AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: મોટા યુદ્ધના સંકેત… ઈરાન તો માત્ર ટ્રેલર હતું, અસલી પિક્ચર લેબનાનમાં; ઈઝરાયેલે ‘ગાઝા મોડલ’ પર ઓપરેશન શરૂ કરતા મધ્ય પૂર્વમાં ફફડાટ

ઈરાન સાથેના સંઘર્ષ વચ્ચે ઈઝરાયેલે હવે લેબનાન સરહદે 'ગાઝા મોડલ' પર મોટું સૈન્ય ઓપરેશન શરૂ કરી દીધું છે. ઈઝરાયેલના રક્ષામંત્રીએ સેનાને લેબનાનના વિસ્તારો પર કબજો કરવા માટે ખુલ્લો આદેશ આપ્યો છે, જેના કારણે લાખો લોકો ઘર છોડવા મજબૂર બન્યા છે.

Breaking News: મોટા યુદ્ધના સંકેત… ઈરાન તો માત્ર ટ્રેલર હતું, અસલી પિક્ચર લેબનાનમાં; ઈઝરાયેલે 'ગાઝા મોડલ' પર ઓપરેશન શરૂ કરતા મધ્ય પૂર્વમાં ફફડાટ
Image Credit source: _Al Jazeera English
| Updated on: Mar 08, 2026 | 8:02 PM
Share

ઈરાન સાથે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ઈઝરાયેલની સેનાએ લેબનાનમાં મોટા સૈન્ય ઓપરેશનની પટકથા લખી દીધી છે. ‘અલ જઝીરા ઇંગ્લિશ’ દ્વારા જાહેર કરવામાં આવેલી તસવીરોમાં આ ખુલાસો થયો છે.

અહેવાલ મુજબ, ઈઝરાયેલ લેબનાન સાથેની તેની ઉત્તરી સરહદ પર સૈન્ય તૈનાત તેજ કરી રહ્યું છે. ઈઝરાયેલી સેના લેબનાનમાં ઈરાન કરતા પણ મોટા ઓપરેશનની તૈયારીમાં છે. આ સંદર્ભે અલ જઝીરાએ ત્રણ તસવીર શેર કરી છે. આમાં ટેન્ક, સૈનિકો અને સૈન્ય વાહનોની અવરજવર જોવા મળી રહી છે. આ ઘટનાક્રમ એવા સમયે બની રહ્યો છે, જ્યારે અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ છે, જેમાં હિઝબુલ્લાએ ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈની હત્યાનો બદલો લેવા માટે ઈઝરાયેલ પર હુમલા તેજ કર્યા છે.

ઈઝરાયેલના રક્ષામંત્રી ઈઝરાયેલ કાત્ઝે સેનાને સૂચના આપી છે કે, તે લેબનાનમાં વધારાના નિયંત્રણ હેઠળના વિસ્તારો પર કબજો કરે, જેથી ઈઝરાયેલની સરહદી વસાહતો પર થતા હુમલા રોકી શકાય.

ઈઝરાયેલી સેનાના પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ નદાવ શોશાનીએ જણાવ્યું હતું કે, “અમે સરહદી વિસ્તારમાં વધારાના પોઈન્ટ્સ પર સૈનિકો તૈનાત કર્યા છે, જેથી નાગરિકોની રક્ષા થઈ શકે અને હિઝબુલ્લાના હુમલાઓને રોકી શકાય.” ઈઝરાયેલે દક્ષિણ લેબનાનમાં ગ્રાઉન્ડ ઈન્ક્રીઝન (જમીની હુમલો) શરૂ કર્યો છે, જેને “ફોરવર્ડ ડિફેન્સ” તરીકે ઓળખાવવામાં આવી રહ્યું છે.

રહેવાસીઓને વિસ્થાપન આદેશો જાહેર કર્યા

હિઝબુલ્લાએ ઈઝરાયેલ પર રોકેટ અને ડ્રોન હુમલા તેજ કર્યા છે, જેના જવાબમાં ઈઝરાયેલે બેરૂત, દક્ષિણ લેબનાન તેમજ બેકા ખીણમાં હવાઈ હુમલા વધારી દીધા છે. લેબનાની સેનાએ સરહદી વિસ્તારમાંથી પોતાના સૈનિકો પાછા ખેંચી લીધા છે, જેથી તેઓ સુરક્ષિત રહે. ઈઝરાયેલે દક્ષિણ લેબનાનના રહેવાસીઓને લિતાની નદીની ઉત્તર તરફ જવા માટે ફરજિયાત વિસ્થાપન આદેશો જાહેર કર્યા છે, જેના કારણે લાખો લોકો વિસ્થાપિત થઈ રહ્યા છે.

અલ જઝીરાના લાઈવ અપડેટ્સમાં જણાવવામાં આવ્યું છે કે, ઈઝરાયેલે દક્ષિણ લેબનાનમાં 7 થી વધુ સ્થળોએથી ઘૂસણખોરી કરી છે અને તે બફર ઝોન બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. જો કે, આ સૈન્ય તૈનાતીને ઈઝરાયેલ રક્ષણાત્મક કાર્યવાહી ગણાવી રહ્યું છે પરંતુ તસવીરો જોતા મોટા સૈન્ય ઓપરેશનના સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે.

આ દરમિયાન બિન-સરકારી સંગઠનોએ ચેતવણી આપી છે કે, ઈઝરાયેલ લેબનાનમાં “ગાઝા પ્લેબુક” લાગુ કરી રહ્યું છે, જેમાં મોટાપાયે વિસ્થાપન અને હુમલાઓનો સમાવેશ થાય છે. અલ જઝીરાના અહેવાલમાં ઈઝરાયેલની સૈન્ય તૈયારીઓને યુદ્ધના નવા તબક્કા તરીકે જોવામાં આવી રહી છે.

Breaking News: હવે આરપારની જંગ… “તમારું સપનું કબરમાં જશે પણ ઈરાન નહીં નમે”, ઈરાની રાષ્ટ્રપતિએ ટ્રમ્પને આપી ‘અંતિમ ચેતવણી’

Follow Us
અમદાવાદ રાજકોટ હાઈવે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થયો - Video
અમદાવાદ રાજકોટ હાઈવે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થયો - Video
નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક માટે મનસુખ વસાવા મેદાને
નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક માટે મનસુખ વસાવા મેદાને
દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ
દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ
કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ
કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ
શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ
શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ
રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો
રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો
વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video
વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video
AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ
AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ
ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો
ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો
ગુજરાતમાં મેઘ તાંડવથી 50થી વધુના મોત, હજારોનું સ્થળાંતર
ગુજરાતમાં મેઘ તાંડવથી 50થી વધુના મોત, હજારોનું સ્થળાંતર
g clip-path="url(#clip0_868_265)">