Surat: એરપોર્ટ પર એપ્રોચ લાઈટ સિસ્ટમ મુકવાની રજૂઆતો વર્ષોથી ટલ્લે ચડાવાઈ

હવામાનમાં પલટાને કારણે વિમાનોને ડાયવર્ટ કરવા પડે છે અને હાલમાં વધી રહેલાં ઇંધણના ભાવ વધારાને જોતાં ફાલતું ઇંધણનો વપરાશ એરપોર્ટ શુલ્કના સંદર્ભમા એરલાઇન્સ કંપનીને નુકસાન પહોંચાડે છે .

Surat: એરપોર્ટ પર એપ્રોચ લાઈટ સિસ્ટમ મુકવાની રજૂઆતો વર્ષોથી ટલ્લે ચડાવાઈ
Approach light system demand for surat airport (File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 09, 2022 | 9:08 AM

સુરત એરપોર્ટ(Airport) ડુમસના દરિયાકિનારાની (Beach) બિલકુલ નજીક આવેલું છે, જેને કારણે કુદરતી રીતે જ હવામાનમાં (Atmosphere) અચાનક પલટાઓ આવતાં રહે છે. સુરત એરપોર્ટ ખાતે એપ્રોચ લાઈટ અને કેટ -2 અથવા કેટ -3ની લેન્ડિંગ સિસ્ટમ મૂકવા માટે વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ ગ્રુપ દ્વારા ભૂતકાળમાં રજૂઆતો થઈ ચૂકી છે, પરંતુ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા આ રજૂઆતોને ટલ્લે ચઢાવી ધ્યાન આપતું ન હોવાથી ફરીવાર ગ્રુપ દ્વારા મુસાફરોના હિતમાં ઉચ્ચકક્ષાએ રજૂઆતો કરવામાં આવી છે .

સુરત એરપોર્ટને એપ્રોચ લાઈટ અને કેટ -2 તેમજ કેટ -3ની લેન્ડિંગ સિસ્ટમની સુવિધા અપવા માટે વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ ગ્રુપ દ્વારા કરવામાં આવી છે. જોકે ગ્રુપના અગ્રણી સભ્ય સંજય જૈને કહ્યું હતું કે આ મુદ્દે ભૂતકાળમાં પણ અનેકવાર રજૂઆતો કરાઈ છે, તેમ છતાં એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડિયા આ મહત્વના મુસાફરલક્ષી મુદ્દાને ધ્યાને લેવા તૈયાર નથી. સુરતનું એરપોર્ટ ડુમસની દરિયાઈ પટ્ટી ઉપર આવેલું છે જેને કારણે કુદરતી રીતે જ હવામાનમાં અનેકોવાર પલટા આવતાં રહે છે. હવામાનમાં પલટો આવતાંની સાથે જ પાઈલટ્સની દ્રશ્યતામાં ઘટાડો થવાની સંભાવનાઓ રહેલી છે .

જેને કારણે સમગ્ર વર્ષ દરમિયાન સુરત એરપોર્ટ પર હવામાન પ્રણાલીને ધ્યાને લઈ લાઈટિંગ સિસ્ટમ એવી રીતે ડિઝાઈન થવી જોઈએ, જેથી અવિરત કામગીરી થઈ શકે. જોકે વીઝીબીલીટીમાં ઘટાડો માત્ર શિયાળાના માસ પૂરતો જ નથી, પરંતુ તે કોઈપણ સમયે થઈ શકે છે. હવામાનમાં પલટાને કારણે વિમાનોને ડાયવર્ટ કરવા પડે છે અને હાલમાં વધી રહેલાં ઈંધણના ભાવ વધારાને જોતાં ફાલતું ઈંધણનો વપરાશ એરપોર્ટ શુલ્કના સંદર્ભમાં એરલાઈન્સ કંપનીને નુકસાન પહોંચાડે છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા પાસે પણ ફલાઈટ ડાયવર્ઝનના વાર્ષિક ડેટા છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

હાલમાં એએઆઈ ટર્મિનલ અને રન – વેની ક્ષમતા વિસ્તરણ ૫ર લગભગ 450 કરોડ ખર્ચાવા જઈ રહ્યાં છે, ત્યારે મુસાફરોની સલામતી માટે રન – વે એપ્રોચ લાઈટ્સ અને સીએટી -2 સિસ્ટમ માટે ચોક્કસપણે અમુકઅંશે ચોક્કસ ભંડોળ આપી શકાય તેમ છે. વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ ગ્રુપ સુરત દ્વારા એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાનું સીએટી 2 સિસ્ટમ માટે ચોક્કસ નક્કર પગલાં લઈ તે સમસ્યાને તાકીદે નિવારણ લાવવા સહિત સકારાત્મક પગલા ભરવા માટેની માંગણી કરી છે.

વર્ષ 2016-17માં સુરત એરપોર્ટ ખાતે 1.76 લાખ મુસાફરો નોંધાયાં હતા, જ્યારે ત્યારપછીના સમયમાં એટલે 2022-23માં તે વધીને 20 લાખ જેટલી મુસાફરોની સંખ્યા થવાની ધારણાં છે. આ સિવાય પણ આગામી વર્ષ 2024-25માં સુરત એરપોર્ટ વાર્ષિક 4 મિલિયન મુસાફરોવાળું એરપોર્ટ બનશે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. વી વર્ક ફોર વર્કિંગ ફોર એરપોર્ટ સુરતના સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર અંદાજે 90 હજારથી વધુ સભ્યો છે અને આ તમામ છેલ્લાં ઘણાં સમયથી એર કનેક્ટિવીટી સંબંધિત મુદ્દાઓ ઉઠાવે છે.

આ પણ વાંચો : ગુજરાતમાં રખડતા ઢોરના કાયદાને લઈ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે આપ્યું આ નિવેદન

આ પણ વાંચો : GST વિભાગનો ગાળિયો: સુરતમાં 44 ફ્લેટના બુકિંગ પેટે જીએસટી ભરવાના અખાડા કરતા ડેવલપર્સ પાસેથી 6 કરોડની વસુલાત

g clip-path="url(#clip0_868_265)">