Big News : મેડિસીનમાં આ બે અમેરિકી વૈજ્ઞાનિકોને નોબેલ, આ શોધ માટે મળ્યું સન્માન

TV9 GUJARATI

|

Updated on: Oct 04, 2021 | 5:59 PM

આ વખતે અમેરિકન વૈજ્ઞાનિક ડેવિડ જુલિયસ (David Julius) અને આર્ડેમ પાટાપૌટિયનને (Ardem Patapoutian) સંયુક્ત રીતે મેડિસીનમાં નોબેલ પુરસ્કાર આપવામાં આવશે.

Big News : મેડિસીનમાં આ બે અમેરિકી વૈજ્ઞાનિકોને નોબેલ, આ શોધ માટે મળ્યું સન્માન
Nobel Prize 2021

Follow us on

Nobel Prize 2021: ફિઝિયોલોજી અથવા મેડિસીનમાં આપવામાં આવનાર નોબેલ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. આ વખતે અમેરિકન વૈજ્ઞાનિક ડેવિડ જુલિયસ (David Julius)અને આર્ડેમ પાટાપૌટિયનને (Ardem Patapoutian) સંયુક્ત રીતે આ પુરસ્કાર આપવામાં આવશે. તાપમાન અને સ્પર્શ માટે રીસેપ્ટર્સની શોધ માટે તેમને આ પુરસ્કાર આપવામાં આવ્યો છે. નોબેલ સમિતિના મહાસચિવ થોમસ પર્લમે દ્વારા આ નોબેલ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે.

2020માં મેડિસીનમાં કોને મળ્યો હતો નોબેલ?

તમને જણાવી દઈએ કે 2020માં મેડિસીનમાં ત્રણ વૈજ્ઞાનિકો હાર્વે જે. ઓલ્ટર, માઈકલ હ્યુટન (Michael Houghton) અને ચાર્લ્સ એમ. રાઈસને સંયુક્ત રીતે નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો, જેમણે યકૃતને નુકસાન પહોંચાડતા હેપેટાઈટીસ સી વાયરસની શોધ કરી હતી. ઉલ્લેખનીય છે કે હેપેટાઈટીસ સી વાયરસની શોધથી યકૃતના જીવલેણ રોગનો ઈલાજ કરવામાં મદદ મળી છે.

માનવજાતને ફાયદો થાય તેવી શોધ કરતા વૈજ્ઞાનિકોને પ્રોત્સાહન આપવામાં આવે 

નોબેલ એસેમ્બલીના સભ્ય અને ફિઝિયોલોજીના પ્રોફેસર જુલિયન ઝિરેથે જણાવ્યું હતું કે ‘જ્યારે નોબેલ પુરસ્કારની યાદીમાં ફિઝિયોલોજી અથવા મેડિસીનનો સમાવેશ કરવામાં આવ્યો હતો, ત્યારે આલ્ફ્રેડ નોબેલ (Alfred Nobel) તેની ઈચ્છા વિશે ખૂબ જ સ્પષ્ટ હતા. તેમની ઈચ્છા હતી કે માનવજાતને ફાયદો થાય તેવી શોધ કરતા વૈજ્ઞાનિકોને પ્રોત્સાહન આપવામાં આવે.

નોબલ પુરસ્કારના વિજેતાને મેડલ સિવાય આપવામાં આવે છે આ ઈનામ

તમને જણાવી દઈએ કે નોબલ પુરસ્કારના વિજેતાને ગોલ્ડ મેડલ અને 10 મિલિયન સ્વીડિશ ક્રોનરની ઈનામી રકમ પણ મળે છે. આ ઈનામની રકમ 1895માં મૃત્યુ પામેલા આલ્ફ્રેડ નોબેલની સંપતિમાંથી (Alfred Nobel Wealth) આપવામાં આવે છે. મેડિસીન ઉપરાંત, ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, સાહિત્ય, શાંતિ અને અર્થશાસ્ત્રમાં પણ નોબેલ પુરસ્કાર આપવામાં આવે છે. આગામી સપ્તાહમાં અન્ય નોબલ પારિષોતક અંગે પણ જાહેરાત કરવામાં આવશે.

આ પણ વાંચો : NEET પરીક્ષાને લઈને સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય, કહ્યુ “પરીક્ષા રદ કરવામાં આવશે નહીં”

આ પણ વાંચો : અટકાયત બાદ પ્રિયંકા ગાંધી સ્વચ્છતા અભિયાનમાં વ્યસ્ત ! કસ્ટડીમાં રાખેલા રૂમની કરી રહી છે સફાઈ, જુઓ Video

Latest News Updates

Click on your DTH Provider to Add TV9 Gujarati