના નામની ચર્ચા ચાલી રહી છે. વેદાંત દુનિયાના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાના રાષ્ટ્રપતિ ભવન વ્હાઈટ હાઉસના સહાયક પ્રેસ સચિવ છે. વેદાંત પટેલ આજકાલ એટલા માટે પણ ચર્ચામાં છે, કારણ કે વ્હાઈટ હાઉસના પ્રેસ સચિવ જેન સાકીએ વેદાંત પટેલના દિલ ખોલીને વખાણ કર્યા છે. જેન સાકીએ વેદાંત પટેલને અત્યંત પ્રતિભાશાળી ગણાવ્યા છે.
સાકીએ વેદાંતની ઉપસ્થિતિમાં પોતાના દૈનિક સંવાદદાતા સંમેલનમાં કહ્યું કે, હું વેદાંતને ઘણીવાર મજાકમાં કહું છું કે અમે તેને સરળ કામ આપીએ છીએ. પરંતુ અમે એવું નથી કરતા. એવું એટલા માટે કારણ કે તેઓ ખૂબ પ્રતિભાશાળી છે. વેદાંત એક સારા લેખક છે અને ખૂબ સારુ લખે છે. સાકીને લાગે છે કે સરકારમાં તેમની કારકિર્દી ખૂબ સારી રહેશે. સાકીએ વેદાંત પટેલને ઉત્કૃષ્ઠ ગણાવ્યા. તેમણે કહ્યું કે- વેદાંત જે કંઈપણ કરે છે તેનાથી ખૂબ મદદ મળે છે. તેઓ અમારા બધાની ખૂબ મદદ કરે છે અને દરરોજ રાષ્ટ્રપતિની મદદ કરે છે. આમ વેદાંત પટેલ વ્હાઈટ હાઉસમાં સૌના લાડલા છે.
અમે તમને જણાવીશુ કે વેદાંત પટેલ કેવી રીતે વ્હાઈટ હાઉસમાં બાઈડેનના ખાસ બની ગયા છે. વેદાંત પટેલ રાષ્ટ્રપતિ જો બાઈડેનના પ્રશાસનમાં સહાયક પ્રેસ સચિવ છે. તે યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, રિવરસાઈડથી સ્નાતક થયેલા છે અને યુનિવર્સિટી ઓફ ફ્લોરિયાની કૉલેજમાંથી MBA કરેલું છે. ગુજરાતમાં જન્મેલા વેદાંતનો ઉછેર કેલિફોર્નિયામાં જ થયો છે. તેઓ પોતાના પરિવાર સાથે 1991માં અમેરિકા ગયા હતા. 32 વર્ષના વેદાંત વ્હાઈટ હાઉસમાં પત્રકારો વચ્ચે ખૂબ લોકપ્રિય છે. નીચલા પ્રેસ કાર્યાલયમાં તેમનું ડેસ્ક છે. તેઓ ઈમિગ્રેશન અને ક્લાયમેટ ચેન્જ સંબંધિત સવાલોના જવાબ મીડિયાને આપે છે. બાઈડેન પ્રશાનસમાં સામેલ થયા પહેલા તેઓ પ્રેસિડેન્સિયલ ઈનૉગ્રેશન કમિટીના પ્રવક્તા રહી ચૂક્યા છે.
વેદાંત પટેલ વ્હાઈટ હાઉસના સહાયક પ્રેસ સચિવ એમ જ નથી બની ગયા. આ પહેલા તેઓ બાઈડેન કેમ્પેઈનના રિઝન કમ્યુનિકેશન ડાયરેક્ટર પણ રહી ચૂક્યા છે. વેદાંત પટેલે વર્ષ 2012થી 2015 સુધી પૂર્વ સાંસદ માઈક હૉન્ડા સાથે ડેપ્યુટી કમ્યુનિકેશન ડાયરેક્ટર તરીકે કામ કર્યું હતું. જે બાદ તેમણે અમેરિકી સંસદમાં વર્ષ 2015થી 2017 સુધી માઈક હૉન્ડાના કમ્યુનિકેશન ડાયરેક્ટર તરીકે કામ કર્યું હતું. આ રીતે તેઓ એકબાદ એક સફળતાની સીડીઓ ચડતા જ રહ્યા છે. આશા છે કે આગામી સમયમાં તેઓ આવી જ ગગનચુંબી સફળતાઓ પ્રાપ્ત કરે.
આ પણ વાંચોઃ Surat: એરપોર્ટ પર એપ્રોચ લાઈટ સિસ્ટમ મુકવાની રજૂઆતો વર્ષોથી ટલ્લે ચડાવાઈ
આ પણ વાંચોઃ Valsad: ગુજરાતનું ચેરાપુંજી કહેવાતા કપરાડા તાલુકાના લોકોને દર વર્ષે ઉનાળામાં પાણી માટે વલખાં મારવાં પડે છે
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો