Petrol-Diesel Price Today : દેશના ચારેય મહાનગરોમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર પહોંચી, જાણો આજે કેટલું મોંઘુ થયું પેટ્રોલ – ડીઝલ

TV9 GUJARATI

|

Updated on: Oct 03, 2021 | 7:48 AM

ગુડ રીટર્નસ વેબસાઈટ અનુસાર ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) અમદાવાદમાં એક લીટર ડીઝલ 97.50 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 98.98 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol-Diesel Price Today : દેશના ચારેય મહાનગરોમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર પહોંચી, જાણો આજે કેટલું મોંઘુ થયું પેટ્રોલ - ડીઝલ
Petrol Diesel Price Today

Follow us on

તેલના ભાવ વધારાનો સિલસિલો હજુ યથાવત છે. આજે રવિવારે સતત ચોથા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવ(Petrol-diesel price today)માં વધારો થયો છે. સરકારી માલિકીની ઓઇલ કંપનીઓ એચપીસીએલ, બીપીસીએલ અને આઇઓસીએ આજે પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર 25 પૈસાનો વધારો કર્યો છે જ્યારે ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 29 પૈસા મોંઘુ કર્યું છે. આ વધારા પછી દેશની રાજધાની દિલ્હીમાં એક લિટર પેટ્રોલની કિંમત વધીને 10.2.39 પૈસા થઈ ગઈ છેજયારે એક લિટર ડીઝલ માટે તમારે હવે 90.77 રૂપિયા ચૂકવવા પડશે.

ક્રૂડ ઓઇલ મોંઘુ કેમ થઈ રહ્યું છે? સમાચાર એજન્સી રોઇટર્સ અનુસાર, OPEC + ની બેઠક 4 ઓક્ટોબર એટલે કે સોમવારે યોજાશે. આ બેઠક પહેલા ઘણી અટકળો લગાવવામાં આવી રહી છે. એવું માનવામાં આવે છે કે બેઠકમાં ક્રૂડ ઓઇલનું ઉત્પાદન ઘટાડવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. જોકે, હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. પરંતુ આ સમાચારોને કારણે ક્રૂડ ઓઇલના ભાવ વધી રહ્યાં છે.

ગુડ રીટર્નસ વેબસાઈટ અનુસાર ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) અમદાવાદમાં એક લીટર ડીઝલ 97.50 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 98.98 રૂપિયા પ્રતિ લીટર છે.

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ રેટ આ મુજબ છે

City Petrol Diesel
Delhi 102.39 90.77
Mumbai 108.43 98.48
Chennai 100.01 94.77
Kolkata 103.07 95.31

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

કઇ રીતે નક્કી થાય છે ઇંધણના નવા રેટ? પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દરરોજ સવારે 6 વાગ્યે ફેરફાર થાય છે. નવા દર સવારે 6 વાગ્યાથી લાગુ પડે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય ખર્ચ ઉમેર્યા પછી તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે. વિદેશી મુદ્રા દરની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ના આધારે પેટ્રોલ અને ડીઝલના ભાવ બદલાય છે.

તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત આ રીતે જાણો પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે. છૂટક ઇંધણના ભાવ નવા રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. એ શહેરોની સંખ્યા સતત વધી રહી છે જ્યાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લિટરથી વધુ કિંમતે વેચાય છે.

આ પણ વાંચો : શું તમને ભારે પડી રહી છે PERSONAL LOAN? અપનાવો આ ત્રણ સ્ટેપ્સ લોન ચૂકવવી સરળ બનશે

આ પણ વાંચો : Auto Debit નો નિયમ બરાબર નહીં સમજો તો અટવાઈ જશે તમારા ટ્રાન્ઝેક્શન, જાણો વિગતવાર

Latest News Updates

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati