ઇન્ડોનેશિયામાં R20 ફોરમમાં સનાતન ધર્મનું પ્રતિનિધિત્વ કરતા BAPS ના  મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામી, રામ જન્મભૂમિ ટ્રસ્ટના કોષાધ્યક્ષ સ્વામી ગોવિંદ દેવ ગીરી મહારાજ

વિશ્વભરના 400 થી વધુ પ્રતિષ્ઠિત ધર્મના પ્રતિનિધિઓને સંબોધવા માટે મુખ્ય વક્તા તરીકે આયોજકો દ્વારા BAPS સંસ્થાના મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામીને આમંત્રિત કરવામાં આવ્યા હતા.જેમાં પૂજ્ય ભદ્રેશ સ્વામીએ, 2000 માં અમેરિકામાં સંયુક્ત રાષ્ટ્રની મિલેનિયમ વર્લ્ડ પીસ સમિટમાંથી પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના ધાર્મિક સંવાદિતાના સંદેશનેને તેમની જન્મશતાબ્દી પર શ્રદ્ધાંજલિ આપીને શરૂઆત કરી હતી

ઇન્ડોનેશિયામાં R20 ફોરમમાં સનાતન ધર્મનું પ્રતિનિધિત્વ કરતા BAPS ના  મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામી, રામ જન્મભૂમિ ટ્રસ્ટના કોષાધ્યક્ષ સ્વામી ગોવિંદ દેવ ગીરી મહારાજ
Mahamahopadhyay Bhadreshdas Swami of BAPS representing Sanatan Dharma at the R20 Forum in Indonesia
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 12, 2022 | 9:16 AM

આજની 21મી સદીના વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે ‘R20 રિલીજિયસ ફોરમ’ નવી વૈશ્વિક પહેલ છે, જે G20 ના સભ્યપદ ધરાવતા   દેશોના ધાર્મિક નેતાઓને એકસાથે લાવે છે. ‘R20’ માં રશિયા, ભારત, અમેરિકા, સાઉદી અરેબિયા, ઓસ્ટ્રેલિયા, યુરોપ, આફ્રિકા વગેરે દેશોમાંથી મૂર્ધન્ય મહાનુભાવોને – ઇન્ડોનેશિયાના બાલીમાં આયોજિત કરવામાં આવેલી સમિટમાં  ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ મહામહિમ જોકો વિડોડોએ વિશ્વના નેતાઓ અને ધાર્મિક વિદ્વાનોનું સ્વાગત કરીને R20 સમિટના પ્રારંભિક સત્રને સંબોધિત કર્યું, જેમાં ભારતના ત્રણ વિદ્વાનોએ સનાતન ધર્મ નું પ્રતિનિધિત્વ કર્યું હતું, જેમાં  BAPS ના  મહામહોપાધ્યાય  ભદ્રેશદાસ સ્વામી,  શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટના કોષાધ્યક્ષ સ્વામી ગોવિંદ દેવ ગીરી મહારાજ અને અખિલ ભારતીય ચિન્મય યુવા કેન્દ્રના નિયામક સ્વામી મિત્રાનંદ સરસ્વતીને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા.

વિશ્વભરના 400 થી વધુ પ્રતિષ્ઠિત ધર્મના પ્રતિનિધિઓને સંબોધવા માટે મુખ્ય વક્તા તરીકે આયોજકો દ્વારા BAPS સંસ્થાના મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામીને આમંત્રિત કરવામાં આવ્યા હતા.જેમાં પૂજ્ય ભદ્રેશ સ્વામીએ, 2000 માં અમેરિકામાં સંયુક્ત રાષ્ટ્રની મિલેનિયમ વર્લ્ડ પીસ સમિટમાંથી પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના ધાર્મિક સંવાદિતાના સંદેશનેને તેમની જન્મશતાબ્દી પર શ્રદ્ધાંજલિ આપીને શરૂઆત કરી હતી. વેદ, ઉપનિષદો, શ્રીમદ ભગવદ્ ગીતા, ભગવાન સ્વામિનારાયણ અને ભારતીય વિચારની તથા ‘ધર્મ’ની સાર્વત્રિક વ્યાખ્યાને પ્રોત્સાહિત કરી હતી, સનાતન ધર્મના સંદેશને વિશ્વમાં ફેલાવનાર BAPS સ્વામિનારાયણ સંસ્થા અને પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના કાર્યોને, દેશ વિદેશના ઉપસ્થિત સૌ કોઈ મહાનુભાવોએ વધાવ્યું હતું.

 Bhadresh das swami baps

400 થી વધુ પ્રતિષ્ઠિત ધર્મના પ્રતિનિધિઓને સંબોધવા માટે મુખ્ય વક્તા તરીકે આયોજકો દ્વારા BAPS સંસ્થાના મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામીને આમંત્રિત કરવામાં આવ્યા હતા.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

આ પરિષદના આયોજકો પૈકી એક, યુનિવર્સિટી ઓફ ડલાસ માં રાજકીય ક્ષેત્રના રિસર્ચ સ્કોલર એવા  ટિમોથી શાહે પૂ. ભદ્રેશદાસ સ્વામીના સંબોધનની પ્રશંસા કરીને   ભારતની  મહાન દાર્શનિક અને શાસ્ત્રીય પરંપરામાંથી પરિષદના હાર્દરૂપ ચિંતતને રજૂ કરવા માટે આભાર માન્યો હતો.   નોંધનીય છે કે 2023 માં આ પરિષદ ભારતમાં દિલ્લીમાં યોજાશે. આ ફોરમમાં  વિશ્વના અગ્રગણ્ય મુસ્લિમ સંગઠનના અધ્યક્ષ એવા કયાઈ હાજી યાહ્યા ચોલિલ,  ભદ્રેશદાસ સ્વામી સહિત અન્ય હિન્દુ અગ્રણીઓનો આભાર માનતા જણાવ્યું, હતું કે  સમસ્યાઓના સમાધાન માટે આપ અમારી સાથે કટિબદ્ધ છો તે દેખાઈ રહ્યું છે. આપ ઉમદા હેતુ અને શુદ્ધ હૃદય સાથે માનવજાત અને આવનાર વૈશ્વિક સંસ્કૃતિ માટે હકારાત્મક, ઉદાત્ત પ્રદાન આપવા આવ્યા છો તે  બાબતની પ્રતિતી થાય છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">