Breaking News : બાંગ્લાદેશમાં ફરી તખ્તા પલટ ! યુનુસ નિરાશ, શેખ હસીનાની થશે વાપસી ? કેમ બાંગ્લાદેશમાં ફરી હંગામો, જાણો
બાંગ્લાદેશમાં હાલની વચગાળાની સરકારે હજુ સુધી ચૂંટણી માટે કોઈ તારીખ નક્કી કરી નથી. બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) એ તાજેતરમાં ઢાકામાં ચૂંટણીની તારીખો ઘોષિત કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

વચગાળાની સરકારના વડા અને નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા પ્રોફેસર મુહમ્મદ યુનુસે રાજીનામું આપવાની ધમકી આપી છે. યુનુસે કહ્યું છે કે જો રાજકીય પક્ષો વચ્ચે ચૂંટણી સુધારા પર સહમતિ નહીં બને, તો તેઓ પોતાનું પદ છોડીને રાજીનામું આપી દેશે. આ સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે બાંગ્લાદેશ રાજકીય અસ્થિરતા, આર્થિક અસમાનતા અને સામાજિક ઉથલપાથલમાંથી પસાર થઈ રહ્યું છે. આ પરિસ્થિતિ વચ્ચે, શેખ હસીનાની વાપસી અંગેની અટકળો પણ જોર પકડી રહી છે.
તમને યાદ રહે કે ઓગસ્ટ 2024માં વિદ્યાર્થીઓના આંદોલનો બાદ શેખ હસીનાની 15 વર્ષ જૂની સરકારને રાજીનામું આપવું પડ્યું હતું. આ વિરોધ સરકારી નોકરીઓમાં અનામત પ્રણાલીની સામે હતો, જે હિંસક અથડામણોમાં ફેરવાયો. આ આંદોલન દરમિયાન 32થી વધુ લોકોનાં મોત થયા હતા અને વડા પ્રધાન શેખ હસીનાએ ભારતમાં આશ્રય લેવો પડ્યો હતો. ત્યારબાદ સેનાએ વચગાળાની સરકારની રચના કરી હતી અને યુનુસને મુખ્ય સલાહકાર (વડાપ્રધાન સમકક્ષ) તરીકે નિયુક્ત કર્યો હતો.
અગાઉ તખ્તા પલટની મુખ્ય ઘટનાઓનો સમયક્રમ:
- 1 જુલાઈ: વિદ્યાર્થીઓએ રસ્તા અને રેલ્વે રોકીને વિરોધ શરૂ કર્યો.
-
16 જુલાઈ: હિંસામાં 06 લોકોના મોત થયા.
-
18 જુલાઈ: રાજ્ય ટીવી સ્ટેશન સહિત ઘણી ઇમારતો સળગાવવામાં આવી.
-
21 જુલાઈ: સુપ્રીમ કોર્ટે અનામત પ્રણાલીને ગેરકાયદેસર જાહેર કરી.
-
05 ઓગસ્ટ: વિરોધકારોએ વડા પ્રધાનના નિવાસસ્થાન પર હુમલો કર્યો, ત્યારબાદ શેખ હસીના દેશ છોડીને ચાલ્યા ગયા.
હવે યુનુસની સરકાર મુશ્કેલીમાં છે
લગભગ એક વર્ષ બાદ યુનુસની સરકાર પણ અસહકાર, દબાણ અને વિરોધનો સામનો કરી રહી છે. નેશનલ સિટીઝન પાર્ટી (NCP)ના નેતા નાહિદ ઇસ્લામે કહ્યું, “સરકાર પ્રમુખ નિરાશ અને નારાજ દેખાઈ રહ્યા છે. તેમણે કહ્યું કે જો તેમને રાજકીય સમર્થન નહીં મળે, તો તેઓ આગળ કામ કરી નહીં શકે.”
ઇસ્લામે વધુમાં ઉમેર્યું કે, “લોકોએ માત્ર સરકાર બદલવા માટે નહીં, પણ સમગ્ર વ્યવસ્થામાં સુધારા માટે આંદોલન કર્યું હતું. યોગ્ય સુધારા વિના ચૂંટણી યોજવાનો કોઈ અર્થ નથી.”
શું બાંગ્લાદેશ ફરી સંકટ તરફ આગળ વધી રહ્યું છે?
યુનુસ સરકારે ચૂંટણી માટે હજી સુધી કોઈ સ્પષ્ટ સમયરેખા આપેલી નથી. BNP એ ઢાકામાં મોટું વિરોધ પ્રદર્શન કરીને તાત્કાલિક ચૂંટણી તારીખોની માંગણી કરી છે. યુનુસે અનેક સુધારાઓની જાહેરાત કરી છે, પરંતુ રાજકીય સહમતીના અભાવે તેનો અમલ કરવામાં નિષ્ફળ રહ્યા છે.
