AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OMG !! કારની ટાંકી ફુલ કરાવીને છોકરીએ ફેસબુક પર શેર કરી તસવીર, ચોરી થઇ ગયુ પેટ્રોલ

તેણે પોતાની કારમાં 50 યુરોનું પેટ્રોલ ભરાવી દીધું હતું. તેમણે કહ્યું કે મોંઘા પેટ્રોલની વચ્ચે ટાંકી ભરી રાખવી તેમના માટે મુશ્કેલ હતી. તેણીને ખબર નહોતી કે ફેસબુક પર આ શેર કરીને, તે પોતે ચોરોને આમંત્રણ આપી રહી છે.

OMG !! કારની ટાંકી ફુલ કરાવીને છોકરીએ ફેસબુક પર શેર કરી તસવીર, ચોરી થઇ ગયુ પેટ્રોલ
London Woman bragged about getting a full tank of petrol then someone stole it
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 03, 2021 | 8:17 AM
Share

બ્રિટન આ દિવસોમાં બળતણની અછતનો સામનો કરી રહ્યું છે. તેના કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચવા લાગ્યા છે. દરમિયાન પેટ્રોલ ચોરીનો એવો એક કિસ્સો લંડનથી પ્રકાશમાં આવ્યો છે. જે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. જે મહિલા સાથે આ ઘટના બની તે તેની કાર જોઈને ચોંકી ગઈ.

વેબસાઈટ મેટ્રોના રિપોર્ટ અનુસાર, લંડનમાં રહેતી 34 વર્ષીય જેની ટર્નરે પોતાની કારની ટાંકી ફુલ કરાવી અને સોશિયલ મીડિયા પર તેની એક તસવીર શેર કરી. જેનીને ખ્યાલ નહોતો કે મોંઘુ પેટ્રોલ ભરવાવુ તેને વધારે મોંઘુ પડી જશે.

લંડનમાં પણ પેટ્રોલના ભાવ આસમાને છે. આ દરમિયાન જેનીએ તેની કારમાં 4 હજાર ત્રણસો રૂપિયાનું પેટ્રોલ ભરાવ્યું હતું. એટલું જ નહીં, ટાંકી ભરેલી હોવાની ખુશી વ્યક્ત કરતા તેણે ફેસબુક પર પણ તસવીર શેર કરી હતી. પરંતુ બીજા દિવસે જ્યારે તેણે પોતાની કાર જોઇ તો તેના હોંશ ઉડી ગયા.

જેની કહે છે, જ્યારે હું સાંજે મારા દીકરા સાથે પાછી ફરી ત્યારે કાર પાર્કિંગમાં પાર્ક થયેલી મારી કારને જોઈને મને આશ્ચર્ય થયું. જેનીએ જોયું કે ચોરોએ તેની કારમાંથી માત્ર પેટ્રોલ જ નથી ચોર્યું, પરંતુ તેની ટાંકીમાં કાણા પણ પાડી દીધા છે. જ્યાર બાદ તેણે આ અંગે પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ પોલીસે પાડોશીના ઘરમાં લાગેલા સીસીટીવી ફૂટેજ ચેક કર્યા અને તેમાં બે લોકો પેટ્રોલ ચોરી કરતા જોવા મળ્યા.

જેની કહે છે કે તેણે પોતાની કારમાં 50 યુરોનું પેટ્રોલ ભરાવી દીધું હતું. તેમણે કહ્યું કે મોંઘા પેટ્રોલની વચ્ચે ટાંકી ભરી રાખવી તેમના માટે મુશ્કેલ હતી. તેણીને ખબર નહોતી કે ફેસબુક પર આ શેર કરીને, તે પોતે ચોરોને આમંત્રણ આપી રહી છે.

તેણે સોશિયલ મીડિયા પર તેની સાથે આ ઘટનાની માહિતી પણ શેર કરી છે. આમાંથી બોધપાઠ લેતા, જેનીએ અન્ય લોકોને પણ આવું ન કરવાની અપીલ કરી છે. ઘણા લોકોએ જેનીની પોસ્ટ પર લખ્યું છે કે ઢોંગ કરનારાઓનું આજ પરિણામ આવે છે.

આ પણ વાંચો –

Petrol-Diesel Price Today : દેશના ચારેય મહાનગરોમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર પહોંચી, જાણો આજે કેટલું મોંઘુ થયું પેટ્રોલ – ડીઝલ

આ પણ વાંચો –

Bhabanipur By-Poll Result: શું મમતા મુખ્યમંત્રી તરીકે ચાલુ રહેશે ? ભવાનીપુર સહિત પશ્ચિમ બંગાળની ત્રણ બેઠકો પર આજે મત ગણતરી

આ પણ વાંચો –

શું તમને ભારે પડી રહી છે PERSONAL LOAN? અનુસરો આ ત્રણ સ્ટેપ્સ લોન ચૂકવવી સરળ બનશે

g clip-path="url(#clip0_868_265)">