ભાગેડુ ચોક્સીને ભારત લાવવાના પ્રયાસો પર પાણી? જાણો ડોમિનિકા કોર્ટે મેહુલ ચોક્સીને શું આપી રાહત

ભાગેડુ ચોક્સીને ડોમિનિકા હાઈકોર્ટે રાહત આપી દીધો છે. કોર્ટે કહ્યું કે હવે ત્યારે મેહુલ ચોકસી સ્વસ્થ હશે ત્યારે જ ડોમિનિકા લાવવામાં આવશે અને આગળ સુનાવણી કરવામાં આવશે.

ભાગેડુ ચોક્સીને ભારત લાવવાના પ્રયાસો પર પાણી? જાણો ડોમિનિકા કોર્ટે મેહુલ ચોક્સીને શું આપી રાહત
Mehul Choksi will come to Dominica for hearing only when he is healthy
TV9 GUJARATI

| Edited By: Gautam Prajapati

Jul 13, 2021 | 10:23 AM

પંજાબ નેશનલ બેંકના સ્કેમમાં (PNB Scam) મુખ્ય આરીપી મેહુલ ચોક્સીને (Mehul Choksi) લઈને મોટા સમાચાર આવતા છે. ભાગેડુ ચોક્સીન ડોમિનિકાની (Dominica) હાઈકોર્ટે રાહત આપી છે. ત્યાની હાઇકોર્ટે સ્વાસ્થ્ય કારણોને લઈને ચોક્સીને જમાનત આપી અને એન્ટીગુઆ (Antigua) પરત જવાની મંજુરી તેને મળી ગઈ. આ સાથે જ મેહુલ ચોક્સીને ભારત પરત લાવવાના મિશનને ઝટકો લાગ્યો છે.

મીડિયાના અહેવાલોમાં જણાવ્યું છે કે ડોમિનિકા હાઈકોર્ટના આદેશ અનુસાર મેહુલ ચોક્સ્સીને હવે ડોમિનિકા ત્યારે જ લાવવામાં આવશે જ્યારે તે સ્વસ્થ થઇ જશે. આ બાદ જ મેહુલ ચોક્સી પર ચાલી રહેલા કેસની સુનાવણી શરુ થશે. તમને જણાવી દઈએ કે ડોમિનિકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવાને લઈને ચોક્સી પર કેસ ચાલી રહ્યો છે. વર્ષ 2018 થી ભાગેડુ ચોક્સી એન્ટીગુઆનો નાગરિક છે. ત્યારે અદાલતે મેહુલ ચોક્સીને એન્ટીગુઆ પરત જવાની પરમીશન આપી દીધી છે.

હાઈકોર્ટે આપ્યા આ આદેશ

હાઈકોર્ટે આદેશ આપ્યા છે કે જો મેહુલ ચોક્સી એન્ટીગુઆમાં પોતાનું ઠેકાણું બદલે છે તો તેને પોતાનું સરનામું કોર્ટને આપવું પડશે. એટલું જ નહીં જ્યારે કોઈ ડોક્ટર દ્વારા તેને સ્વસ્થ જાહેર કરવામાં આવશે ત્યારે તેને ડોમિનિકા પાછો લાવવામાં આવશે.

ચોક્સીને ભારત લાવવો મુશ્કેલ?

ડોમિનિકામાં પકડાયા બાદ ભારતની આશા બંધાઈ હતી કે ભાગેડુ ચોક્સીને ત્યાંથી ભારત લાવવામાં આવે. તેની ધરપકડ બાદથી જ ભારતની એજન્સીઓ તેને પરત લાવવાના પ્રયાસોમાં લાગી હતી. જો કે કોર્ટના આ આદેશ બાદ કહેવામાં આવી રહ્યું છે કે આ ભારતના પ્રયાસો પર પાણી ફર્યા જેવું થયું છે. કેમ કે ચોક્સી એન્ટીગુઆનો નાગરિક છે. ત્યાં તેને ઘણી એવી સુવિધાઓ મળે છે જેથી ત્યાંથી ચોક્સીને ભારત લાવવો મુશ્કેલ છે.

PNB સ્કેમનો આરોપી

તમને જણાવી દઈએ કે મેહુલ ચોક્સી પર આરોપ છે કે તેણે નીરવ મોદી સાથે મળીને પંજાબ નેશનલ બેંક સાથે 13700 કરોડ રૂપિયાની છેતરપીંડી કરી છે. PNB સ્કેમ બાદ ચોક્સી ફરાર થઈને એન્ટીગુઆમાં છે. ત્યાંથી તેને પરત લાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે.

આ પણ વાંચો: ખેડૂતો માટે ખુશખબર: જૂનની ઘટ જુલાઈમાં થશે પૂરી, રાજ્યમાં સારા અને સાર્વત્રિક વરસાદની આગાહી

આ પણ વાંચો: Corona Vaccine: ભારત બાયોટેકની Covaxin ને ટૂંક સમયમાં ઈમરજન્સી યુઝ માટે WHOની મળી શકે છે મંજૂરી

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati