કુવૈત (Kuwait) એ બાકી ખાડી દેશોની જેમ હવે મહિલાઓને સેનામાં સેવા આપવા માટે મંજૂરી આપી દીધી છે. ખાડીના કેટલાક અન્ય દેશોમાં (Gulf Nations) મહિલાઓ સેનામાં પહેલાથી જ છે. કુવૈતના સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર, રક્ષા મંત્રી શેખ હમસ ઝબેર અલ-અલી અલ-સબાહે મંગળવારે કહ્યુ કે, સેનાના દરવાજા હવે કુવૈતી મહિલાઓ માટે પણ ખુલી ગયા છે.
મહિલાઓ સૈન્ય સેવામાં વિશેષ અધિકારી અને બિન-કમીશન અધિકારીના રૂપમાં સામેલ થઈ શકે છે. વર્ષો સુધી સેનામાં માત્ર નાગરિક ભૂમિકાઓમાં સીમિત રહેનારી મહિલાઓ માટે આ પ્રથમ તક છે.
કુવૈતના સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર કુવૈતી રક્ષા મંત્રીએ ટ્વીટ કર્યુ- ‘હવે સમય આવી ગયો છે કે મહિલાઓને કુવૈતી સેનામાં પોતાના ભાઈઓની સાથે કામ કરવાની મંજૂરી આપવામાં આવે.’ કુવૈતી રક્ષામંત્રીએ મહિલાઓની ક્ષમતાઓ અને મુશ્કેલ પરિસ્થિતિઓમાં ખુદને સાબિત કરવાની ક્ષમતા પર પણ સંતોષ વ્યક્ત કર્યો છે. કુવૈતી મહિલાઓ વર્ષ 2001થી પોલીસ દળમાં કામ કરી રહી છે, જેનાથી તેના માટે સેનામાં સામેલ થવાનો માર્ગ મોકળો બની ગયો છે.
ચિકિત્સા અને સૈન્ય સહાયતામાં મદદ
કુવૈતી રક્ષામંત્રીએ કહ્યું કે, મહિલાઓને સૈન્ય સેવામાં ભરતી કરવાની મંજૂરી આપવાનો નિર્ણય દેશ અને તેની સુરક્ષા અને સ્થિરતાની રક્ષામાં સેનાની જવાબદારીઓમાં મહિલાઓની ભાગીદારી પર આધારિત છે. તેમણે મહિલાઓની ક્ષમતાઓ અને મુશ્કેલીને સહન કરવાની ક્ષમતા પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. શરૂઆતમાં તેમને ચિકિત્સા અને સૈન્ય સહાયતા ક્ષેત્રોમાં સેવા કરવાની મંજૂરી આપવામાં આવશે.
કુવૈતી રક્ષામંત્રીએ કહ્યું કે, મહિલાઓને સેનામાં સેવા આપવાની મંજૂરી આપવાથી સરકારી એજન્સીઓને કોઈપણ આંતરિક મુશ્કેલીનો સામનો કરવામાં મદદ મળશે. બીજી તરફ કુવૈતી મહિલાઓને પણ દેશની સૈન્ય સેવામાં યોગદાન કરવા પર ગર્વ થશે.
વર્ષ 2005માં મળ્યો હતો મતદાનનો અધિકાર
કુવૈતી મહિલાઓને 2005માં મત આપવાનો અધિકાર મળ્યો હતો, તે કેબિનેટ અને સંસદ બંનેમાં સક્રિય છે. પરંતુ હાલની સંસદીય ચૂંટણીમાં મહિલાોને એકપણ સીટ મળી નથી. કુવૈતે હાલના વર્ષોમાં મહિલાઓને સશક્ત બનાવવામાં ખુબ પ્રગતિ કરી છે. હવે ઘણા ક્ષેત્રોમાં મહિલાઓ છે જેના પર પહેલા પુરૂષોનો એકાધિકાર માનવામાં આવતો હતો. કુવૈતી સરકારે પાછલા મહિને સ્વીકાર કર્યો હતો કે તે મહિલાઓને સેનામાં સામેલ થવાની મંજૂરી આપવા પર વિચાર કરી રહી છે.
આ પણ વાંચો : Aryankhan Cruise Drugs Case: આર્યનખાનને ના મળ્યા જામીન, આવતીકાલ 14મી ઓક્ટોબરે કરાશે જામીન અંગેનો આખરી નિર્ણય