પૈસા ના ચૂકવવા પર કંગાળ PAKISTAN ને MALAYSIA એ આપ્યો ઝટકો, વિમાન જપ્ત કરીને મુસાફરોને ઉતાર્યા

Charmi Katira

|

Updated on: Jan 16, 2021 | 1:49 PM

બહુ જ ખરાબ સમયમાંથી પસાર થઈ રહેલા પાકિસ્તાન (PAKISTAN) ને તેના એક 'મિત્ર' એ મોટો આંચકો આપ્યો છે.

પૈસા ના ચૂકવવા પર કંગાળ PAKISTAN ને MALAYSIA એ આપ્યો ઝટકો, વિમાન જપ્ત કરીને મુસાફરોને ઉતાર્યા
PAKISTAN INTERNATIONAL AIRLINES

Follow us on

બહુ જ ખરાબ સમયમાંથી પસાર થઈ રહેલા પાકિસ્તાન (PAKISTAN) ને તેના એક ‘મિત્ર’ એ મોટો આંચકો આપ્યો છે. મલેશિયાએ (MALAYSIA) પાકિસ્તાન (PAKISTAN) ની રાજ્ય સંચાલિત એરલાઇન્સ પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સનું (PAKISTAN INTERNATIONAL AIRLINES) બોઇંગ 777 પેસેન્જર પ્લેન કબજે કરી લીધું છે.

પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ (PAKISTANI MEDIA REPORTS) અનુસાર, વિમાનને લીઝ પર આપવામાં આવ્યું હતું અને પૈસા નહીં ચૂકવવા વિમાનને કબજે કરવામાં આવ્યું હતું. કુઆલાલંપુર એરપોર્ટ (KUALUMPUR AIRPORT) પરની ઘટના સમયે મુસાફર અને ક્રૂ સવાર હતા, પરંતુ તે લોકોને બેઇજ્જત કરીને ઉતારી દેવામાં આવ્યા હતા.

પાકિસ્તાની અખબાર ડેઇલી ટાઇમ્સના અહેવાલ મુજબ, પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સના કાફલામાં કુલ 12 બોઇંગ 777 વિમાન છે. આ વિમાનોને વિવિધ કંપનીઓ દ્વારા સમય સમય પર લીઝ પર આપવામાં આવે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જે વિમાન મલેશિયા દ્વારા કબજે કરવામાં આવ્યું હતું તે પણ લીઝ પર હતું, પરંતુ લીઝની શરત પર પૈસા ચૂકવવામાં ન આવતાં વિમાન કુઆલાલંપુરમાં જપ્ત કરવામાં આવ્યું છે. અગાઉ સાઉદી અરેબિયાએ ઇમરાન ખાન સરકાર પાસેથી તેના 3 અબજ ડોલર પાછા માંગી લીધા હતા. ઈમરાન સરકારએ ચીન પાસેથી લોન લઈને સાઉદી અરબને લોન ચૂકવી હતી.

આ મામલે પીઆઈએએ તેના ટ્વિટર હેન્ડલથી આ મુદ્દો સ્પષ્ટ કર્યો, જેમાં લખ્યું છે કે યુકેની કોર્ટમાં પેન્ડિંગ પીઆઈએ અને અન્ય પક્ષ વચ્ચેના કાનૂની વિવાદને લગતા એકપક્ષીય નિર્ણયમાં મલેશિયાની સ્થાનિક અદાલતે પાકિસ્તાન એરલાઇન્સની ફ્લાઇટ અટકાવી દીધી છે. યાત્રિકોની કાળજી લેવામાં આવી રહી છે અને વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે.

PIAએ વધુમાં કહ્યું કે, આ એક અસ્વીકાર્ય પરિસ્થિતિ છે અને પીઆઈએ આ મામલામાં રાજદ્વારી ચેનલોના ઉપયોગ માટે પાકિસ્તાન સરકાર સાથે સંપર્કમાં છે અને સંપૂર્ણ ઘટનાની જાણકારી આપવામાં આવી રહી છે.

આ પણ વાંચો: Shani Dev: સાચા મનથી કરો શનિ મહારાજની ઉપાસના, થશે દરેક મનોકામના પૂર્ણ

Latest News Updates

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati