World Corona virus: ઓમિક્રોનને હળવાશથી ન લો મૃત્યુઆંક ઝડપથી વધી રહ્યો છે, આ દેશ સિવાય સમગ્ર વિશ્વમાં કેસ વધી રહ્યા છે
Coronavirus in World: વિશ્વના લગભગ તમામ વિસ્તારોમાં કોરોના વાઈરસ (Coronavirus)ના કેસ વધી રહ્યા છે. તેની પાછળનું કારણ ઓમિક્રોન વેરિઅન્ટ (Omicron variant) છે.
આ અઠવાડિયે વિશ્વભરમાં કોરોના વાઈરસ (Corona Virus)ના કેસોમાં ભારે વધારો થયો છે. પરંતુ એક ખરાબ સમાચાર એ પણ છે કે, મૃત્યુ દરમાં પણ વધારો થયો છે, જે હવે 12 ટકા પર પહોંચી ગયો છે. સમાચાર એજન્સી એએફપીના જણાવ્યા અનુસાર કોરોના વાઈરસ (Covid-19)ના દૈનિક કેસોમાં ગયા સપ્તાહની સરખામણીએ 44 ટકાનો વધારો થયો છે અને રેકોર્ડ 27.8 લાખ કેસ નોંધાયા છે. તેની પાછળનું કારણ ઓમિક્રોન વેરિઅન્ટ (Omicron Variant) છે. એશિયામાં ચેપના કેસોમાં 210 ટકા, મધ્ય પૂર્વમાં 142 ટકા, લેટિન અમેરિકન-કેરેબિયન દેશોમાં 126 ટકા અને મહાદ્રીપીય દેશોમાં 59 ટકાનો વધારો થયો છે.
તે જ સમયે અમેરિકા અને કેનેડામાં કેસોમાં 31 ટકાનો વધારો થયો છે. આફ્રિકા એકમાત્ર એવી જગ્યા છે જ્યાં આંકડો ઘટી રહ્યો છે. અહીં કેસોમાં 11 ટકાનો ઘટાડો થયો છે. એશિયાઈ દેશોમાં ફિલિપાઈન્સમાં સૌથી વધુ કેસમાં 327 ટકા, ભારતમાં 321 ટકા કેસોમાં વધારો થયો છે, કોસોવોમાં 312, બ્રાઝિલમાં 290 અને પેરુમાં 284 ટકાનો વધારો નોંધાયો છે. આફ્રિકન દેશ સ્વાઝીલેન્ડમાં સતત બીજા સપ્તાહમાં 45 ટકા કેસમાં ઘટાડો થયો છે. જ્યારે ઝામ્બિયામાં કેસોમાં 30 ટકા, દક્ષિણ આફ્રિકામાં 27 ટકા, નામિબિયામાં 26 ટકા અને બ્રિટનમાં 25 ટકાનો ઘટાડો થયો છે.
અમેરિકામાં પણ કોરોના બેકાબૂ
દક્ષિણ આફ્રિકાના ચાર દેશોમાં ડિસેમ્બરની શરૂઆતમાં ઓમિક્રોન વેરિઅન્ટના પ્રથમ કેસ જોવા મળ્યા હતા. પરંતુ હવે અહીં સ્થિતિ નિયંત્રણમાં છે. બ્રિટન અને યુરોપ પ્રથમ વેરિઅન્ટથી પ્રભાવિત થયા હતા. અમેરિકામાં સ્થિતિ હજુ પણ નિયંત્રણમાં નથી.
અહીં દરરોજ સરેરાશ 34 ટકાના વધારા સાથે નવા કેસ નોંધાઈ રહ્યા છે. ચીને રાજધાની બેઈજિંગ અને દેશના અન્ય ભાગોમાં પણ કોવિડ-19ના નિયંત્રણોને કડક બનાવ્યા છે. વિન્ટર ઓલિમ્પિક શરૂ થવામાં માત્ર બે અઠવાડિયા બાકી છે અને અહીં ચેપનું જોખમ ઝડપથી વધી રહ્યું છે.
શાળાઓમાં પણ કોવિડ ટેસ્ટ કરવામાં આવશે
બેઈજિંગમાં આવતા સપ્તાહથી શાળાના બાળકો માટે કોરોના વાઈરસ ટેસ્ટ (Coronavirus Test) કરવામાં આવશે. લોકોને જરૂરી હોય ત્યારે જ ઘરની બહાર નીકળવાનું કહેવામાં આવ્યું છે. જો તે કોવિડ-19થી પ્રભાવિત કોઈપણ શહેર કે વિસ્તારમાં જાય છે તો તેના પરત ફરવાની કોઈ ગેરંટી નથી. બેઈજિંગથી લગભગ એક કલાકના અંતરે સ્થિત તિયાનજિન શહેરમાં શનિવારે કોવિડ-19(Covid-19)ની મોટાપાયે તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. જે 24 કલાકમાં પૂર્ણ કરવાનું રહેશે.
આ પણ વાંચો: Tamilnadu: મદુરાઈમાં Jallikattu સ્પર્ધાનો આજે બીજો દિવસ, કોવિડ રોગચાળા વચ્ચે મોટી સંખ્યામાં એકઠા થયા લોકો