ભારતના આ રાજ્યો છે આર્થિક રીતે પાયમાલ, થઈ શકે છે શ્રીલંકા જેવી સ્થિતી
દેશના ઘણા રાજ્યો પર શ્રીલંકા કરતા વધુ દેવું છે. તાજેતરમાં વડાપ્રધાન અને ઉચ્ચ અધિકારીઓ વચ્ચે યોજાયેલી બેઠકમાં રાજ્યો પર વધતા દેવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો.
ભારતના દક્ષિણમાં આવેલા દરિયાકાંઠાના દેશ શ્રીલંકા (Sri Lanka)ની આર્થિક સ્થિતિ કોઈનાથી છુપી નથી. ખરાબ આર્થિક સ્થિતિને કારણે ત્યાંના લોકો પેટ્રોલ (Petrol)થી લઈને ભોજન સુધીની દરેક વસ્તુ માટે તડપી રહ્યા છે. તેની પાછળનું કારણ એ છે કે શ્રીલંકાની સરકાર તેની આવક અને ખર્ચ વચ્ચે સંતુલન જાળવી શકી નથી, જેના કારણે આજે તેમના દેશ પર લગભગ 6 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. તે જ સમયે, ભારતમાં એવા ઘણા રાજ્યો છે જેઓ પર શ્રીલંકા જેટલું દેવું છે. આજે અમે તમને ભારતના એવા રાજ્યો વિશે જણાવીશું જે મોટા દેવાના બોજ હેઠળ દબાયેલા છે.
આ રાજ્યો પર સૌથી વધુ દેવું
આ મામલામાં ભારતના સૌથી આગળ ગણાતા રાજ્યો ટોચ પર છે. ભારત સરકારના ખર્ચ વિભાગ આંકડા મુજબ, તમિલનાડુ પર રૂપિયા 6.6 લાખ કરોડ, મહારાષ્ટ્ર પર રૂપિયા 6 લાખ કરોડ, પશ્ચિમ બંગાળ પર રૂપિયા 5.6 લાખ કરોડ, રાજસ્થાન પર રૂપિયા 4.7 લાખ કરોડ અને પંજાબ પર રૂપિયા 3 લાખ કરોડનું દેવું છે.
વધી રહેલા દેવા અંગે અધિકારીઓએ વ્યક્ત કરી ચિંતા
તાજેતરમાં જ વડાપ્રધાન અને કેન્દ્રના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે બેઠક થઈ હતી. આમાં અધિકારીઓએ ચૂંટણી દરમિયાન ઘણા રાજ્યોમાં કરવામાં આવેલા વચનો અંગે ચિંતા વ્યક્ત કરી હતી. અધિકારીઓએ કહ્યું કે આવા વચનોને કારણે રાજ્ય સરકારોની તિજોરી પર વધુ બોજ પડી શકે છે અને દેશના ઘણા રાજ્યોની સ્થિતિ શ્રીલંકા જેવી પણ થઈ શકે છે. વડાપ્રધાન સાથેની આ બેઠક લગભગ 4 કલાક સુધી ચાલી હતી, જેમાં NSA અજીત ડોભાલ, વડા પ્રધાનના મુખ્ય સચિવ પીકે મિશ્રા અને કેબિનેટ સચિવ રાજીવ ગૌબા ઉપરાંત દેશના ઘણા ટોચના IAS અધિકારીઓએ હાજરી આપી હતી.
ભારતે શ્રીલંકાને મોકલી મદદ
વધતી આર્થિક કટોકટી વચ્ચે શ્રીલંકાના લોકો મોંઘવારીથી ત્રસ્ત છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર શ્રીલંકામાં એક ચાની કિંમત 100 રૂપિયાની આસપાસ પહોંચી ગઈ છે. લોકો પાસે ખાવા માટે વસ્તુઓ નથી. શ્રીલંકાની રાજધાની કોલંબોમાં 13-13 કલાકનો પાવર કટ આપવામાં આવી રહ્યો છે. ભારતે તાજેતરમાં શ્રીલંકાને 40 હજાર મેટ્રીક ટન ડીઝલ અને 40 હજાર ટન ચોખાના ચાર કન્સાઈનમેન્ટ મોકલ્યા છે.
આ પણ વાંચો :ડોક્ટરોની હડતાલ સમેડાતાં હવે સોલા સિવિલમાં વર્ગ-૩ ના કર્મચારીઓ હડતાળ પર
આ પણ વાંચો :Korea Open જીતવાનુ પીવી સિંધૂનુ તૂટ્યુ સપનુ, કોરીયન ખેલાડીએ 48 મિનિટમાં હાર આપી
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-