સેક્સ મંત્રાલયની રચના, રાત્રે 10 વાગ્યે લાઈટ્સ ઓફ, રાત્રે 4 કલાક ઈન્ટરનેટ બેન, જનસંખ્યા વધારવા માટે રશિયાનો નવો પ્લાન

રશિયા તેના દેશના ઘટી રહેલા જન્મ દરને પહોંચી વળવા માટે અનોખી પદ્ધતિઓ અજમાવી રહ્યું છે. મળતી જાણકારી અનુસાર, રશિયા આ દિશામાં 'સેક્સ મંત્રાલય' સ્થાપિત કરવા પર વિચાર કરી રહ્યું છે. આ પહેલ રશિયન સત્તાધિશો દ્વારા દેશની વસ્તીમાં આવી રહેલા ઘટાડાને ઓછો કરવાના પ્રયાસનો એક ભાગ છે.

સેક્સ મંત્રાલયની રચના, રાત્રે 10 વાગ્યે લાઈટ્સ ઓફ, રાત્રે 4 કલાક ઈન્ટરનેટ બેન, જનસંખ્યા વધારવા માટે રશિયાનો નવો પ્લાન
Follow Us:
| Updated on: Nov 11, 2024 | 4:14 PM

રશિયા દેશના ઘટી રહેલા જન્મ દરને પહોંચી વળવા માટે “સેક્સ મંત્રાલય” સ્થાપવા માટે વિચારી રહ્યું છે. રાષ્ટ્રપતિ વ્હાદિમીર પુતિનની વફાદાર અને રશિયન સંસદની ફેમિલી પ્રોટેક્શન, ફાધરહુડ, મધરહુડ એન્ડ ચાઈલ્ડહુડ કમિટીના અધ્યક્ષ 68 વર્ષિય નીના ઓસ્તાનિના, આ મંત્રાલયની હિમાયત કરતી અરજીની સમીક્ષા કરી રહી છે.

આ પહેલ એવા સમયે કરવામાં આવી છે જ્યારે રશિયન અધિકારીઓ દેશના વસ્તી વિષયક ઘટાડાને રોકવા માટે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની સૂચનાઓ પર રણનીતિ પર કામ કરી રહ્યા છે. છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહેલા રશિયા-યુક્રેન યુદ્ધને કારણે દેશમાં ભારે જાનહાનિ થઈ છે.

દેશની વસ્તી વધારવા રશિયન અધિકારીઓનો વિચીત્ર પ્રસ્તાવ

રશિયન અધિકારીઓએ દેશની વસ્તી વધારવા માટે અનેક દરખાસ્તો રજૂ કરી છે. એક દરખાસ્તમાં લોકોને રાત્રે 10 વાગ્યાથી સવારના 2 વાગ્યાની વચ્ચે તેમના ઘરની લાઇટ અને ઈન્ટરનેટ બંધ કરવા અને બાળકો પેદા કરવા માટે સેક્સ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા. અન્ય એક પ્રસ્તાવમાં રાજ્યને સૂચન કરાયુ છે કે ઘરે રહી બાળકોનું લાલન પાલન કરતી મહિલાઓને તેમના ઘરેલુ કામ માટે ચૂકવણી કરવા માટે કહેવાયુ છે જે તેમના પેન્સનની ગણતરીમાં સામેલ કરાશે. અને બાળકોને ઉછેરવા માટે કહેવામાં આવ્યું હતું, જે તેમના પેન્શનની ગણતરીમાં પણ સામેલ કરવામાં આવશે.

Winter exercise : દિવસ દરમિયાન તમારે કેટલો સમય કસરત કરવી જોઈએ? તમે તેના વિશે કેટલું જાણો છો
આજનું રાશિફળ તારીખ : 08-12-2024
Video : કોન્સ્ટીપેશન, ગેસ્ટ્રિક અને સ્કિનની સમસ્યા એકજ ઘરેલુ નુસખાથી થશે છૂમંતર
મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રીની રસપ્રદ Love Story
સ્કિનને ટાઈટ રાખવી હોય તો રોજ ખાઓ આ ડ્રાયફ્રુટ, 50 વર્ષ સુધી દેખાશો યુવાન
Bajra rotlo and Jaggery : બાજરીના રોટલા સાથે ગોળ ખાવાથી શરીરમાં જોવા મળે છે આ ફેરફારો

પ્રથમ ડેટ માટે મળશે 5,000 રૂબલ

અન્ય પ્રસ્તાવમાં કહેવાયુ છે કે રાજ્ય દ્વારા યુગલોને તેમની પ્રથમ ડેટ માટે 5,000 રુબેલ્સ ($51.06) સુધીની ચૂકવણી કરવા માટે કહેવામાં આવ્યું છે.

લગ્નની રાત્રે હોટેલમાં રોકાણ

ગર્ભધારણને પ્રોત્સાહન આપવાના પ્રયાસમાં લગ્નની રાત્રે હોટેલમાં રોકાણ માટે 26,300 રુબલ સુધીનું જાહેર ભંડોળ સૂચવવામાં આવ્યું છે.

આ ઉપરાંત કેટલાક પ્રદેશો તેમની પોતાની વ્યૂહરચના અમલમાં મૂકી રહ્યા છે. ખાબોરોવ્સ્કમાં, 18 થી 23 વર્ષની વયની યુવતીઓને બાળક હોય તો તેઓ 900 બ્રિટિશ પાઉન્ડ મેળવી શકે છે. જ્યારે ચેલ્યાબિન્સ્કમાં, પ્રથમ બાળકના જન્મ માટે 8,500 બ્રિટિશ પાઉન્ડનું ઇનામ આપવામાં આવે છે.

ડેપ્યુટી મેયર અને પુતિન સમર્થક અનાસ્તાસિયા રાકોવાએ જન્મ દર વધારવાની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે એક વિશેષ પરીક્ષણ વિશે વાત કરી જે સ્ત્રીની પ્રજનન ક્ષમતા નિર્ધારીત કરવામાં મદદ કરે છે. તેમણે મહિલાઓને બાળકો પેદા કરવાને પ્રાથમિકતા આપવા અનુરોધ કર્યો હતો.

વિશ્વના તમામ સમાચાર તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">