Tamilnadu: મદુરાઈમાં Jallikattu સ્પર્ધાનો આજે બીજો દિવસ, કોવિડ રોગચાળા વચ્ચે મોટી સંખ્યામાં એકઠા થયા લોકો
તમિલનાડુ (Tamilnadu)સરકારે 300 આખલા અને 150 દર્શકો સાથે જલ્લીકટ્ટુ સ્પર્ધાનું આયોજન કરવાની મંજૂરી આપી હતી. જો કે, શુક્રવારે, સેંકડો ગ્રામજનો આ કાર્યક્રમો જોવા માટે અવનિયાપુરમમાં અગાશી અને બેરિકેડ્સની બહાર એકઠા થયા હતા.
Tamilnadu: દેશભરમાં કોરોના સંક્રમણના વધતા જતા કેસો વચ્ચે શનિવારે સવારે તમિલનાડુ (Tamilnadu) ના મદુરાઈ (Madurai)ના પાલમેડુ વિસ્તારમાં જલ્લીકટ્ટુ સ્પર્ધા શરૂ થઈ છે. આખલાને નિયંત્રિત કરતી રમત ‘જલ્લીકટ્ટુ સ્પર્ધા’ (Jallikattu Competition)નો આજે બીજો દિવસ છે. મદુરાઈમાં બીજા દિવસે પણ આ રમતમાં ભાગ લેનાર લોકોની ભારે ભીડ એકઠી થઈ હતી. શુક્રવારે પોંગલ (Pongal)ના દિવસે આ લોકપ્રિય રમતમાં સ્પર્ધકો અને આખલાના માલિકો સહિત લગભગ 80 લોકો ઘાયલ થયા હતા.
મળતી માહિતી મુજબ અવનિયાપુરમ વિસ્તારમાં જલ્લીકટ્ટુ સ્પર્ધા (Jallikattu Competition) દરમિયાન શુક્રવારે એક 18 વર્ષના દર્શકનું મોત નીપજ્યું હતું. જ્યારે આ રમતના સ્પર્ધકો અને આખલાના માલિકો સહિત 80 જેટલા લોકો ઘાયલ થયા હતા. આરોગ્ય અધિકારીના જણાવ્યા અનુસાર ઘાયલોમાં 38 સ્પર્ધકો, 24 આખલાના માલિકો અને 18 દર્શકોનો સમાવેશ થાય છે. મદુરાઈ જિલ્લાના અવનિયાપુરમ ગામમાં જોરથી સીટીઓ, તાળીઓના ગડગડાટ અને ઉલ્લાસ વચ્ચે શુક્રવારે 300 આખલાને અખાડામાં છોડવામાં આવ્યા હતા.
સરકારી આદેશનો અનાદર
તમિલનાડુ સરકારે 300 આખલા અને 150 દર્શકો સાથે જલ્લીકટ્ટુ સ્પર્ધાનું આયોજન કરવાની મંજૂરી આપી હતી. જો કે, શુક્રવારે, સેંકડો ગ્રામજનો આ કાર્યક્રમો જોવા માટે અવનિયાપુરમમાં અગાશી અને બેરિકેડ્સની બહાર એકઠા થયા હતા.
સરકારે આદેશમાં કહ્યું હતું કે આખલાના માલિકો અને તેમના સહાયકો કે જેઓ તેમના પશુઓને રમત માટે નોંધણી કરાવે છે અને રસીકરણનું સંપૂર્ણ પ્રમાણપત્ર તેમજ વધુમાં વધુ 48 કલાક પહેલા કરવામાં આવેલ RT-PCR ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ દર્શાવવો પડશે.
‘જલ્લીકટ્ટુ’ તમિલનાડુ સંસ્કૃતિનું પ્રતીક છે
જલ્લીકટ્ટુએ તમિલનાડુના ગ્રામીણ વિસ્તારોમાં એક પરંપરાગત રમત છે, જેનું આયોજન પોંગલ તહેવાર દરમિયાન કરવામાં આવે છે, જ્યાં આખલાને માણસો સામે લડાવવામાં આવે છે. જલ્લીકટ્ટુ બે તમિલ શબ્દો જલી અને કટ્ટુને જોડીને બનાવવામાં આવ્યું છે.
તમિલમાં જલ્લી એટલે સિક્કાની થેલી અને કટ્ટુ એટલે આખલાનું શિંગડું. જલ્લીકટ્ટુને તમિલનાડુના ગૌરવ અને સંસ્કૃતિનું પ્રતીક કહેવામાં આવે છે. આ 2000 વર્ષ જૂની રમત છે જે તેમની સંસ્કૃતિ સાથે જોડાયેલી છે. જલ્લીકટ્ટુ ત્રણ ફોર્મેટમાં રમવામાં આવે છે, જેમાં સહભાગીઓ નિર્ધારિત સમયની અંદર આખલાને નિયંત્રિત કરે છે અને તેના શિંગડામાં રહેલી સિક્કાઓની થેલી મેળવે છે.
આ પણ વાંચો: Maharashtraમાં 15 ખાનગી લેબે કોરોના ટેસ્ટ ન કરતા નોટિસ ફટકરવામાં આવી, લાઈસન્સ રદ કરવાની ચેતવણી