ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનની વિચિત્રતા અને ક્રૂરતાની ઘણી કહાનીઓ તમે સાંભળી હશે. કહેવાય છે કે, માફી શબ્દ તેના શબ્દકોશમાં નથી. તેના માટે કોઈની હત્યા કરવી ખૂબ જ સરળ છે. બીજા કોઈની વાત ન સાંભળવી એ દર્શાવે છે કે કિમ જોંગ ઉન કેટલો તાનાશાહ છે.
ઉત્તર કોરિયાના સંરક્ષણ વડા હ્યોંગ યોંગે એકવાર એક બેઠક દરમિયાન ઝપકી લીધી તો કિમ જોંગ ગુસ્સે થઈ ગયા અને તેણે તરત જ તેની ધરપકડ કરી. આ પછી તેને એન્ટી એરક્રાફ્ટ ગનથી ગોળી મારી મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. દેશના દરેક મોટા અધિકારી ત્યાં હાજર હતા તે સમયે તેણે ગોળી મારી જેથી તેમના દિલમાં ડર રહે.
કિમ જોંગ ઉનનો વિરોધ કરનાર તેના ભાઈ કિમ જોંગ નેમને ઝેર આપીને મારી નાખ્યો હતો. 13 ફેબ્રુઆરી 2017ના રોજ તેને મલેશિયાના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઝેર આપવામાં આવ્યું હતું. હુમલા બાદ તરત જ ઉત્તર કોરિયાના ચાર શકમંદો પ્યોંગયાંગ પરત ફર્યા હતા.
કિમ જોંગ ઉનની ક્રુરતા જગજાહેર છે. આવો જ એક કિસ્સો છે, જ્યારે કિમ જોંગ ઉનના ફુઆ જંગ સેંગ થેકને તેણે શિકારી શ્વાન સામે ફેંકી દીધા હતા. ઉનને તેના ફુઆ એ જ રાજકારણના પાઠ શિખવ્યા હતા. તેને લાગ્યું કે તેના ફુઆનું કદ તેના કરતા વધી રહ્યું છે, તેથી તેણે તેના ફુઆને 120 શિકારી શ્વાનો સામે ફેંકી દીધા હતા.