અમેરિકમાં વિવાદ ! મુસ્લિમ સંસ્થાઓના વિરોધ વચ્ચે ન્યૂયોર્કમાં ઈન્ડિયા ડે પરેડમાં રજૂ કરાઈ રામમંદિરની ઝાંખી
ભારતથી જોજનો દૂર અમેરિકામાં વર્ષોથી ભારતનો સ્વતંત્ર દિવસ, ઈન્ડિયા ડે પરેડના નામે ધામધૂમથી ઉજવાય છે. આ પરેડમાં દર વર્ષે ભારતની કોઈને કોઈ ઝાંખીને સામેલ કરવામાં આવે છે. આ વર્ષે, અયોધ્યામાં રામ જન્મભૂમિ પર બનેલા ભવ્ય રામ મંદિરની ઝાંખીને ઈન્ડિય ડે પરેડમાં સામેલ કરી હતી.
ભારતના સ્વતંત્ર્ય દિવસને અનુલક્ષીને અમેરિકાના વિવિધ શહેરોમાં ઈન્ડિયા ડેના નામે પરેડનું આયોજન વર્ષોથી કરવામાં આવે છે. આ વખતે ઈન્ડિયા ડે પરેડના આયોજકો દ્વારા અયોધ્યામાં બનેલ રામ મંદિરની ઝાંકી સામેલ કરી હતી. જેની સામે મુસ્લિમ સંસ્થાઓએ ન્યૂયોર્કના મેયર અને ગવર્નરને પત્ર લખીને ઈન્ડિયા ડે પરેડમાં રામમંદિરની ઝાંખીને સામેલ કરવા સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. જો કે, અમેરિકા સ્થિત હિંદુ સંગઠનોએ રામમંદિરની ઝાંખીનો વિરોધ કરનાર સંસ્થાઓનો વિરોધ કર્યો હતો.
ભારતથી જોજનો દૂર અમેરિકામાં વર્ષોથી ભારતનો સ્વતંત્ર દિવસ, ઈન્ડિયા ડે પરેડના નામે ધામધૂમથી ઉજવાય છે. આ પરેડમાં દર વર્ષે ભારતની કોઈને કોઈ ઝાંખીને સામેલ કરવામાં આવે છે. આ વર્ષે, અયોધ્યામાં રામ જન્મભૂમિ પર બનેલા ભવ્ય રામ મંદિરની ઝાંખીને ઈન્ડિય ડે પરેડમાં સામેલ કરી હતી. જો કે અમેરિકા સ્થિત કેટલાક મુસ્લિમ સંગઠનોએ ઈન્ડિયા ડે પરેડમાં સામેલ કરાયેલ રામમંદિરની ઝાંખીનો વિરોધ કર્યો હતો.
આ સંદર્ભેમાં તેમણે ન્યૂયોર્કના મેયર અને ગવર્નરને પત્ર લખ્યો હતો. આ પત્રમાં મુસ્લિમ સંસ્થાઓએ ઈન્ડિયા ડે પરેડમાં રામમંદિરની ઝાંખીને પરવાનગી ના આપવા રજૂઆત કરી હતી. તેમણે લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, રામમંદિરની ઝાંખી એ મુસ્લિમ વિરોધી છે. બાબરી મસ્જિદ તોડીને બનાવેલા મંદિરનો મહિમામંડલ થઈ રહ્યો હોવાનુ જણાવ્યું હતું. અમેરિકા સ્થિત કાયદાનુ ઉલ્લંઘન થઈ રહ્યું હોવાથી ઈન્ડિયા ડે પરેડના આયોજકો સામે પગલાં ભરવા રજૂઆત કરી હતી.
#WATCH | Visuals of India Day Parade from New York; a carnival float featuring Ayodhya’s Ram Mandir is also part of the parade pic.twitter.com/9DgbbZBi2X
— ANI (@ANI) August 19, 2024
અમેરિકા સ્થિત વિવિધ હિદુ સંગઠનોએ પણ, મુસ્લિમ સંસ્થાઓના વિરોધ સામે પત્ર લખીને જણાવ્યું હતું કે, રામમંદિર એ કરોડો ભારતીયોની આસ્થાનું પ્રતિક છે. તે માત્ર હિન્દુઓ જ નહી, ભારતમાં વસતા એક અબજથી વધુ હિન્દુ સહિતના અન્ય ધર્મના લોકો માટે પ્રતિક છે.
વોશિગ્ટન ડિસી સ્થિત હિંદુ એકશનના એક્ઝિક્યુટીવ ડિરેકટર ઉત્સવ ચક્રવર્તીએ જણાવ્યું હતું કે, ઈન્ડિયા ડે પરેડમાં સામેલ કરેલ રામ મંદિરની ઝાંકી એ નોર્મલ છે. ભારતના એક બિલિયન હિંદુ-બિનહિંદુનુ પ્રતિનિધિત્વ કરે છે. કેપિટલ હિલ ખાતે યોજાયેલા રામાયણ આધારિત એક્ઝિબિશનમાં મલેશિયા, ઈન્ડોનેશિયા, નેપાળ, ફિલિપાઈન્સ સહિતના દેશના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. જેમાં રામ અને રામાયણ સાથે સંકળાયેલ તમામ વિષયોને આવરી લેવાયા હતા.
વિશ્વના 17 જેટલા દેશમાં રામાયણને પોતાના દેશમાં સાંસ્કૃતિક ધરોહર માનવામાં આવે છે. આ વાત જ સ્વંય સ્પષ્ટ છે કે સાચી વાત શું છે. રામમંદિરની ઝાંખીનો વિરોધ કરનારાઓએ જે મુદ્દાઓને ટાંક્યા છે તેનાથી કેટલીક ખોટી માહિતી વહેતી થઈ રહી છે. આ કોઈ કટ્ટરવાદ નથી કે કટ્ટરવાદ વિચારધારા નથી.