AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

North Korea એ અંડરવોટર ન્યુક્લિયર ડ્રોનનું પરીક્ષણ કરી અમેરિકાને ફરી ખુલ્લો પડકાર આપ્યો

ઉત્તર કોરિયાએ બુધવારે પણ ચાર ક્રૂઝ મિસાઈલ છોડી હતી. બીજી તરફ, દક્ષિણ કોરિયાની સેનાએ બુધવારે પુષ્ટિ કરી છે કે ઉત્તર કોરિયાએ પૂર્વ કિનારેથી ચાર ક્રૂઝ મિસાઈલનું પરીક્ષણ કર્યું છે.

North Korea એ અંડરવોટર ન્યુક્લિયર ડ્રોનનું પરીક્ષણ કરી અમેરિકાને ફરી ખુલ્લો પડકાર આપ્યો
Ballistic Missile Of North Korea, North Korea America, South Korea News
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 24, 2023 | 12:13 PM
Share

ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને વધુ એક મિસાઈલ પરીક્ષણ કરીને અમેરિકાને ખુલ્લો પડકાર આપ્યો છે. ખાસ વાત એ છે કે ઉત્તર કોરિયાએ હવે આકાશમાં અંડરવોટર એટેક ન્યુક્લિયર ડ્રોનનું પરીક્ષણ કર્યું છે. મીડિયા રિપોર્ટ્સથી પ્રાપ્ત માહિતી અનુસાર, આ ડ્રોન 59 કલાકથી વધુ સમય સુધી પાણીની નીચે ચાલતું રહ્યું. આ પછી ગુરુવારે પૂર્વ કિનારે વિસ્ફોટ થયો હતો.

હાલમાં ઉત્તર કોરિયાએ ડ્રોનની શક્તિ વિશે વિગતવાર માહિતી આપી નથી.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પરમાણુ ક્ષમતાથી સજ્જ આ ડ્રોન પાણીની નીચે દુશ્મનના વિસ્તારમાં ધીમે ધીમે પ્રવેશ કરીને બંદરો પર હુમલો કરી શકે છે અને તેનો નાશ કરી શકે છે.

પોર્ટ પર ડ્રોન આપશે હાજરી

ન્યૂઝ એજન્સી KCNA તરફથી મળેલી માહિતી અનુસાર, આ ડ્રોનને કોઈપણ કિનારે અને પોર્ટ પર તૈનાત કરી શકાય છે. એજન્સીએ જણાવ્યું કે આ હથિયારને મંગળવારે દક્ષિણ હેમગ્યોન પ્રાંતના પાણીમાં ફેંકવામાં આવ્યું હતું. એજન્સીએ કહ્યું કે વિસ્ફોટ થયો ત્યાં સુધી તેણે 80 થી 150 મીટરની ઊંડાઈએ 59 કલાક અને 12 મિનિટ સુધી મુસાફરી કરી હતી.

અમેરિકા અને દક્ષિણ કોરિયા માટે ચેતવણી

ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને કહ્યું કે આપણે અમેરિકા અને દક્ષિણ કોરિયા માટે ચેતવણી તરીકે કામ કરવું જોઈએ. આ સિવાય ઉત્તર કોરિયાએ બુધવારે ચાર ક્રૂઝ મિસાઈલ પણ છોડી હતી. બીજી તરફ, દક્ષિણ કોરિયાની સેનાએ બુધવારે પુષ્ટિ કરી છે કે ઉત્તર કોરિયાએ પૂર્વ કિનારેથી ચાર ક્રૂઝ મિસાઈલનું પરીક્ષણ કર્યું છે.

દક્ષિણ કોરિયાની તપાસ ચાલુ છે

દક્ષિણ કોરિયાના સંરક્ષણ મંત્રાલયના અધિકારીઓએ કહ્યું કે અમે પ્રારંભિક વિશ્લેષણ કર્યું છે. હાલમાં દક્ષિણ કોરિયા અને અમેરિકાની ટીમ તેની તપાસ કરી રહી છે. ઉત્તર કોરિયા પાસે વ્યૂહાત્મક શસ્ત્રો સાથે પરમાણુ શસ્ત્રો જોડવાની ટેક્નોલોજી છે કે કેમ તે અંગે ટિપ્પણી કરતાં લીએ કહ્યું કે ઉત્તર કોરિયાએ આ બાબતે નોંધપાત્ર પ્રગતિ કરી છે.

g clip-path="url(#clip0_868_265)">