AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shani Dev: સાચા મનથી કરો શનિ મહારાજની ઉપાસના, થશે દરેક મનોકામના પૂર્ણ

શનિદેવ મનુષ્યોના કર્મો અનુસાર તેમને ફળ આપે છે. શનિવારે કેટલાક ઉપાય કરવાથી ભક્તોને શનિદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.

Shani Dev: સાચા મનથી કરો શનિ મહારાજની ઉપાસના, થશે દરેક મનોકામના પૂર્ણ
શ્રી શનિ મહારાજ
Rahul Vegda
| Edited By: | Updated on: Jan 16, 2021 | 1:32 PM
Share

કહેવાય છે કે ભગવાન શનિદેવ ખૂબ જ દયાળુ છે. સાચા મનથી તેમની ઉપાસના કરવાથી તેમના ભક્તોના દરેક બગડેલા કામ બની જાય છે. શનિવારે ભગવાન શનિની સાથે ભગવાન હનુમાનનો દિવસ પણ છે. શનિદેવને ન્યાયનો દેવ માનવામાં આવે છે. શનિદેવ મનુષ્યોના કર્મો અનુસાર તેમને ફળ આપે છે. શનિવારે કેટલાક ઉપાય કરવાથી ભક્તોને શનિદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.

Shri Shanidev & Hanumajji

Shri Shanidev & Hanumajji

શનિવવારે જરૂર કરો આટલું કામ:

શનિવારે પીપળના ઝાડ નીચે સાત પરિક્રમા કરો. શનિવારે શનિદેવની સાથે ભગવાન હનુમાનની પૂજા કરો. શનિવારે સાંજે માછલીઓને લોટ ખવડાવો અને કીડિયારું પૂરો. શનિવારે ભગવાન શનિદેવને તેલ ચઢાવો. હનુમાનજી સામે પણ તેલનો દીવો અવશ્ય પ્રગટાવવો. શનિવારે કાળી વસ્તુઓનું દાન કરો. કોઈ જરૂરિયાતમંદને અળદ દાળ, કાળું કાપડ, કાળા તલ અને કાળા ચણાનું દાન કરો. શનિવારે નિયમિત હનુમાન મંદિરની મુલાકાત લો અને હનુમાન ચાલીસાના પાઠ કરો. શનિવારે હનુમાન મંદિરમાં નાળિયેર અને લાલ રંગના પ્રસાદ ચડાવો. શનિવારે સાંજે પીપળના ઝાડ નીચે ચાર દીવા પ્રગટાવવાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. જો શનિવારે અશ્વો મળી આવે છે, તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. શનિવારે વાદળી રંગનું વિશેષ મહત્વ છે. આ દિવસે વાદળી કપડાં પહેરો અથવા કામ પર જતા વખતે તમારી સાથે વાદળી રૂમાલ રાખો. શનિવારે શનિ મંદિરમાં વાદળી અથવા જાંબલી ફૂલો અર્પણ કરવાથી ભગવાન શિવનના આશીર્વાદ મળે છે.

આ પણ વાંચો: કેદારનાથમાં હિમતાંડવથી હાલાકી, હિમવર્ષાથી કેદારનાથ મંદિર બરફથી ઢંકાયું, જુઓ VIDEO

g clip-path="url(#clip0_868_265)">