Corona Vaccine: ભારત બાયોટેકની Covaxin ને ટૂંક સમયમાં ઈમરજન્સી યુઝ માટે WHOની મળી શકે છે મંજૂરી

આંતરરાષ્ટ્રીય ખરીદી જેવી વૈશ્વિક સુવિધાઓમાં રસી સપ્લાય કરવા માટે રસી કંપની માટે ડબ્લ્યુએચઓની પૂર્વ-લાયકાત અથવા EUL આવશ્યક છે.

Corona Vaccine: ભારત બાયોટેકની Covaxin ને ટૂંક સમયમાં ઈમરજન્સી યુઝ માટે WHOની મળી શકે છે મંજૂરી
Bharat Biotech's Covaxin likely to be included in Emergency Use Listing
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 13, 2021 | 9:35 AM

ભારત બાયોટેકે સોમવારે જણાવ્યું હતું કે, તેઓ ટૂંક સમયમાં વૈશ્વિક સંસ્થામાંથી ઈમરજન્સી યુઝ લિસ્ટ (EUL) મેળવવાની અપેક્ષા રાખે છે. કંપનીનું કહેવું છે કે, તેઓએ કોવેક્સિનની (Covaxin) ઇમરજન્સી યુઝ લિસ્ટ (EUL) માટે જરૂરી તમામ દસ્તાવેજો ડબ્લ્યુએચઓને (WHO) જમા કરાવ્યા છે.

ભારત બાયોટેકના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર ડો.કૃષ્ણ એલાએ કહ્યું કે, કોવાક્સિનની ઈમરજન્સિ યુઝ લિસ્ટ (EUL) માટે જરૂરી તમામ દસ્તાવેજો 9 જુલાઈ સુધીમાં WHOને (World Health Organization) સુપરત કરી દેવાયા છે. સમીક્ષા પ્રક્રિયા હવે એવી અપેક્ષા સાથે શરૂ થઈ ગઈ છે કે આપણે ડબ્લ્યુએચઓ તરફથી વહેલી તકે EUL પ્રાપ્ત કરીશું.

મહત્વનું છે કે, કોઈ રસી કંપનીએ કોવેક્સિન અથવા આંતરરાષ્ટ્રીય પ્રાપ્તિ જેવી વૈશ્વિક સુવિધાઓમાં રસી સપ્લાય કરવા માટે ડબ્લ્યુએચઓની પૂર્વ-લાયકાત અથવા EUL આવશ્યક છે. ડબ્લ્યુએચઓએ ઈમરજન્સિ ઉપયોગ માટે ફાઇઝર-બાયોએનટેકે, એસ્ટ્રાઝેનેકા-એસકે બાયો / એસઆઈઆઈ, જહોનસન અને જહોનસન જેનસન, મોડર્ના અને સિનોફાર્મની રસીઓને મંજૂરી આપી છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

કોવેક્સિને ભારતની સ્વદેશી કોરોના રસી છે. તેનું નિર્માણ ભારત બાયોટેક દ્વારા કરવામાં આવી રહ્યું છે. ભારતમાં ચાલી રહેલા રસીકરણ અભિયાનમાં આ રસી કોરોના સામેની લડતમાં અગ્રણી ભૂમિકા નિભાવી રહી છે. અગાઉ ડબ્લ્યુએચઓનાં મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા વિશ્વનાથને એમ પણ કહ્યું હતું કે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) ભારત બાયોટેકની રસી કોવેક્સિનને ઇમરજન્સી યુઝ (ઇયુએલ) ની યાદીમાં ચારથી છ અઠવાડિયામાં શામેલ કરવા અંગે નિર્ણય લઈ શકે છે.

સ્વદેશી વેક્સિન ડેલ્ટા વેરિઅન્ટ સામે 63.6 ટકાની અસરકાર હોવાનું સામે આવ્યું છે. કોવેક્સિને કોરોનાના ગંભીર લક્ષણો વાળા દર્દીઓ સામે 93.4 ટકા અને એસિમ્પટમેટિક કોરોના સામે 63.6 ટકા અસરકારકતા દર્શાવી છે.

આ પણ વાંચો: Petrol-Diesel Price today : સરકારી તેલ કંપનીઓની આમ આદમીને રાહત , જાણો તમારા શહેરમાં પેટ્રોલ – ડીઝલની કિંમત શું છે

આ પણ વાંચો: Panchmahal: કાલોલ GIDCની ખાનગી કંપનીમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">