AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું ખરેખર દુનિયાની સામે આવે છે નકલી પુતિન ? રશિયન રાષ્ટ્રપતિની અલગ-અલગ તસવીરોને લઇને ઘુંટાતું રહસ્ય

રશિયાના રાષ્ટ્રપતિની કેટલીક તસવીરોની તુલના કરીને એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેમના ચહેરા પર ઘણા તફાવત જોવા મળી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે બોડી ડબલ્સનો ઉપયોગ કરી રહ્યા છે. વાંચો આ સમાચાર.

શું ખરેખર દુનિયાની સામે આવે છે નકલી પુતિન ? રશિયન રાષ્ટ્રપતિની અલગ-અલગ તસવીરોને લઇને ઘુંટાતું રહસ્ય
પુતિનની અલગ-અલગ તસવીરImage Credit source: @Vision4theBlind Twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 23, 2023 | 8:27 PM
Share

મોસ્કો : રશિયન સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે કે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પોતાના બોડી ડબલ્સ ઉપયોગ કરી રહ્યા છે. આ દરમિયાન એવો સવાલ પણ ઉઠી રહ્યો છે કે પુતિન પાસે કેટલા ચહેરા છે અને રશિયા પર ખરેખર કોણ રાજ કરી રહ્યું છે ? આ વીડિયો સામે આવ્યા બાદ એવી પણ ચર્ચા થઈ રહી છે કે પુતિન પોતાના ડબલ્સને ટ્રિપ્સ પર મોકલે છે જયાં તેઓ પોતે જવા માંગતા નથી. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

આ વીડિયોમાં રશિયાના રાષ્ટ્રપતિના ચહેરા પરના ચિહ્નો દેખાડવામાં આવ્યા છે. જેમાં થોડા દિવસોમાં તસવીરોમાં ઘણો ફરક જોવા મળે છે. ક્યાંક તેના ચહેરા પર કરચલીઓની વાત છે તો ક્યાંક તેની આંખ પાસે તલ. આ વિડીયો કોણે બનાવ્યો છે તેનો સોર્સ સામે નથી આવી રહ્યો, પરંતુ એ વાત ચોક્કસ છે કે આ વીડિયો સોશિયલ મીડિયા પર રશિયાના એવા લોકો માટે બતાવવામાં આવી રહ્યો છે જેઓ રાજ્યના મીડિયાને સમાચાર માટે યોગ્ય માને છે.

પુતિને હાલમાં જ યુક્રેનિયન શહેર મેરીયુપોલની મુલાકાત લીધી હતી, જ્યાં થોડા દિવસો પહેલા રશિયન સેનાએ આક્રમણ કર્યું હતું. અહીં મુલાકાત દરમિયાન લેવામાં આવેલી રશિયન રાષ્ટ્રપતિની તસવીરો અન્ય તસવીરો સાથે શેર કરવામાં આવી રહી છે. આમાં ઘણો ફરક જોવા મળી રહ્યો છે, જેના કારણે સોશિયલ મીડિયા પર એવો સવાલ પણ પૂછવામાં આવી રહ્યો છે કે, ‘કોણે મેરિયાપોલની યાત્રા કરી?’

પુતિનના ચહેરામાં આ ફેરફારો થઈ રહ્યા છે

આ નિશાનોની તુલના રશિયન રાષ્ટ્રપતિની તસવીરોમાં કરવામાં આવી રહી છે, જેમાં ઘણો તફાવત જોવા મળી રહ્યો છે. ફૂટેજમાં કહેવાયું છે કે નિષ્ણાતોએ ઘણા સમય પહેલા જ રશિયન રાષ્ટ્રપતિની બોડી ડબલ્સ બતાવી છે. પુતિનના કાનની નીચેનો મણકો સતત બદલાતો રહે છે. તેના ચહેરા પર એક નાનો તલ પણ બદલાતો રહે છે. આ સિવાય એક પુતિનના ચહેરા પર કરચલી છે, જ્યારે બીજા પુતિનના ચહેરા પર નાની અને તૂટેલી કરચલીઓ છે.

પ્લાસ્ટિક સર્જરીનો મુદ્દો ફરીથી ઉઠયો

એવું કહેવામાં આવી રહ્યું છે કે પુતિન બોટોક્સ થેરાપી લેતા હોય તો પણ તે શક્ય નથી. જોકે, પુતિન વિશે એવું કહેવામાં આવે છે કે 1999થી, જ્યારે તેઓ પ્રથમ વખત રશિયાના રાષ્ટ્રપતિ બન્યા, ત્યારથી તેઓ પોતાની જાતને સમાન રાખવા માટે સતત પ્લાસ્ટિક થેરાપી કરાવી રહ્યા છે. જેના કારણે બની શકે છે કે આ ફેરફારો તેમના શરીરમાં દેખાઈ રહ્યા હોય. તમને જણાવી દઈએ કે તાજેતરમાં એવા અહેવાલો આવ્યા હતા કે પુતિન પાર્કિન્સન્સ અથવા કેન્સરથી પીડિત છે.

અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ કારણથી જ તેની બોડી ડબલ તૈયાર કરવામાં આવી રહી છે. જોકે, આ તસવીરો અને વીડિયો પાછળ કેટલું સત્ય છે, તે અત્યારે કોઈ તરફથી કહી શકાય તેમ નથી.

(ઇનપુટ-ભાષાંતર)

g clip-path="url(#clip0_868_265)">